HAIR CARE TIPS IN GUJARATI
ગરમીની ઋતુમાં સખત તાપ અને પરસેવાને કારણે વાળ ચીકણા થઇ ગયા હોય કે ખોડો થઇ ગયો હોય તો, વાળ ધોતી વખતે શેમ્પૂમાં લીંબુ કે આંબળાનો રસ અથવા વિનેગારના ચાર – પાંચ ટીપા મેળવીને વાળ ધોવાથી વાળની ચીકાશ અને ખોડો દૂર થાય છે. અને વાળમાં ચમક આવે છે.

 

તાજું વલોવેલું દહીં વાળમાં લગાવવું. અને અડધા કલાક બાદ વાળ સારી રીતે ધોઈ નાખવા.આમ કરવાથી ખોડો દૂર થાય છે અને સ્કેલ્પમાં ઠંડક રહે છે.

 

ખોડો હોય અને સાથે સાથે વાળ પણ સફેદ થતા હોય તો આંબળાનો રસ અને આલમંડ ઓઈલ સરખા પ્રમાણમાં લઇ મિક્સ કરવું . તેને મસાજ કરી લગાવવું. (મસાજ 10 – 15 મિનિટ સુધી કરી શકાય) 24 કલાક સુધી રહેવા દઈ શેમ્પૂથી હેર વોશ કરો. આમ કરવાથી વાળ સફેદ થતા અટકશે અને ખોડો ઓછો થઇ જશે.

 

સ્કેલ્પ અને વાળની સફાઈ માટે અઠવાડિયામાં બે વખત શેમ્પુ કરવું. અને જો વધુ વખત શેમ્પુ કરવું હોય તો હળવું શેમ્પુ અને માઈલ્ડ કંડીશનર વાપરવું.

 

ફોતરીવાળો ખોડો થતો હોય તો તેને ઓછો કરવા કેસ્ટર ઓઈલ (દીવેલ) અને કોકોનટ ઓઈલ (કોપરેલ) 1-1 ચમચી મિક્સ કરી, મસાજ કરી લગાવવું. 45 – 50 મિનિટ પછી હેર વોશ કરવા. શિયાળાની સીઝન દરમિયાન આ પ્રોબ્લેમ થતો હોવાથી શિયાળામાં અઠવાડિયામાં એક વાર આ પ્રમાણે કરવાથી ડ્રાય ડેન્ડ્રફથી રાહત થશે.

 

શિયાળાની સિઝન સિવાય ખોડો રહેતો હોય તો મેથી દાણાના પાઉડરને અડધા કપ દહીંમાં મિક્સ કરી તેને થોડો સમય પલાળી રાખવું. આ મિક્સરને સ્કેલ્પમાં લગાવી અઢી કલાક રહેવા દેવું. ત્યારબાદ નોર્મલ વોટરથી હેર વોશ કરી આલમંડ ઓઈલ (બદામનું ) તેલ લગાવવું. તેને 10 – 12 કલાક રહેવા દઈ હેર વોશ કરવાથી ખોડો દૂર થઇ જશે. અને ફોતરી થઇ હશે તો જલ્દીથી મટી જશે.

 

શિયાળાની સિઝનમાં અઠવાડિયામાં એકવાર એન્ટિડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં એકવાર એન્ટિડેન્ડ્રફ શેમ્પૂમાં થોડું પાણી મિક્સ કરી આખા સ્કેલ્પમાં લગાવી 10 -15 મિનિટ રાખવું. પછી શક્ય હોય તો ગરમ પાણીમાં ટોવલ બોળી તેને માથા પર મૂકી હોટ ટોવલ કરો. ત્યારબાદ હેર વોશ કરો. આમ કરવાથી ખોડો ઘણો ઓછો થઇ જશે.

 

જો ખરતા વાળની સમસ્યા વધુ પ્રમાણમાં હોય તો વાળને જરૂર જણાય ત્યારે જ ઓળવા. વારે વારે ઓળવા નહિ. વધુ ભાર દઈને ઓઈલ મસાજ કરવો નહિ. વાળને વધારે ખેંચીને બાંધવા નહિ. આમ કરવાથી વાળ ઓછા ખરશે.

 

સ્કેલ્પમાં વધારે ઓઈલ નીકળતું હોય (એટલે કે હેર વોશ કર્યા પછી એ જ દિવસમાં સ્કેલ્પ ઓઈલી થતું હોય) તો મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવા. બીજી સવારે તેને ક્રશ કરી આખા સ્કેલ્પમાં લગાવો. અને 30 – 40 મિનિટ રહેવા દઈ નોર્મલ વોટરથી હેર વોશ કરો. ઓઈલ નીકળતું અટકશે અને વાળ શાઈનિ પણ થશે.

