ગુજરાતી જોક્સ

0
357
GUJRATI JOKES
એક મિત્રએ પોતાના મિત્રને પૂછ્યું.
'સાંભળ્યું છે કે તને કોઈ સારી નોકરી મળી ગઈ છે.'
'હા, યાર! પગાર ઓછો મળે છે, પણ મારી પાસે અધિકારો ઘણા છે.
હું નાનામાં નાના માણસને ટોચ પર પહોંચાડી શકું છું. અને મોટામાં મોટા માણસોને જમીન પર પછાડી શકું તેમ છું.'
'શું કામ કરે છે?' મિત્રએ ચોંકીને પૂછ્યું. 
'લીફ્ટમેન છુ. લીફ્ટ ઉપર-નીચે લઇ જઉં છુ.'
મનોજે પાગલખાનામાં જઈને પૂછ્યું:
'શું તમારા પગલ્ખાનામાંથી આજકાલ કોઈ પાગલ ભાગી ગયો છે?'
'નહિ તો, કેમ?'
'કોઈ મારી પત્નીને લઈને ભાગી ગયું છે.' મનોજે કહ્યું.
પાગલખાનાના ડોકટરનો મિત્ર એક દિવસ પાગલખાનામાં જઈ પહોંચ્યો.
ત્યાં ડોકટરના કમરામાં એક સ્ત્રીને ઘણી જ ખતરનાક રીતે લડતા જોઈ.
પેલી સ્ત્રી જતી રહી. એ પછી મિત્રે ડોક્ટરને પૂછ્યું: 'આ તો ખુબ ખતરનાક પાગલ છે.
તમે એને આમ છૂટી શા માટે ફરવા દો છો?'
'હું મજબૂર છુ. છૂટી ફરવા ન દઉં તો શું કરું? એ મારી પત્ની છે.'
ગવાસ્કરે બેટિંગ શરુ કરતા પહેલા ઈમરાનખાનને કહ્યું: 'યાર! એક-બે બોલ ધીમા નાખજે. જેથી કરીને મારી સાસુ જોવા આવી હોવાથી હું જોરદાર ફટકો મારી શકું.'
'છોડ યાર! તું પાગલ થઇ ગયો છે કે શું?
આટલે દુરથી તારો મારેલો ફટકો તારી સાસુને વાગતો હશે?' ઇમરાનખાને કહ્યું.
અભિનેત્રીએ પોતાના નિર્માતા પતિને ધમકી આપી: 
'હું તમારાથી છૂટાછેડા લેવા માંગું છું. હું તમારી એકએક વસ્તુ પછી આપી દઈશ.'
'આમ તો તું બરબાદ થઇ જઈશ.'
'નહિ થાઉં. હું બીજા લગ્ન કરી લઈશ.'
'કોની સાથે?' નિર્માતાએ કહ્યું.
'એ ફાયનાન્સર સાથે જે તમને ફિલ્મો બનાવવા માટે પૈસા આપે છે.'
શેઠ: 'કેમ તું આજે બહુ મોડો આવ્યો?'
નોકર: 'સાહેબ ! આજે હું સીડી ઉપરથી ગબડી પડ્યો હતો.'
શેઠ: 'તો શું થયું? ઉપરથી નીચે ગબડતા વાર કેટલી લાગે?'
નાના પપલુનો માનીતો પોપટ મારી ગયો ત્યારે એની મમ્મીએ આશ્વાસન અપાતા કહ્યું:
'રડીશ નહિ, બેટા ! પોપટ તો ભગવાનના ઘરે ગયો છે.'
'પણ મમ્મી' પપલુંએ પૂછ્યું: 'ભગવાન મરેલા પોપટને શું કરશે?'
એક હોટલમાં ગરીબમાંથી પૈસાદાર થયેલા સજ્જન તથા એમનો દીકરો નિયમિત જમતા.
એક દિવસ વેઈટરે કહ્યું: 'શેઠજી ! આપનો દીકરો તો બહુ મોટી ટીપ આપે છે, જયારે આપ તો ચાર આનાયે માંડ.....'
શેઠ: 'કારણ કે એ પૈસાદાર બાપનો બેટો છે, જયારે હું ગરીબ માં-બાપનો દીકરો છુ.'
