જ્ઞાન મુદ્રા

0
101
GYAN MUDRA

મુદ્રા બનાવવાની રીત :-

હાથની તર્જની ( અંગૂઠાની સાથેની ) આંગળીનો આગળનો ભાગ અંગુઠાના આગળના ભાગની સાથે મેળવીને રાખવી, અને હલકું દબાણ આપવાથી જ્ઞાન મુદ્રા બને છે. દબાવવું જરૂરી નથી. બાકીની આંગળીઓ સહેજ રૂપથી સીધી રાખો.

 

વિશેષ :-

આ અત્યાધિક મહત્વપૂર્ણ અંગૂલી – મુદ્રા છે. આ મુદ્રાનો સંપૂર્ણ સ્નાયુંમંડળ અને મસ્તક પર ઘણો હિતકારી પ્રભાવ પડે છે.

 

જ્ઞાન મુદ્રા કોઈપણ આસન કે સ્થિતિમાં કરી શકાય છે. ધ્યાનના સમયે એને પદ્માસનમાં બેસીને કરવાનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

 

આ મુદ્રાને બંને હાથોથી, ચાલતા – ફરતા, બેસતા – ઉઠતા, જાગતા – સુતા, ગૃહસ્થીનું કાર્ય કરતા સમયે, આરામની ક્ષણોમાં જયારે ઈચ્છા થાય ત્યારે કોઈપણ સમયે, કોઈપણ સ્થિતિમાં અને ક્યાંય પણ કરી શકાય છે.

 

આ મુદ્રાના નિયમિત અભ્યાસથી, હસ્તરેખા વિજ્ઞાનની દષ્ટિથી, જીવન રેખા અને બુધ રેખાના દોષ દૂર થાય છે. અને અવિકસિત શુક્ર પર્વતનો પણ વિકાસ સંભવ થાય છે.

 

સમયની સીમા :-

જ્ઞાન મુદ્રા અધિકથી અધિક સમય સુધી કરી શકાય છે. આ મુદ્રાને માટે સમયની કોઈ સીમા નથી.

 

લાભ :-

જ્ઞાન મુદ્રા સમસ્ત સ્નાયુમંડળને સશક્ત બનાવે છે. વિશેષ કરીને માનસિક તણાવના કારણે થવાવાળા દુષ્પ્રભાવો અને રોગ દૂર કરીને મસ્તકના જ્ઞાન તંતુઓને સબળ બનાવે છે.

 

જ્ઞાન મુદ્રાના નિરંતર અભ્યાસથી મસ્તકની બધી જ વિકૃતિઓ અને રોગો દૂર થઇ જાય છે. જેવા કે પાગલપણું, અન્ય મનસ્કતા કે ડીપ્રેશન, વ્યાકુળતા, ભય વગેરે. મસ્તક શુદ્ધ અને વિકસિત થાય છે. મન શાંત થઇ જાય છે. અને ચહેરા પર અપૂર્વ પ્રસન્નતા ઝળકવા લાગે છે.

 

ઉત્તેજના અને માનસિક તણાવમાંથી મુક્તિને માટે આ મુદ્રા લાજવાબ છે. તેમ જ આ મુદ્રા કરવાથી થોડી જ ક્ષણોમાં ક્રોધનું પણ શમન થાય છે.

 

જ્ઞાન મુદ્રા માનસિક એકાગ્રતાને વધારવામાં સહાયતા કરે છે. તર્જની આંગળી અને અંગુઠો જ્યાં એકબીજાને સ્પર્શ કરે છે ત્યાં હલકો નાડી સ્પંદન અનુભવાય છે. અને ત્યાં ધ્યાન લાગવાથી ચિત્તનું ભટકવાનું બંધ થઈને ચિત્ત સ્વયં એકાગ્ર થઇ જાય છે.

 

જ્ઞાન મુદ્રા વિદ્યાર્થીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી. એના અભ્યાસથી સ્મરણ શક્તિ ઉન્નત અને બુદ્ધિ તેજ થાય છે.

 

અકારણ આંગળીઓના ટચકા ફોડવા, પંજા લડાવવા, વ્યર્થમાં પગને હલાવવા અથવા આંગળીઓને કોઈ પ્રકારે અનુચિત સંચાલન કરવાની આદતોથી મસ્તક તથા સ્નાયુ મંડળ પર ખરાબ અસર પડે છે. પ્રાણશક્તિ વેડફાય છે. અને સ્મરણ શક્તિ કમજોર થાય છે. જયારે જ્ઞાન મુદ્રાનો નિરંતર અભ્યાસ કરવામાં આવે તો એમની બૌદ્ધિક પ્રતિભા પહેલાનાં જેવી થઇ જાય છે.

