house-sparrow
sparrow-300x217
ચકલી વિશ્વ – વ્યાપક છે. ભારત આખું તો ખરું પણ એશિયા, યુરોપ અને ઉત્તર આફ્રિકામાં પણ છે ને હવે તો અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ દાખલ કરાઈ છે. એટલે સાચે જ વિશ્વ – વ્યાપક છે. એમ કહી શકાય કે દેશે – દેશના ગામે ગામમાં ઘરેઘરમાં માણસ પેઠે જ ચકલીનો વસવાટ છે.
આપણે એને રોજ જોઈએ છીએ એ છતાં એમાં કેટલા રંગો છે એની ખબર નથી. ચકલો ને ચકલી જુદા રંગના છે. ચકલાને માથું રાખોડી છે. આંખ પરની ભ્રમર ચતી છે, ને એ રાતો રંગ ગરદન અને ખભા ઉપર થઈને પીઠ પર ફેલાઈ જાય છે. ને એના પર ઊભી કાળી રેખાઓ હોય છે.
પંખો રતુમડી અને ઘેરી ભૂખરી હોય છે. પૂંછડી ઘેરી ભૂખરી, ચાંચથી આંખ સુધી કાળી પટ્ટી અને દાઢી ગળું ને છાતી પર કાળું ધાબુ. બાકીનો ભાગ ગાલ, છાતી, પેટ વગેરે ધોળા. ચાંચ નરને ઉનાળે કાળી, બાકી બેયને ભૂખરી. શિંગડીયા માદા રતુમડી ને બદામી ભૂખરી. એમાં કાળા લીટા, નીચેથી રાખોડી સફેદ. પગ બંનેના ભૂખરા. માદાને આંખ ઉપર બદામી સફેદ ભ્રમર બંનેની પાંખમાં બે સફેદ ધાબા. પહોળા પટ્ટા, ચાંચ જાડી, ટૂંકીને મજબૂત હોય છે.
ખોરાક અનાજ પણ બધું જ ખાય છે. રાંધેલા ભાત, રોટલી, શાક બધું જ ચાલે ને જીવાત પણ ખાય. બચ્ચાને તો કૂણી જીવાત જ ખવરાવે, માળો આખું વરસ ગમે ત્યાં કરે. ભીંતમાં બાકોરું મળે કે છાપરામાં થોડો આધાર મળી જાય અથવા ટાંગેલી છબીની પાછળ જગ્યા હોય તો ત્યાં ને ખાસ તો અભરાઈ પર ઊંધા વાળેલા વાસણો, તપેલાં, વગેરેમાં કરે છે. વાસણ વિનાની ખાલી અભરાઈ પર ગાગર જેવડો મોટો ઘાસનો ગોળ દડો કરીને બાજુમાં મોટું બાકોરું રાખે છે. ઘાસ, ચીથરા, રૂ, ઉન વગેરે વાપરે છે.
ઈંડા રાખોડી કે લીલાશ પડતા સફેદ એમાં છાંટણા ને ધાબા હોય છે. 4 થી 5 ઈંડા મૂકે છે. નર – માદા બેય બચ્ચાને ખવરાવે છે. માળો બાંધવામાં પણ બંને સાથે હોય છે.

sparrow1-150x150 sparrow2-150x150 sparrow3-150x150

જવાબ છોડો