split ends hair treatment
વાળ એ કુદરતી સૌન્દર્ય હોવા છતાં તેના સૌન્દર્યમાં વધારો કરવા વાળની યોગ્ય માવજત કરવી પડે છે. કેટલીક કેમિકલ્સ યુક્ત પ્રોડકટ્સ, પ્રદૂષણ, ગરમી, અપૂરતું પોષણ, ચિંતા, તણાવ વગેરેને લીધે વાળનું સૌન્દર્ય છીનવાઈ જાય છે. માટે અલગ અલગ હેર ટ્રીટમેન્ટ કરવાથી વાળનું જતન કરી શકાય છે. અહી વાળની સમસ્યા અનુસાર હેર ટ્રીટમેન્ટ આપી છે, જેનાંથી વાળને ચમકીલા અને સ્વચ્છ બનાવી શકાય છે.

 

=> દ્વિમુખી વાળને કારણે વાળની લંબાઈ વધતી અટકે છે. અને વાળ રફ દેખાય છે. આથી દ્વિમુખી વાળને કટ કરવા જરૂરી છે.
=> દ્વિમુખી વાળને કટ કરવા હેર ડ્રાય હોવા જોઈએ. વાળની પાતળી – પાતળી લટ લઈને તેને ટ્વીસ્ટ કરી બે આંગળીની વચ્ચે લો . અને આંગળીને ઉપર તરફ ખસેડતા જાઓ. હવે, જે વાળ ઉભા રહે તેને સિઝર્સ અથવા મીણબત્તીની મદદથી કટ કરી શકાય.
=> જો દ્વિમુખી વાળને કટ કરવામાં ન આવે તો વાળનો ગ્રોથ અટકી જાય છે.
=> દ્વિમુખી વાળને દુર કરવા માટે વાળને હુંફાળા ઓઇલથી મસાજ કરવા જોઈએ. વાળને રેગ્યુલર સમયાંતરે ટ્રીમ કરાવવા જોઈએ.
=> વાળને કન્ડિશનિંગ કરવું જોઈએ . કન્ડિશનિંગ કરવા માટે મેંદી, હેર ફૂડ અથવા સારી કંપનીના ક્રીમ કન્ડિશનરનો ઉપયોગ કરવો.
=> ક્યારેય કોરા વાળને વોશ કરવા જોઈએ નહિ.

જવાબ છોડો