 

સ્કેલ્પમાં વધારે ઓઈલ નીકળતું હોય તો મુલતાની માટીને પાણી અને કડવા લીમડાના રસમાં પલાળીને લગાવવી સુકાયા પછી કપડાની મદદથી ખેરવી નાખો. અને બીજા દિવસે હેર વોશ કરો. સ્કેલ્પની સ્કીન ડ્રાય થશે. આવું રેગ્યુલર કરવાથી સ્કેલ્પમાં થતો ઓઈલી ડેન્ડ્રફ ઓછો થશે. અને વાળ ખરતા અટકશે.

 

વાળમાં જૂઓ થઇ હોય, તો કડવા લીમડાને ક્રશ કરી તેની પેસ્ટ આખા સ્કેલ્પમાં લગાવવી. તેને 1 કલાક રહેવા દઈ નોર્મલ વોટરથી હેર વોશ કરવા. અઠવાડિયામાં 2 વાર આમ કરવાથી જૂઓનો નાશ થશે.

 

તડકામાં વધારે જવાનું થતું હોય, તેવી વ્યક્તિના વાળ ડ્રાય અને રફ થઇ જાય છે. આથી તડકામાં જતા પહેલા વાળને કેપ અથવા દુપટ્ટાથી કવર કરવા જોઈએ. તેમજ દરેક વખતે હેર વોશ કર્યા પછી હેર સિરમ લગાવવું જોઈએ. જેથી વાળને પ્રદુષણ, ધૂળ અને તડકાથી પ્રોટેક્શન મળશે અને વાળ ડ્રાય, રફ, તથા ડેમેજ થતા અટકશે.

 

વાળમાં ઓઈલ લગાવ્યા બાદ તુરંત વાળ ન ધોવા, પરંતુ ઓઈલને વાળમાં થોડો સમય રહેવા દીધા પછી જ વાળ ધોવા જોઈએ.

 

વાળને હેલ્ધિ રાખવામાં આહાર પણ અગત્યનો ભાગ ભજવે છે. ઘઉં, ચોખા, સોયાબીન, મગની દાળ, ચણા વગેરે જેવા અનાજ અને કઠોળ વાળના પોષણ માટે ખૂબ જ જરૂરી છે. કેળા, નારિયેળનું પાણી, નારંગી, લિચી, કિવી વગેરે ફળ પણ વાળને પ્રોટીન અને વિટામિન પૂરા પાડવામાં મદદરૂપ હોય છે.

 

વાળને બ્લેક રાખવા, વાઈટ થતા અટકાવવા, વાળની લેન્થ અને ગ્રોથ વધારવા માટે શિકાકાઈ, આંબળા, અરીઠા અને મેથી પાઉડર સરખા પ્રમાણમાં લઇ તેમાં કડવા લીમડાનો રસ અને કેસ્ટર ઓઈલ મિક્સ કરી પેસ્ટ બનાવી લગાવવી. આ પેસ્ટ 45 – 60 મિનિટ રહેવા દઈ હેર વોશ કરી હેરને ડ્રાય થવા દેવા. ત્યારબાદ ફરીથી કેસ્ટર ઓઈલને નોર્મલ હોટ કરી લગાવી રહેવા દેવું. 24 કલાક પછી શેમ્પૂથી હેર વોશ કરવા.

 

ઓઈલી ડેન્ડ્રફ થતો હોય તો ઓલીવ ઓઈલને થોડું ગરમ કરી તેમાં આદુ અને લીંબુનો રસ અડધી – અડધી ચમચી મિક્સ કરી લગાવો. તેને હલકા હાથે મસાજ કરો. તેના પર 5 – 7 મિનિટ હોટ ટોવલ કરો. ત્યારબાદ હેર વોશ કરો. આવું અઠવાડિયામાં એક વાર કરવાથી ઓઈલી ડેન્ડ્રફ ઘણો ઓછો થઇ જશે. ડેન્ડ્રફ વધારે હોય અને વાળ ખૂબ જ ખરતા હોય તેવી વ્યક્તિએ વાળ ઓળતા પહેલા કાંસકાને ધોવો જોઈએ પોતાનો કાંસકો અલગ રાખવો જોઈએ. મોટા દાંતાવાળા કાંસકાથી વાળની ગૂંચ કાઢવી જોઈએ. ઓશિકાના કવર પર કોટન ક્લોથ મુકીને સુવું જોઈએ. જેથી અન્ય કોઈ વ્યક્તિનું ઇન્ફેકશન ના લાગે.

 

જવાબ છોડો