herbal FACIAL GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

હર્બલ ફેશિયલ :

આ ફેશિયલમાં જડી – બુટીઓથી બનેલા ક્રીમ તથા પેકનો ઉપયોગ કરવામાં આવે છે.

 

આ ફેશિયલ ગમે ત્યારે કરાવી શકાય છે. એલોવેરા ફેશિયલ અને અરોમા ફેશિયલ પણ હર્બલ ફેશિયલની અંતર્ગત જ આવે છે.

 

સૌ પ્રથમ ક્લીન્ઝીંગ કરી ફેઈસ ક્લીન કરવો.

 

સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

ત્યારબાદ નરિશિંગ ક્રીમથી ૨૦ થી ૨૫ મિનિટ મસાજ કરવો.

 

જો સ્કિન ડ્રાય હોય તો ક્રીમ ઉપર જ પેક લગાવવો. સ્કિન નોર્મલ હોય તો ક્રીમ લુછીને પેક લગાવવો.

 

પેક લગાવીને આંખ પર ગુલાબજળવાળા આઈસકોટન મુકવા.

 

પેક સુકાયા બાદ તેને ક્લીન કરી સન પ્રટેકશન લોશન લગાવવું.

 

જવાબ છોડો