herbal hair conditioner GUJARATI TIPS
વાળને ચમકીલા, ભરાવદાર અને સ્ટ્રોંગ બનાવવા માટે સૌ પ્રયત્ન કરતા હોય છે. પ્રદુષણને કારણે વાળનું સૌન્દર્ય છીનવાઈ જાય છે. જેવી રીતે આપણે ખોરાકથી પોષણ મેળવીએ છીએ, તેમ વાળ માટે પણ હેલ્ધી ખોરાક જરૂરી છે. વાળને કન્ડિશનિંગ કરવાથી વાળ શાઈનિ અને ક્લીયર બને છે. પરંતુ બહારના કેમિકલ્સ યુક્ત કન્ડિશનર વાપરવાથી વાળને લાંબાગાળે નુકશાન થઇ શકે છે. જયારે ઘરગથ્થું હર્બલ વસ્તુઓથી બનાવેલું કન્ડિશનર વાળને શાઈનિ, સિલ્કી, ક્લીયરીંગ, અને સ્ટ્રોંગ બનાવે છે. તે સ્કેલ્પની તકલીફ અને રોગો દૂર કરે છે. તેનાથી વાળ ખરતા અટકે છે અને સ્કેલ્પમાં ડીપ ક્લીન્ઝીંગનું કામ કરે છે.

 

હર્બલ હેર કન્ડિશનર બનાવવાની રીત:

આંબળા, અરીઠા, ચંદન, બ્રાહ્મી, ભાંગરો, મેથી, કડવા લીમડાના પાન, ગુલાબની પાંદડી, નારંગીની છાલ, જાસુદના ફૂલ વગેરેનો પાઉડર લેવો.
દૂધીના રસને દહીંમાં મિક્સ કરવો.
તેમાં એ – બે ચમચી મેંદી પાઉડર મિક્સ કરી શકાય.
આ મિશ્રણને 2 થી 3 કલાક પલાળી રાખવું.
દરેક પાંથી – પાંથીએ તે મિશ્રણને લગાવીને 45 મિનિટ રાખી મુકવું.
ત્યારબાદ નોર્મલ વોટરથી હેર વોશ કરવા.
વાળ થોડા કોરા થાય પછી વાળમાં ઓઈલ મસાજ કરવો. પછી બીજા દિવસે શેમ્પૂથી હેર વોશ કરવા.

 

જવાબ છોડો