ઈચ્છા મુદ્રા

0
126
ICHCHA MUDRA IN GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

હાથના અંગૂઠા પછીની પહેલી અને બીજી આંગળીનાં ટેરવાં સાથે જોડી દો. અને બાકીની ત્રીજી અને ચોથી આંગળી તમારી હથેળીમાં વાળી બંધ કરી દો. બંને હાથે આ ક્રિયા કરવી.

 

વિશેષ :-

આ મુદ્રા કરતી વખતે જે કાર્યો પાર પાડવા માંગતા હોય તેનો દ્દ્રઢપણે વિચાર કરવો.

 

મનને અંકુશમાં લાવવા, તેનો વિકાસ કરવા અને ધારેલી ઈચ્છા ફળીભૂત કરવા આ મુદ્રા ઉપયોગી છે.

 

આ મુદ્રા કરતી વખતે નીચે પ્રમાણે આંખો મીંચી ધ્યાન ધરવું. _”હું મારા જીવનમાં બધું સર્વ શ્રેષ્ઠ કરી રહ્યો છું અને જે કંઈ બાકી રહી જાય છે, તે બધી ઊણપો દૂર કરી રહ્યો છું અને મારું કાર્ય સંપૂર્ણ થતું જાય છે.”

 

સમયની સીમા :-

ઈચ્છા મુદ્રા 45 મિનીટ સુધી કરવી. જીવનના અનેક કાર્યોમાં આ મુદ્રા કામમાં આવે છે.

 

લાભ :-

થિયેટરમાં પિક્ચર જોવા જાવ અને તમારી ગાડી રાખવા માટે જગ્યા ન મળે, તૈયાર કપડાની દુકાનમાં જાવ અને તમને મનગમતી ડીઝાઇન અને રંગનો ડ્રેસ મેળવવો હોય તે ન મળે, પુસ્તક વિક્રેતાને ત્યાં જાવ અને તમને મનગમતા પુસ્તકો ન મળે, લાઈબ્રેરીમાં જાવ અને તમને જોઈતી માહિતી ન મળે, પિકનિકમાં કે બિઝનેસમાં જાવ અને ધાર્યો આનંદ ન મળે વગેરે વગેરે બાબતમાં તે તે વખતે આ મુદ્રા ઉપયોગી છે.

 

આ મુદ્રા કરવાથી ધારણા પ્રમાણે મળવા સંભવ રહે છે. કેટલાક લોકો પોતાના જીવનને યોજનાબદ્ધ બનાવવા માટે આ મુદ્રાનો ઉપયોગ કરે છે.

 

જીવનને યોજનાબદ્ધ બનાવ્યા પછી તેને ફળીભૂત કરવા માટે આ મુદ્રા અને સાથે સાથે ધ્યાન ધરી તેને ઉપયોગમાં લે છે.

 

આ ત્રણ આંગળીઓ ભેગી કરવાથી મનની અપાર શક્તિઓને પ્રબળ બનાવી શકાય છે. આ મુદ્રા કરવાથી આત્મવિશ્વાસ, મનોબળ, દ્રઢતા, ગંભીરપણું, વિચારબળ અને કાર્યસિદ્ધિ માટે સફળતા મળે છે.

 

મોટા ભાગના લોકોને એવી ઈચ્છા હોય છે કે મારી પાસે ખૂબ ધન હશે તો તેનાથી બધી ઈચ્છાઓ પૂરી કરી શકીશ માટે તેઓ આ મુદ્રા કરતી વખતે ખૂબ ધન મળે તેવી ઈચ્છા અને પ્રતીક્ષા કરે છે.

 

કેટલાક લોકો ધનને ઓછું મહત્વ આપી પોતાની આવડત અને લાયકાત વધારવા માટે આ મુદ્રાનો ઉપયોગ કરે છે.

 

ખોટી રીતે મેળવેલું ધન, પ્રતિષ્ઠા, કીર્તિ, માનપાન, હોદ્દો વગેરે બોજારૂપ નીવડે છે. આ બધું જો સાચી રીતે મહેનત કરી મેળવી શકાય તો તેના શુભ ફળ ભોગવવા મળે છે. દરેક જણે આ મુદ્રા કરતી વખતે પોતાની લાયકાત પ્રમાણે જે કંઈ મેળવવું હોય તેની ઈચ્છા કરવી. અવરોધો તો તે દૂર થાય તેવી ઈચ્છા કરવી.

 

હકારાત્મક સાચા પ્રમાણિક વિચારો દ્વારા પોતાના મનની ઈચ્છા આ ક્રિયા કરતા પહેલા સાત વખત મોટેથી બોલી જવી.

 

કેટલીક વાર આપણી ઈચ્છાઓ ખૂબ નાની અથવા ક્ષણિક હોય છે. તે પૂરી થતા વાર લાગતી નથી. આથી ઈચ્છા પૂરી થાય પછી હંમેશા કુદરત અને તેના પરિબળોનો આભાર માનવો.

 

કેટલાક લોકોને જૂની શરદી અથવા સાયનસનો રોગ હોય છે. આ મુદ્રા કરતી વખતે પહેલા ફૂલ સૂંઘતા હોય તેવી રીતે શ્વાસ અંદર લેવો. મગજ તરફ ઉપર લઇ જવો અને પછી ઊંડે સુધી અંદર લઇ જવો. આમ કરવાથી જૂની શરદી અને સાયનસનો રોગ મટે છે.

 

જવાબ છોડો