LEMON FACIAL GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

લેમન ફેશિયલ :

લેમન ફેશિયલ ઓઈલી સ્કિન માટે ફાયદાકારક છે.

 

સૌ પ્રથમ લેમન ક્લીન્ઝરથી ફેઈસ ક્લીન કરવો.

 

ત્યારબાદ સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી થોડી સ્ટીમ આપી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

ત્યારબાદ લેમન ક્રીમથી મસાજ કરવો. લેમન ક્રીમ સાથે થોડી મિન્ટ જેલ પણ લઇ શકાય.

 

આ ફેશિયલ ઓઈલી સ્કિન માટે હોવાથી ૧૦ થી ૧૫ મિનિટ મસાજ કરવો. મસાજ કર્યા બાદ લેમન પેક લગાવવો.

 

પેક ક્લીન કર્યા પછી લેમન ટોનર લગાવી મશીનથી હાઈફ્રિકવન્સી આપવી.

 

હાઈફ્રિકવન્સી મશીનથી સ્કીનમાં ટોનર જાય છે. અને સ્કિનની ઓઈલીનેસ ઓછી થાય છે.

 

જવાબ છોડો