law to save girL child

* ધી પ્રિ-નેટલડાયોગ્નોસ્ટીક ટેકનીક એક્ટ ૧૯૯૪ અન્વયે ગર્ભનું જાતીય પરીક્ષણ કરવા ઉપર પ્રતિબંધ છે.

* સ્ત્રીભૃણ હત્યાના પ્રતિબંધિત કાયદાઓ સ્ત્રીભૃણ હત્યાના પ્રતિબંધિત કાયદાઓ ગર્ભસ્થ શિશુ પુત્ર કે પુત્રી છે તે જાણવા માટે અલ્ટ્રા સોનોગ્રાફી, એમ્નીઓસેન્ટેસીસનો ઉપયોગ કરવો એ જાન્યુઆરી, ૧૯૯૬ થી કાનૂની રીતે સજાને પાત્ર ગૂનો બને છે.

* અલ્ટ્રા સાઉન્ડ પદ્ધતિથી સાધન-સામગ્રી ધરાવનાર તમામ દવાખાનાઓની નોંધણી કરાવવી જ જોઈએ તેમજ દવાખાનામાં કાયમી ધોરણે અંગ્રેજીમાં કે સ્થાનિક ભાષામાં સૂચના લખી હોવી જોઈએ કે ” ગર્ભનું જાતીય પરીક્ષણ કરવાની કાનૂની મનાઈ છે. “

* ગર્ભનું જાતીય પરીક્ષણ કરનાર ડોક્ટર કે રેડિયોલોજીસ્ટને તેમજ તે અંગે પ્રોત્સાહિત કરનાર સગાં સંબંધીને પણ પાંચ વર્ષની કેદ અને રૂ. ૫૦,૦૦૦ /- સુધીનો દંડ થઇ શકે છે.

* પુત્રને જન્મ ન આપવા બદલ માતાને દોષ દેવો તે ખોટું છે. પુત્રને જન્મ આપવા બદલ y પ્રકારના રંગસૂત્રો જવાબદાર છે, જે ફક્ત પિતા જ આપી શકે છે. માટે સ્ત્રી પર અત્યાચાર કરવો એ પણ ગૂનો છે.

* ગર્ભનું પરીક્ષણ ફક્ત તબીબી કારણો જેવા કે શારીરિક વ્યાધિઓ અને જન્મજાત ખોડખાંપણ શોધી કાઢવા જેવા કારણો માટે જ કરાવી શકાય, ગર્ભસ્થ શિશુ પુરુષ છે કે સ્ત્રી તે જાણવા કરી શકાય નહિ.

* ઉપરોક્ત વ્યાધિઓના નિદાન માટે પ્રસૂતિ પૂર્વ પરીક્ષણ ટેકનિકનો ઉપયોગ પ્રજોત્પત્તિને લગતા દવાખાના,પરામર્શ કેન્દ્રો તથા પ્રયોગશાળાઓ જ કરી શકશે અને તે પણ ગર્ભ પરીક્ષણ ધારા અન્વયે નોંધાયેલ હોવા જોઈએ.

* ગર્ભ પરીક્ષણ સાથે સંકળાયેલ હોય તેવા દવાખાના કે કોઈ ડોક્ટર કે દવાખાના દ્વારા આ પ્રકારના ગર્ભ પરીક્ષણ કરવા અંગેની જાહેરાત થતી હોય તો આપના જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને તેની તત્કાળ જાણ કરો.

જવાબ છોડો