home remedies for lips
ખૂબસૂરત, ગુલાબી હોઠ એ હર કોઈની પસંદ હોય છે, કારણ કે નાજુક હોઠ બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. કયારેક ગુલાબની પાંખડી તો કયારેક જામ, કેટલાયે નામોથી આ હોઠની પ્રશંસા થતી હોય છે. અને પ્રશંસા થાય પણ કેમ નહિ આખરે આ અધર જ ખૂબસુરતીને નિખારે છે. આ હોઠોની સુંદરતા આમ જ જળવાઈ રહે તે માટે જરૂરી છે કે તેની સારી રીતે માવજત કરવામાં આવે.

 

ચહેરાની સુંદરતામાં હોઠોનું પોતાનું એક અલગ જ મહત્વ હોય છે. આ નાજુક હોઠોની જો બરાબર માવજત કરવામાં ન આવે તો તે મુરજાય જશે અને તેની સુંદરતા ફીકી પડી જશે. માટે એવું ન થાય, તેના માટે આપણે કેટલીક વાતોનું ધ્યાન રાખીએ અને આ નાજુક હોઠોને વધારે સુંદર બનાવીએ. તેના માટેની ઘરેલું ટિપ્સ નીચે પ્રમાણે છે.

 

કેવી રીતે કરશો હોઠોની સંભાળ :

ફાટેલા હોઠને નરમ અને મુલાયમ બનાવી રાખવા માટે હોઠો પર વેસેલીન કે લિપ કેર લગાવો.

 

કેટલાક લોકો હોઠો પર વારંવાર જીભ ફેરવે છે, જેનાથી હોઠ સુકાય જાય છે, જે ખોટી ટેવ છે. એવું ક્યારેય ન કરવું.

 

કયારેય પણ લિપસ્ટિક લગાવીને ના સૂવું જોઈએ.

 

લિપસ્ટિક લગાવ્યા બાદ બહારથી આવીને બેબી ઓઈલ કે કલીન્ઝિંગ મિલ્કથી લિપસ્ટિક સાફ જરૂર કરી લો, તેથી તેનામાં રહેલા રસાયણ હોઠોને કાળા ન બનાવી શકે.

 

જયારે પણ તડકામાં નીકળો, ત્યારે નીકળતા પહેલા હોઠો પર સારી કંપનીના લિપગાર્ડનો પ્રયોગ જરૂર કરો.

 

હોઠોને સુંદર બનાવવા કેટલાક ઘરેલૂ પેક :

રાત્રે સૂતા પહેલા ટામેટાના રસથી બનાવેલા આઈસ ક્યુબને હોઠો પર ઘસો. આવું કરવાથી હોઠ મુલાયમ બને છે.

 

હોઠો પર મલાઈ, ગુલાબની પાંખડી તથા ગ્લિસરીન મેળવીને લગાવો અને એક કલાક પછી તેને ધોઈને લિપ બામ લગાવો.

 

દૂધમાં થોડી મલાઈ નાખો, તેમાં થોડું કેસર નાખીને ફ્રીઝમાં રાખી દો. પછી આ મિશ્રણને થોડી વાર સુધી હોઠો પર લગાવો અને પછી ભીના કોટનથી સાફ કરી દો. આવું કરવાથી હોઠ મુલાયમ તો રહેશે જ સાથે ગુલાબી પણ રહેશે.

 

વ્યાયામથી રાખો હોઠોને સ્વસ્થ :

રાત્રે સૂતી વખતે વિટામીન ‘ઈ’ યુક્ત ક્રીમથી હોઠોની માલિશ કરો.

 

ક્રીમથી હોઠોની બંને કિનારો પર આંગળીઓથી કલોકવાઈઝ અને એન્ટીકલોકવાઈઝ માલિશ કરો.

 

હોઠોની બંને કિનારો પર આંગળી રાખો. કીનારોથી હોઠોના ઉપરના ભાગ સુધી બંને આંગળીઓથી માલિશ કરો.

 

હોઠોના સારા વ્યાયામથી હોઠોની પેશિઓમાં ટક્કર આવશે અને કરચલીઓ પણ નહિ પડે.

 

જવાબ છોડો