ગુજરાતી સુવાક્યો

0
1418
GUJRATI SUVICHAR

જ્ઞાની બીજાની ભૂલ જોઈ પોતાની ભૂલો સુધારે છે.

 

શ્રદ્ધા બુદ્ધિથી પણ પર હોય છે.

 

વિદ્યા એ પુરુષની અનુપમ કીર્તિ છે.

 

સદવિચારોથી કોમળ કોઈ ઓશીકું નથી.

 

ત્યાગથી નિરંતર શાંતિ મળે છે.

 

આજે તમે જે કરી શકો તેમ હો તે આવતી કાલ પર કદીયે મુલતવી રાખશો નહીં.

 

તમે ગમે તે ભાષા બોલશો, પણ તમે જેવા હશો તેવા જ શબ્દો તમારા મોઢામાંથી બહાર આવશે.

 

કુરૂપ મન કરતા કુરૂપ ચહેરો સારો.

 

દુષ્ટ સ્ત્રી, કપટી મિત્ર, સામું બોલનાર નોકર અને સાપવાળા ઘરમાં રહેવું એ મોત જ છે એમાં શંકા નથી.

 

ધર્મનું લક્ષ્ય છે અંતિમ સત્યનો અનુભવ.

 

પુસ્તક ખિસ્સામાં રાખેલો બગીચો છે.

 

પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગની તરફ જવાનું એક આગવું સોપાન છે.

 

સજ્જનો બીજા ઉપર ઉપકાર ખૂબ જ વિનમ્રતાથી કરે છે અને તેવા વખતે એવું લાગે છે કે તેઓ ઉપકાર મેળવી રહ્યા છે, પણ વાસ્તવમાં તેઓ ઉપકાર કરી રહ્યા હોય છે.

 

જવાબ છોડો