એક નેતા ભાષણ કરવા ઉભા થયા: 'પ્રિય પ્રજાજનો ! હવે હું વધારે ભાષણ નહિ કરું.
મારા ગળાની તકલીફને કારણે મેં લાંબા ભાષણ આપવાનું બંધ કરેલ છે.'
'એમ? તમારા ગળામાં શાની તકલીફ છે?' એક પત્રકારે સવાલ કર્યો.
'કેટલાક લોકોએ એને કાપી નાખવાની ધમકી આપી છે.'
રસોડામાં બેઠી બેઠી પત્નીએ કોઈ વસ્તુ પડી જવાનો ધબાકો સાંભળ્યો. આથી એણે બૂમ પડી: 'સાંભળો છો? શું પડ્યું?'
'એ તો મારું બુશર્ટ પડ્યું.'
'પણ બુશર્ટ પડે તો આવો ધબાકો થાય?'
'થાય.....બુશર્ટની અંદર હું હતો.'
દુકાનદારે ઘરાકને કહ્યું: 'તમારા બાથરૂમની કડી તૂટી ગઈ છે જોકે મારી પાસે કડી તો નથી. 
પરંતુ આ ઘૂઘરો કઈ જાવ જ્યાં સુધી એ વાગતો હશે ત્યાં સુધી કોઈ બારણું નહિ ખોલે.'
એક અંગ્રેજે પોતાના નોકર પાસે પાણી માંગ્યું.
નોકર અંગ્રેજી રીતભાતથી અજાણ્યો હતો. તેથી એ ગ્લાસમાં પાણી ભરીને આપવા ગયો.
અંગ્રેજ ધમકાવતા બોલ્યો: 'તું ગધેડો છે. તને ખબર નથી કે પાણી ટ્રેમાં લાવવાનું હોય?'
સાહેબે ફરીને પાણી મંગાવ્યું.
નોકર ટ્રેમાં પાણી લઈને આવ્યો અને બોલ્યો: 'સાહેબ ! પાણી ચમચાથી પીશો કે ચાટશો?'
અનીલ : 'કાલે મેં નીતાના હાથની માંગણી કરી.'
દિપલ : 'તેણે આપ્યો?'
અનીલ : 'હા, ગાલ પર.'
મનુ કનુને ત્યાં રાત્રે ગયો ત્યારે કનુએ કહ્યું, 'વરસાદ ઘણો છે એટલે તું આજે અહી જ સૂઈ રહે.'
મનુ: 'હા, હું સૂઈ રહીશ.'
થોડીવાર પછી કનું મનુની પથારી કરીને બોલાવવા બહાર ગયો તો ત્યાં મનુ ન હતો.
થોડીવારમાં આવ્યો. કનુએ પૂછ્યું: 'તું ક્યાં ગયો હતો?' 
મનુએ જવાબ આપ્યો કે 'ઘરે જઈને કહી આવ્યો કે આજે વરસાદ ઘણો હોવાથી હું કનુને ત્યાં સૂવાનો છુ.'
પુત્રી : 'માં! હું નીલેશ સાથે કદી લગ્ન કરી શકું એમ નથી.'
માં : 'કેમ ? બેટા?'
પુત્રી : 'એ તદ્દન નાસ્તિક છે. નર્કમાં માનતો જ નથી.'
માં : 'તું ફિકર ન કર, દીકરી ! લગ્ન થઇ જવા દે ને, પછી આપોઆપ માનતો થઇ જશે.'
એક નવ પરણિત પતિ-પત્ની બોલતા ન હતા.
એક દિવસે પતિ સવારની ટ્રેનમાં જવાનો હતો, તેણે એક કાગળમાં લખ્યું કે 'મને સવારે છ વાગે ઉઠાડજે.'
પત્નીએ કાગળ વાંચ્યો અને સૂઇ ગઈ સવારે છ વાગે ઉઠીને તેણે એક કાગળમાં લખ્યું કે, 'હમણા છ વાગ્યા છે. ઉઠો.' અને તે કાગળ ટેબલ પર મૂકી દીધો.
પતિ સવારે ઉઠ્યો. તેણે કાગળમાં વાચ્યું ત્યારે દશ વાગ્યા હતા.
