little Cormorant
little-cormorent-300x225
૨૦ ઈ., ( ૫૦ સેન્ટીમીટર ) નું આખું કાળું બતક જેવું પંખી. ડોક લાંબી, પૂંછડી લાંબી, ચાંચ જરા ચપટી ને છેડે વળેલી, અણીદાર, દાઢી પાસે ધોળો ડાઘ, કળા રંગમાં લીલાશ પડતી વાદળી ઝાંઈ.
એકલ દોકલ કે ૫૦ – ૧૦૦ ના ટોળામાં પાણીમાં ચિત્કાર કરતા દેખાય. પેણ પેઠે ટોળામાં છીછરા પાણી તરફ માછાલાને ઘેરીને લઇ જાય. ડૂબકી પણ મારે. ખોરાકમાં માછાલા સિવાય પાણીની બીજી જીવત પણ ખાય. માળા અષાઢ થી ભાદરવો, કાગડા જેવો છીછરો કરે. સાંઠી વગેરે વાપરે. સમુહમાં સમતા પણ ફરે ને બીજા પંખી બગલા વગેરે સાથે પણ ફરે. ઈંડા ૪ થી ૫ લીલાશ પડતા વાદળી મુકે.
એક બહુ મોટું કાજિયું પણ થાય છે. એની નિશાની એકે સાથળ પાસે પેડુમાં સફેદ લંબગોળ ધાબા હોય છે. કાજિયાને જળ કાગડા પણ કહે છે. ને એ હોય છે પણ કાગડા જેવા.

bird-Little-Cormorant-150x150 little_cormorant-bird-150x150 Little_Cormorant-bird-150x150

જવાબ છોડો