Hair Spa gujarati tips
હેર સ્પા એટલે પાણી ધ્વારા વાળને મળતું રિલેકસેશન. હેર સ્પા ધ્વારા હેરને નરીશમેન્ટ, સ્મૂધનેસ, રિલેકસેશન, રિફ્રેશમેન્ટ અને સ્ટ્રોન્ગનેસ મળે છે. હેર સ્પા દરેક પ્રકારના હેરમા કરી શકાય છે. આ ટ્રીટમેન્ટથી હેરની સાથે બોડીને પણ રિલેકસેશન મળે છે. હેર સ્પા કરતા પહેલા હેરનો પ્રકાર અને ક્વોલિટિ ચકાસી તે પ્રમાણે જ હેર સ્પા કરવું. હેર સ્પાના સ્ટેપ નીચે પ્રમાણે છે.

* હેર સ્પા ટ્રીટમેન્ટ – Hair Spa Treatment :

  1. હેર સ્પાના શેમ્પૂથી હેર વોશ કરવા. ત્યારબાદ હેરને ટોવેલમાં ઉપર બાંધો.
  2. બોડીને રીલેકસ કરવા માટે 5 થી 7 મિનિટ બેક મસાજ કરવો.
  3. ટોવેલ કાઢી વાળને સીધો કાંસકો ફેરવી વાળના ચાર પાર્ટ કરો .
  4. વાળના પ્રકાર પ્રમાણે ક્રીમ લઇ તેમાં જરૂરી એમ્પ્યુલ મિક્સ કરો . તેને બ્રશની મદદથી સ્કેલ્પમાં લગાવો .
  5. ત્યારબાદ વાળને નરિશ કરવા બધા જ વાળમાં નરિશિંગ ક્રીમ લગાવવું . તેને આંગળીઓની મદદથી ઈમલ્શિફાય કરો.
  6. ઓઈલ મસાજના સ્ટેપ્સ, જે અમારા ‘ વાળની સંભાળ ‘ નામના સેક્શનમાં આપેલ છે તે પ્રમાણે 7 થી 10 મિનિટ હેર મસાજ કરો.
  7. ત્યારબાદ હેરમા 5 થી 7 મિનિટ ઓઝોન સ્ટીમ આપવી .
  8. ઓઝોન સ્ટીમ આપ્યા પછી 5 થી 7 મિનિટ બાદ નોર્મલ વોટરથી હેર વોશ કરવા.
  9. હેરને ટોવેલ – ડ્રાય કરી, હેર સિરમ લગાવો સિમ્પલ ડ્રાય કરો .

 

જવાબ છોડો