'આજે મેં સાત તડપતા હૈયાઓને શાંતિ કરાવી આપી.' એક ગોર મહારાજે કહ્યું.
'કેવી રીતે ?'
'મેં ત્રણ લગ્ન કરાવી આપ્યા.'
'એથી તો છ હૈયાને શાંતિ મળી.' સાંભળનારે કહ્યું.
'હા, અને સાતમું હૈયું મારું. ત્રણ-ત્રણ લગ્નની દક્ષિણા પછી એ શું કામ અશાંત રહે ?'
છગન અને જમના ફરવા ગયા.
જમના એક દુકાન પાસે ઉભી રહી ગઈ અને બોર્ડ વાંચવા લાગી.
'લાવો રૂપિયા કાઢો.' એણે છગનને કહ્યું.
'આજે તો હું સો-બસો સદી લઇ જઈશ. આવે સસ્તે ભાવે સાડીઓ ક્યાં મળવાની છે !'
'મૂરખ ના બન, મૂરખ.' છગને કહ્યું: 'આ તો વોશિંગની દુકાન છે.'
એક મનમોજી કવિરાજને એક કવિતાપ્રેમીનો રસ્તામાં અચાનક ભેટો થઇ ગયો.
કવિતાપ્રેમીએ પૂછ્યું: 'તમારો કાવ્ય સંગ્રહ બહાર પડ્યો.'
'હા, જી.'
'શું વેચાયું ?'
'મારી બધી જ ઘરવખરી .'
'તો શું તમારી પાસે કાઈ બચ્યું નથી.'
'કોણે કહ્યું ? હજી તો આ બંદા વેચાયા વિનાના અડીખમ ને અણનમ ઊભા જ છે ને ?
ન્યાયાધીશ : 'તને અહી ક્યાં ગુના બદલ પકડવામાં આવ્યો છે ?'
ગુનેગાર : 'ફક્ત છીંક ખાવા માટે જ.'
ન્યાયાધીશ : 'શું છીંક ખાવી ગુનો છે ?'
ગુનેગાર : 'હા, સાહેબ ! જયારે હું ઘરમાં ચોરી કરવા પેઠો ત્યારે મને જોરથી છીંક આવી
અને મકાનમાલિક જાગી જતા હું પકડાઈ ગયો અને મારે અહી આવવું પડ્યું.'
ચાર છોકરા એક બાંકડા પર બેસીને વાતો કરી રહ્યા હતા.
પહેલો: 'મારી મમ્મીના વાળ લાંબા, સુંદર અને કળા ભમ્મર જેવા છે.'
બીજો: 'મારી મમ્મીના વાળ તો સોનેરી છે.'
ત્રીજો; 'મારી મમ્મીના વાળ તો સરસ રીતે સેટ કરેલ છે.'
ચોથો: 'અરે! તમારા બધા કરતા ચઢી જાય એવા મારી મમ્મીના વાળ તો જાદુઈ છે. જયારે મન ફાવે ત્યારે માથા પર ચડાવી લેવાના, નહીતર તો એ પડ્યા ડ્રેસિગ ટેબલ પર.'
પતિદેવ  લશ્કરમાં ભરતી થયા હોવાથી ઘણા સમયે ઘરે આવ્યા હતા. આખી રાત તેઓ આરામથી સુઈ રહ્યા. સવારે પત્નીએ જગાડવાની કોશીસ કરી પણ તે ઉઠે શેના? અચાનક તેના ભેજામાં  એક ઝબકારો થયો અને તે જોરથી બોલી: 'એટેન્શન' તરત જ પતિદેવ ઉભા થઇ ગયા. અને લશ્કરી પોઝીશનમાં આવી ગયા.
અનીલ: પણ આ સેનાપતિનું પૂતળું આવું ઉભડક કેમ બનાવ્યું છે?
શિલ્પી: એમાં મારો દોષ નથી. એટલે સુધી પૂતળું બની રહ્યું ત્યાં મને કામ સોંપનાર કમિટીએ કહ્યું કે હવે નીચેના ઘોડાનું પૂતળું બનાવવાના એમની પાસે પૈસા નથી.
એક રાહદારી સાયકલ સાથે ભટકાઈ પડ્યો. કપડા ખંખેરી ઉભો થતો હતો, 
ત્યાં સાયકલ સવારે કહ્યું, 'તમે નસીબદાર છો ભાઈ.'
