મેંદી (હિના) કન્ડિશનિંગ – Homemade Mahendi Conditioning In Gujarati

0
312
mehndi conditioning
મેંદી બહુ જ પ્રાચીન વનસ્પતિ છે, જેનો ઉપયોગ મનુષ્ય વર્ષોથી કરે છે. વર્ષો પહેલા ઈજિપ્તની સ્ત્રીઓ તેનો ઉપયોગ કરતી હતી. તેને હર્બલ ડાઈ પણ કહેવામાં આવે છે. વાઈટ હેરથી સ્ત્રીઓ કાયમ ચિંતિત રહે છે. વાઈટ હેરથી ઉંમર વધારે દેખાય છે. તેને તોડવાથી ઉગતા અટકાવી શકાતા નથી. જે વાળ વાઈટ થઇ ગયા છે કુદરતી રીતે બ્લેક કરી શકાતા નથી. તેનો કલર બદલવાનો ઉપાય છે મેંદી.

 

મેંદી એ વાળને કન્ડિશનિંગ, કલર, અને નરિશિંગ કરવાની એક ઉત્તમ રીત છે. તે વાળની શાઈન વધારે છે, વાળને સોફ્ટ અને સિલ્કી બનાવે છે. જો કલર માટે મેંદી લગાવતા હોવ તો તેને કોરા વાળમાં લગાવવી અને કન્ડિશનર માટે લગાવતા હોવ તો તેને તેલવાળા વાળમાં લગાવવી .

 

* મેંદી લગાડવાની રીત :

 

=> પહેલા બંને કાનની બાજુમાંથી નીચેની તરફથી એકદમ પાતળી લટ લઇ તેના ઉપર મેંદી લગાડી, તેને ગોળ વીંટી અંબોડી જેવું બનાવવું. પછી પાછળથી એક પાતળી લટ લઇને મેંદી લગાડી વિરુદ્ધ દિશામાં અંબોડાની જેમ ગોઠવતા જવું . આગળના વાળમાં પણ બંને બાજુથી પાતળી લટો લઇ મેંદી લગાવવી .
=> વાળમાં મેંદી લગાવ્યા બાદ તેને એક કલાક રહેવા દો. મેંદીથી બધા વાળ રેડ થતા નથી માત્ર વાઈટ વાળ જ રેડ થાય છે.
=> હેર મેંદીનો ઉપયોગ કન્ડિશનિંગના રૂપમાં કરવામાં આવે છે .
=> વાળમાં મેંદી લગાવતી વખતે ક્યારેય કાળી મેંદીનો ઉપયોગ ન કરવો. એમાં કેમિકલ હોય છે.
=> વાળમાં મેંદી લગાવવા માટે મેંદીના પાઉડરમાં ચા અથવા કોફીનું ઉકાળેલું પાણી અને સાદું પાણી મેળવીને મેંદી પલાળો.
=> મેંદી શીતલ હોવાથી શરીરની ગરમીને શાંત કરવા માટે હાથ અને વાળમાં મેંદી લગાવવામાં આવે છે.
=> શરદીના કોઠાવાળી વ્યક્તિએ વધારે સમય સુધી વાળમાં મેંદી લગાવીને બેસવું જોઈએ નહિ. તેમણે મેંદી લગાવ્યા પછી ચા, કોફી જેવું ગરમ પીણું પીવું જોઈએ.
=> બને ત્યાં સુધી નાના બાળકોના વાળમાં મેંદી ન લગાવો.

 

( 1.) ડ્રાય હેર માટે :

200 ગ્રામ આંબળાનો પાઉડર, 100 ગ્રામ મેંદી, 2 ચમચા કોફી, 1 ઇંડાનો પીળો ભાગ અને 1 ચમચી દહીં મિક્સ કરી તેને 2 કલાક પલાળી રાખો. ત્યારબાદ ઉપર જણાવેલી રીત પ્રમાણે મેંદી લગાવી, તેને 40 થી 45 મિનિટ રાખી વોશ કરવું .

 

( 2.) ઓઈલી હેર માટે :

100 ગ્રામ આંબળાનો પાઉડર, 100 ગ્રામ મેંદી, 2 ચમચા કોફી, અડધો કપ દહીં, 4 થી 5 ટીપા લીંબુનો રસ, અને ઇંડાનો સફેદ ભાગ મિક્સ કરી બેક કલાક પલાળી રાખવું. ઉપર જણાવેલી રીત પ્રમાણે મેંદી લગાવીને 40 થી 45 મિનિટ રાખી વોશ કરવું.

 

( 3.) કન્ડિશનિંગ માટે :

એક કપ મેંદીમાં અડધો કપ દહીં, અડધો કપ આંબળાનો પાઉડર, 2 ઈંડા, 2 થી 4 ટીપા લીંબુનો રસ મિક્સ કરી તેને થોડીવાર પલાળી રાખવું. આગળ જણાવેલી રીત પ્રમાણે મેંદી લગાવી 30 થી 40 મિનિટ રાખી વોશ કરવું.

 

જવાબ છોડો