BEAUTY TREATMENT IN GUJARATI
કોઈકે ખરુજ કહ્યું છે કે સુંદરતા જોવા વાળાની આંખોમાં હોય છે. છતાં પણ સુંદર દેખાવા માટે અને હંમેશ માટે સુંદર રહેવા માટે ઘણી મહેનત કરાવી પડે છે. આ લેખમાં અમે થોડી બ્યુટી ટીપ્સ અને પેક્સ લખ્યા છે જેને અનુસરવાથી આપણી ત્વચા હંમેશા સુંદર અને ફ્રેશ રહે છે.ત્વચાને સુંવાળી અને સુંદર રાખવા માટેના પેક:
  • બે ચમચી લેમન જ્યુસ, એક ચમચી ગ્લીસરીન, અને ત્રણ ચમચી ગુલાબજળ લઇ તેને મિક્ષ કરો. અને આ લોશનને આખા શરીરે લગાડો અને ૧૦-૧૫ મિનીટ સુધી રહેવા દો. અને પછી નવશેકા પાણીથી ધોઈ નાખો.
  • એક ચમચી લેમન જ્યુસ, અડધો કપ દહીં, એક ચમચી ઓરેન્જ જ્યુસ લઇ તેની પેસ્ટ બનાવી અને તમારા ચહેરા અને ગળાના ભાગ પર લગાડો અને ૧૦-૧૫ મિનીટ બાદ નવશેકા પાણી થી ધોઈ નાખો.
  • પ્રોટીન પેક: એક ચમચી અડદ ડાળ અને ચાર બદામ લઇ આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ ચહેરા પર લગાડો અને ૩૦ મિનીટ પછી ધોઈ નાખો. આ પ્રોટીન માસ્ક ફક્ત ચહેરાને પોષણજ નહિ આપે પરંતુ બ્લીચનું પણ કામ કરશે.
  • એક ચમચી દુધનો પાવડર, એક સમારેલી કાકડી અને એક ચમચી દહીં મિક્ષ કરી બ્લેન્ડર વડે તેની પેસ્ટ તૈયાર કરી ચહેરા પર લગાડો અને ૧૫-૨૦ મિનીટ પછી હુંફાળા પાણીથી ધોઈ નાખો.
  • એક સમારેલી કાકડી, છ ચમચી ગુલાબજળ, ચાર ચમચી Eau-de-cologne અને ત્રણ ચમચી ગ્લીસરીન લઇ બ્લેન્ડરમાં તેની પેસ્ટ બનાવી અને આ લોશનને ફ્રીઝ માં મૂકી દો.અને ચહેરા પર અને બોડી પર લગાવો.
  • લીંબુ એ સ્ટ્રોંગ ઔષધ છે, તેને પાણી માં નીચોવી અને વાપરો અને આંખોથી દુર રાખો.

જવાબ છોડો