પેલો માણસ તાડૂક્યો, 'એક તો હાડકા ભાંગી નાખ્યા ને ઉપરથી નસીબદાર કહે છે?
સાયકલ સવારે શાંતિથી કહ્યું, 'અરે ભાઈ, આજે રાજા છે એટલે સાયકલ પર છું. રોજ તો હું તોતિંગ ખટારો ચલાવું છું.
એક પહેલવાન દુબળા પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો.
ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું: 'ઉસ્તાદ! તમે આ માણસને શા માટે મારો છો?
પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતા જવાબ આપ્યો: 'મારો અગરબત્તીનો ધંધો છે.
આ માણસના છાપામાં મેં જાહેર ખબર આપી હતી 'પહેલવાન છાપ અગરબત્તી'
અને એણે છાપી નાખ્યું - 'અગરબત્તી છાપ પહેલવાન...!'
'દીકરા ! તારા હાથની રેખાઓ ઉપરથી જણાય છે કે તું ભણી ગણીને બહુ જ મોટો માણસ બનીશ.' રમણલાલને ત્યાં આવેલા મહેમાને પપલુંનો હાથ જોઇને કહ્યું.
તુરત જ પપલુંએ કહ્યું: 'અંકલ ! હું તો ત્રણ વરસથી ભણી રહ્યો છું. હવે રેખાઓ જોઇને એ કહો કે હું પાસ ક્યારે થઈશ?'
ડોક્ટર સ્ત્રી દર્દીના કમરામાં ગયો અને થોડીવાર પછી બહાર આવીને એણે કાતર માંગી. પાંચ મિનીટ પછી એ ફરી બહાર આવ્યો. અને તેણે ડીસમીસ માંગ્યું. થોડીવાર પછી બહાર આવ્યો અને હથોડી માંગી.
'ડોક્ટર સાહેબ ! આખરે મારી પત્નીને શું થયું છે?' પતિએ પૂછ્યું.
'ખબર નથી.' ડોકટરે જવાબ આપ્યો. 'હજી સુધી હું મારી બેગ ખોલી શક્યો નથી.'
ટ્રેનમાં એક યુવાન ડંફાસ હાંકતો હતો: 
'મારા કાકા બરાબર જાણતા હતા કે ક્યાં મહીને, ક્યાં દિવસે અને કેટલા સમયે એમનું અવસાન થશે?'
'અચ્છા ! એમને કેવી રીતે ખબર પડેલી?' કોઈએ સવાલ કર્યો.
'એમને ન્યાયાધીશે કહેલું.'
ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક માણસને એક જણે પૂછ્યું:
'સાહેબ ! તમારે ઘડિયાળ ખરીદવી છે?'
'હા, દેખાડતો !'
'જરા ધીમે બોલો, સાહેબ ! તમારી પાસે બેઠેલો માણસ સાંભળી જશે.'
'તો એનાથી શું?'
'અરે, ઘડિયાળ હજી એના હાથમાં છે.'
એક ભિખારીએ એક ઘરે જી ભીખ માંગતા તેને અડધી રોટલી મળી. ત્યાંથી તે બીજે ઘરે ગયો અને ત્યાં તેને ચોથા ભાગનો ટુકડો મળ્યો. ત્યાર પછી એ ત્રીજા ઘરે ગયો ત્યાં એણે આખી રોટલી મળી. ભિખારીએ નવાઈ પામીને પૂછ્યું:
'બાઈ, સાહેબ ! આ આખી રોટલી મારી છે?'
'હા, એ તને જ આપી છે. તારા માટે છે, કેમ ?'
ભિખારીએ કહ્યું: 'ભલે મને થયું કે તમારે આખી રોટલીનું પરચુરણ જોઈતું હશે. આજે મને કોઈએ આખી રોટલી આપી નથી.'
દુકાનદાર : ' ભાઈ સાહેબ ! મેં તમને સેન્ડલોની એકે એક જોડ બતાવી દીધી. હવે એકે બાકી નથી.'
સ્ત્રી ગ્રાહક : 'તો પછી પેલા ખોખામાં શું છે ?' 
