jalodarnashak mudra GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

કનિષ્ઠિકા ( સૌથી નાની આંગળી ) ને પહેલા અંગૂઠાની જડમાં લગાવીને પછી અંગુઠાથી કનિષ્ઠિકાને દબાવવાથી જલોદરનાશક મુદ્રા બને છે. એમાં વચમાંની ત્રણ આંગળીઓ સહજ સીધી રહે છે.

 

વિશેષ :-

જલોદરનાશક મુદ્રાથી શરીરમાં જળ તત્વ ઘટી જાય છે. જે પ્રકારે વરુણ મુદ્રાથી શરીરમાં જળ તત્વ વધવાથી જળ તત્વની કમી પૂરી થઇ જાય છે. એ જ પ્રકારે જલોદરનાશક મુદ્રાથી જળ તત્વ ઘટવાથી જળ તત્વની અધિકતાથી થવાવાળા રોગ દૂર થઇ જાય છે.

 

સમયની સીમા :-

આ મુદ્રાનો અભ્યાસ રોગ શાંત થાય ત્યાં સુધી જ કરવો જોઈએ.

 

લાભ :-

જલોદર રોગમાં આ મુદ્રા વિશેષ લાભદાયક છે. જલોદર રોગવાળા વ્યક્તિ જો નિયમિત આ મુદ્રાનો અભ્યાસ કરે તો ચોક્કસ ફાયદો થઇ શકે.

 

આ મુદ્રાને અન્ય ઉપચાર સાથે પણ કરી શકાય છે.

 

જવાબ છોડો