KOEL BIRD

 કોયલ | KOEL

Indian-Koel-female-300x261

કદ કાગડા જેવડું દોઢેક ફૂટનું. ( ૪૫ સે.મી. ) નર પંખી આખો કાળો એમાં લીલાશા પડતી વાદળી ઝાંઈ. આંખ લાલ ચટકદાર, ચાંચ લીલાશ પડતી. માદા સાવ વરવી લાગે. આખે ડીલે લીલાશ પડતા ભૂખરા રંગના સફેદ ટપકાથી ભરેલી. છાતી પેટને પૂંછડીમાં સફેદ આડા લીટા-ટૂંકમાં કબર ચીતરી લાગે. પૂંછડી લાંબી, ભરાવદાર ને જરા ચડાઉતરી પીંછાવાળી.
મોટે ભાગે મીઠું બોલે છે તે નરપંખી કોકિલ છે. કોકિલા પણ નર જેવો મીઠો અવાજ કરે છે. પણ મોટે ભાગે તો એનો કીક કીક કીક આવો તીણો અવાજ જ સંભળાય છે. મીઠી બોલી પણ ત્રણ જાતની હોય છે. એક તો કુહુઉ-કુહુઉ તો કોઈ વાર ઉડતા ઉડતા ઝડપથી કુહુકુહુ એમ બહુ જ મીઠો અવાજ બોલતું જાય છે. ને ત્રીજો અવાજ પાણીના બડબડિયા બોલતા હોય એ હુળુંળુળુ એમ કરે છે.
ખોરાક બિયા ને ટેટા ને મળે તે ફળો, જીવાત ઈયળો વગેરે પણ ખાય. ઘાટી ઝાડીવાળા ઝાડમાં જ સંતાઈને બેસે. આંબા, પીપળ, વડ વગેરે. મોટે ભાગે બધે બારેમાસ રહે છે. પણ ઓછા ઝાડપાન વાળા પ્રદેશોમાં ઉનાળામાં જ આવે છે. કોયલ વર્ગના પંખી માળો કરતા નથી. પાન બીજા પંખીના માળામાં ઈંડા મુકે છે. ચાતક ,બપૈયા વગેરે તો રાખોડી, કુત્કી કે લેલા જેવાના માળામાં ઈંડા મુકે ને બચ્ચા થાય તે બીજા ઈંડા કે બચ્ચાને ખવરાવતા થાકી જાય છે. પણ કોયલ તો આખી દુનિયામાં લુચ્ચામાં લુચ્ચા કાગડાને જ પજવે છે. એ કોયલને શાબાશી દેવી જોઈએ.
નર કોયલ કાગડાનો માળો હોય ત્યાં કુઉ -કુઉ ગાવા માંડે છે, એટલે કાગડો ને કાગડી એની પાછળ પડે ને માળો રેઢો પડે એમાં માદા કોયલ ઈંડા મૂકી જાય. ઈંડા પણ કાગડાના ઈંડા જેવા જ લીલાશ પડતા વાદળી જેવા કે જાંબલી-રતુમડા ઝાયવાળા ૩-૪ હોય.
લોકો માને છે કે કોયલના બચ્ચા કુઉ-કુઉ કરે તેને કાગડા ચાંચ મારીને કા-કા બોલતા શીખવે છે. પણ આ વાત સાવ ઉંધી છે. જ્યાં સુધી કાગડા પાસે ખાવાનું માંગે છે ત્યાં સુધી કોયલના બચ્ચા કા-કા કરીને જ ખાવાનું માંગે છે. જયારે નવેમ્બરમાં કારતક મહિનામાં માળો છોડીને ઉડવા માંડે છે ને ખોરાક મેળવી લે છે ત્યારે કુઉ-કુઉ કરે છે. એટલે શિયાળો બેસતા જ કોયલ સંભળાય છે. તે આ બચ્ચા હોય છે. વળી માદા બચ્ચું ટીલા-ટપકાંવાળું હોય તો કાગડો કાઢી મુકે માટે જ્યાં સુધી કાગડા પાસે હોય ત્યાં સુધી એ પણ સાવ કાળું જ દેખાય છે. કોયલના બચ્ચા કાગડાના ઈંડા અને બચ્ચાને માળાની બહાર કાઢે છે. આવી કોયલ હોંશિયાર છે.
કોયલ આખા ભારતમાં, મલાયા, ચીન તરફ પણ થાય છે. પણ થોડો જાતફેર હોય છે. આપણા ગામે ગામનું પંખી છે. ઉનાળે કોયલ ન સંભળાય એવું ભાગ્યે જ કોઈ ગામ હશે.

 koel1-150x150 koel-150x150

જવાબ છોડો