SUKH GUJRATI SUVICHAR

સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે.

 

સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપને જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.

 

હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે
તેને મૃગજળની માફક કડી પણ સુખ પ્રાપ્ત થતું નથી.

 

દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. સુખનો ખજાનો તો તમારી અંદર જ પડેલો છે.

 

જે બીજાની વધુમાં વધુ સેવા બજાવે છે તે જ વધારેમાં વધારે સુખી છે.

 

‘હું’ અને ‘મારું’ કરવા કરતા ‘આપણે’ અને ‘આપણુ’ કરવાથી
જીવન વધારે સુખમય લાગે છે.

 

સુખી થવાની ચાવી આ છે: પાપ થાય તેવું કમાવું નહિ,
માંદા પડીએ તેવું ખાવું નહિ, દેવું થાય તેવું ખર્ચવું નહિ અને લડાઈ થાય તેવું બોલવું નહિ.

 

આખું જગત સુખી રહે તેવી ઈચ્છા દ્રઢ કરવાથી આપણે પોતે સુખી થઈએ છીએ.

 

જેનામાં સદબુદ્ધિ છે અને જેની પાસે વિવેકનો વાસ છે તે વ્યક્તિ પરમ સુખી છે.

 

જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.

 

જવાબ છોડો