દોરંગી દુનિયામાં એક શબ્દ ગુંજતો એ ‘માં’

મારા શોણિતની સરીતા એ જ મારી ‘માં’

 

શૈશવમાં કાખમાં તેડી મને

મારા સ્વપ્નો સજાવતી એ જ મારી ‘માં’

 

ઉમરાથી આંગળીએ ઝાલી મને,

સૃષ્ટિ દેખાડતી એ જ મારી ‘માં’

 

પોઢણીયે પરીઓની વાર્તા કહી મને,

પલ્લુમાં પોઢાડતી એ જ મારી ‘માં’

 

સ્નેહના આલિંગનમાં છોડી મને,

પ્રેમપાશમાં ડૂબાડતી એ જ મારી ‘માં’

 

ટાઢના ઠંડા ભીના સ્પર્શે,

હૈયાની હુંફ અર્પતી એ જ મારી ‘માં’

 

સૂર્યના અગ્નિ સમ તાપે,

શીતળ શબ્દો વરસાવતી એ જ મારી ‘માં’

 

મોતી સમ પડતા વરસાદે,

તેના હૈયા હર્ષિત અશ્રુએ પલળતી એ જ મારી ‘માં’

 

તેના અંતરની સ્પંદનાની કલ્પનાએ

આજ મને કવિ બનાવી એ જ મારી ‘માં’

જવાબ છોડો