hair fall treatmrnt
વાળ એ કુદરતી સૌન્દર્ય હોવા છતાં તેના સૌન્દર્યમાં વધારો કરવા વાળની યોગ્ય માવજત કરવી પડે છે. કેટલીક કેમિકલ્સ યુક્ત પ્રોડકટ્સ, પ્રદૂષણ, ગરમી, અપૂરતું પોષણ, ચિંતા, તણાવ વગેરેને લીધે વાળનું સૌન્દર્ય છીનવાઈ જાય છે. માટે અલગ અલગ હેર ટ્રીટમેન્ટ કરવાથી વાળનું જતન કરી શકાય છે. અહી વાળની સમસ્યા અનુસાર હેર ટ્રીટમેન્ટ આપી છે, જેનાંથી વાળને ચમકીલા અને સ્વચ્છ બનાવી શકાય છે.

 

=> શેમ્પૂ કરી વાળ ચોખ્ખા કરવા. પછી જ હેર ટ્રીટમેન્ટ કરવી.
=> હર્બલ ઓઈલને હૂંફાળું ગરમ કરી આખા સ્કેલ્પમાં પાંથી – પાંથીએ કોટનની મદદથી લગાવવું.
=> ઓઈલ મસાજના સ્ટેપ્સ, જે અમારા ‘ વાળની સંભાળ ‘ નામના સેક્શનમાં આપેલ છે, તે  પ્રમાણે 20 થી 25 મિનિટ મસાજ કરવો.
=> મસાજ થઈ ગયા પછી 5 થી 7 મિનિટ ઓઝોન સ્ટીમ આપવી.
=> વેટ હેરમા જ કોમ્બ – ઇલેક્ટ્રોડની મદદથી 5 થી 7 મિનિટ હાઈફ્રિકવન્સી આપવી.
=> પ્રોટીન પેક દહીંમાં મિક્સ કરી લગાવવો. તેને 45 મિનિટ રહેવા દો. ત્યારબાદ હેર વોશ કરવા.
=> આ ટ્રીટમેન્ટ 10 થી 15 દિવસે કરી શકાય.

 

જવાબ છોડો