 

જો માનસિક વિકૃતિ યુક્ત અથવા મંદ – બુદ્ધિ બાળક કે બાળકીઓ, જેમનો માનસિક વિકાસ અવરુદ્ધ થઇ ગયો છે. એમને જ્ઞાન મુદ્રાની આદત પાડવામાં આવે તો થોડા સમયમાં એમની બૌદ્ધિક પ્રતિભામાં મહત્વપૂર્ણ પરિવર્તન થઇ જાય છે.

 

અંગૂઠો બુદ્ધિ અને શક્તિનું કેન્દ્ર છે. જ્ઞાન મુદ્રામાં અંગૂઠાનો જે ભાગ તર્જની આંગળીથી દબાય છે. ત્યાં વિદ્યમાન પિટ્યુટરી અને પિનિયલ અંત:સ્ત્રાવી ગ્રંથીઓનું કેન્દ્ર પણ દબાય છે. એનાથી શિરમાં આવેલી આ બંને મહત્વપૂર્ણ ગ્રંથીઓ પ્રભાવિત થાય છે. આ ગ્રંથીઓને કેવળ આપણા શરીરનું સારી રીતે ગઠન અને વિકાસ કરવામાં સહાયક થાય છે. પરંતુ મસ્તકનું નિયંત્રણ પણ કરે છે.

 

પિટ્યુટરી ગ્રંથી જો સારી રીતે કામ ન કરે તો બાળકો ઉપદ્રવી – ક્રોધી, ચંચળ, અસત્યવાદી, અને ચોરપણા બની શકે છે. જ્ઞાન મુદ્રાના કંઈક લાંબા સમયના અભ્યાસથી પિટ્યુટરી ગ્રંથી સારી રીતે કામ કરવા લાગે છે. જેનાથી એવા બાળક – બાલિકાઓનો સારી રીતે શારીરિક અને માનસિક વિકાસ થવા લાગે છે. અને એમના સ્વભાવમાં પણ ઉપરથી નીચે સુધી પરિવર્તન આવીને ખરાબ આદતો છૂટી જાય છે.

 

જ્ઞાન મુદ્રાના અભ્યાસથી ન કેવળ સ્મરણ શક્તિ તેજ અને બુદ્ધિ પ્રખર થાય છે. પરંતુ આગળ જઈને અંતમાં દિવ્યદષ્ટિની પણ પ્રાપ્તિ થવાની સંભાવના છે.

 

સાધનાના ક્ષેત્રમાં સાધક દ્વારા સતત જ્ઞાન મુદ્રાની સાધનાથી સાધકના જ્ઞાન ક્ષેત્ર ( શિવ-નેત્ર ) ખુલી શકે છે. અંર્તદષ્ટિ પ્રાપ્ત થઈને છઠ્ઠી ઈન્દ્રિયનો વિકાસ થઇ શકે છે. દિવ્ય ચક્ષુના ખૂલવાથી સાધક ત્રિકાળની ઘટનાઓને યથાવત જોઈ શકવા તથા બીજાના મનની વાતોને જાણી શકવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે.

 

અનિંદ્રાના રોગમાં જ્ઞાન – મુદ્રાનો પ્રયોગ રામબાણ છે. સતત ચિંતાઓ તથા માનસિક કાર્યોનું દબાણ નિરંતર ગભરાહટ, વ્યાકુળતા અને ભય સ્નાયુ મંડળ પર અહિતકારી પ્રભાવ પાડે છે. અને નિંદ્રા ગાયબ ( દૂર ) થઇ જાય છે. એવી સ્થિતિમાં જ્ઞાન મુદ્રાનો પ્રયોગ, નિંદ્રા લાવવાવાળી શામક દવા ‘ સ્લિપીંગ પિલ્સ ‘ ની માફક એક ‘ યોગિક ટ્રાન્કવી લાઈઝર ‘ નું કાર્ય કરે છે. જુનો અનિંદ્રાનો રોગ ત્રણ દિવસમાં જ જ્ઞાન મુદ્રાના અભ્યાસથી દૂર થઇ જવાના પ્રમાણ મળ્યા છે.

 

જવાબ છોડો