દુકાનદાર : 'એમાં તો મારું લંચ છે.'
નાની છોકરીને પોતાની પાસે બોલાવીને પાદરીએ પૂછ્યું : ' બધાં પાસે માફી માંગતા પહેલાં આપણે શું કરવું જોઈએ ?' 
છોકરી : 'પાપ કરવા જોઈએ.'
એક : ' ચાલ, ભાઈ ! આપણે અહીંથી રફુચક્કર થઇ જઈએ. જો સામેથી પેલો જાડિયો માણસ આવે છે. એ મારી પાસે પચ્ચાસ રૂપિયા માંગે છે. તે ઉઘરાણી કરશે.' 
બીજો : 'કંઈ ગભરાવાની જરૂર નથી, મિત્ર. મને જોઇને તે પોતે જ છટકી જશે. કારણ કે હું એની પાસે બસો રૂપિયા માંગું છું.'
પરેશને બઢતી મળી. અને કર્મચારીમાંથી મેનેજર બની ગયો. કામમાં વીજળીની જેમ ઝડપ લાવવા માટે એણે પ્રત્યેક વિભાગમાં બોર્ડ મુકાવી દીધાં - 'કાલ કરે સો આજ કર.' 
અને એ બોર્ડની બહુ સરસ ઝડપી અસર થઇ. પટાવાળાએ બહુ જીદ કરીને બધી ચડેલી રજા માંગી. ડિસ્પેચ કારકુને તરત રાજીનામું આપી દીધું. સ્ટેનોગ્રાફર એના પ્રેમી સાથે ભાગી ગઈ અને ઉઘરાણી કારકુન લાપત્તા થઇ ગયો.
ન્યાયાધીશ : ' પણ એ તો કહે તે ઝવેરીની દુકાનના શો - કેશમાં મૂકેલો મોતીઓનો હાર શા માટે ચોર્યો ?' 
ગુનેગાર : 'ત્યાં લખેલું હતું કે_ 'સામે આવેલી તકને જતી ન કરશો.' ને મેં એ તકને ઝડપી લીધી.'
ન્યાયાધીશે કહ્યું : 'તમે કહો છો કે આ માણસે તમારા ઘરમાં ચોરી કરી છે. તો તમે એના ઘરમાંથી મળી આવેલા મુદ્દામાલમાંથી તમારી પોતાની વસ્તુ ઓળખી શકશો ?' 
ફરિયાદી : 'જી, હા. પેલા લીલા રંગનો રૂમાલ મારો છે.' 
ન્યાયાધીશ : ' એ કંઈ સાચો પુરાવો નથી. એવો જ લીલા રંગનો રૂમાલ મારી પાસે પણ છે.'
 ફરિયાદી : ' હોઈ શકે, સાહેબ ! મારા ઘરમાંથી એવા જ એક સરખા બે રૂમાલ ગુમ થયા છે.'
એકવાર ત્રણ પ્રોફેસરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા વાતો કરી રહ્યા હતા. વાતચીતમાં તેઓ એવા તલ્લીન થઇ ગયા કે ટ્રેન આવી તેનો અવાજ પણ કોઈને સંભળાયો નહીં. 
ટ્રેન ઉપડી ત્યારે અચાનક એક પ્રોફેસરે ચમકીને કહ્યું : 'અરે ! ગાડી આવી......ને ઉપડી .....' ત્રણે ટ્રેન પકડવા દોડ્યા. 
તેમાંથી બે જણ ટ્રેન પકડી શક્યા. એક જણ રહી ગયો. 
બાજુમાં ઉભેલા એક ભાઈએ તેને આશ્વાશન આપ્યું : 'કંઈ નહિ. તમારા બે મિત્રો તો ટ્રેનમાં ચડી શક્યા ને !' 
પ્રોફેસરે કહ્યું : ' પણ એ બે જણા તો મને વળાવવા આવ્યા હતા.'
બે દારૂડિયા માણસો ખૂબ જ મોજમાં બેઠા હતા. 
એકે કહ્યું : ' હું આવતીકાલે હિન્દુસ્તાનનો વડાપ્રધાન બનવાનો છું.' 
બીજાએ કહ્યું : 'હવા ખા, હવા.' 
પહેલો : 'એટલે તું શું કહેવા માંગે છે ?' 
બીજો : 'કહેવા એ માંગું છુ કે હિન્દુસ્તાનના વડાપ્રધાન બનવાનું તારું સ્વપ્ન ક્યારેય પૂરું નહિ થાય.' 
પહેલો : 'કેમ ?' 
બીજો : 'ફળીભૂત એમ નહિ થાય. તું હિન્દુસ્તાનનો વડાપ્રધાન ત્યારે બની શકે કે જયારે હું રાજીનામું આપીને ખુરશી ખાલી કરું, પણ હમણાં મારી ઈચ્છા રાજીનામું આપવાની નથી.'
કરસનકાકા મોડી રાત્રે એક અંધારા રસ્તા પરથી જઈ રહ્યા હતા. ત્યાં બે ગુંડાઓએ એમને આંતરી લીધા. 
એકે કહ્યું : 'તમારા ગજવામાં દસ પૈસાનો એકાદ સિક્કો હોય તો આપશો ?' 
દસ પૈસાથી કામ પતી જતું જોઈ કરસનકાકા હરખાયા. 
તેમણે ગુંડાના હાથમાં એ સિક્કો મુક્યો અને કહ્યું : 'કંઈ નહિ ને દસ પૈસા કેમ માંગ્યા ?' 
'હું અને મારો સાર્ગીદ સિક્કો ઉછાળીને નક્કી કરવા માંગીએ છીએ કે કોણે તમારી ઘડિયાળ રાખવી અને કોણે તમારું પાકિટ રાખવું ?'
એક કંજૂસ માણસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. એની સાથે સામાનમાં એક બહુ મોટો થેલો હતો. 
રસ્તામાં ટિકીટ તપાસનાર આવ્યો. એણે કહ્યું : 'આ થેલો તો ઘણો વજનદાર લાગે છે. આ સામાન મફતમાં નહિ લઇ જઈ શકો. તમારે આના પૈસા ભરવા પડશે !' 
'કેટલા ?' કંજુસે પૂછ્યું. 
'પૂરી એક ટિકીટ જેટલા.' ટિકીટ ચેકરે કહ્યું. આ સાંભળીને પેલા કંજુસે થેલા ભણી જોઇને કહ્યું : 'દેવીજી ! બહાર નીકળી આવો. પૂરી ટિકીટ જ આપવાની હોય તો બંધ થેલામાં રહી મુસાફરી કરવાની જરૂર શું છે ?'
તહોમતદારના વકીલે ફરિયાદીના સાક્ષીને ખખડાવી નાખ્યો : ' તું શું કરે છે ?' 
'કંઈ નથી કરતો.' 
'તારો બાપ શું કરે છે ?' 
'હમણાં તેઓ નવરા હતા. આજે તેમને કામ મળ્યું છે.' 
'એટલે કે તું એક રખડું બેકાર બાપનો રખડું દીકરો છે. ખરું ને ?' 
સાક્ષીએ કરડાકીથી જવાબ આપ્યો : 'તમે મારા બાપને જ પૂછો ને. જુઓ ! તેઓ જ્યુરીના અધ્યક્ષ તરીકે બેઠા છે.'
મોહન કડકાએ એની પત્નીને કહ્યું : ' એલી, સાંભળે છે ? આ સામેવાળા કરસનની દુકાનેથી આજનો દિવસ કોઈ વસ્તુ ખરીદીશ નહિ.' 
પત્ની : 'કેમ શું થયું ? એ તો બહુ ઈમાનદાર છે.' 
'એ તો મનેય ખબર છે હવે. પણ વસ્તુઓ તોલવા માટે એ આપણા બે બાટ આજના દિવસ પૂરતા લઇ ગયો છે, સમજી ?'
એક દાદાજીની 98 મી વર્ષગાંઠે તેમની છબી પાડીને પછી ફોટોગ્રાફરે જતાં જતાં કહ્યું : 'તમે એકસો વરસના થાઓ ત્યારે પણ છબી પાડવા હું હાજર રહી શકીશ. એવી આશા છે.'
' કેમ નહિ, વળી ?'  દાદા બોલ્યા : 'હજી તમારી તબિયત ઘણી સારી દેખાય છે.'
પોલિસ એક માણસને પકડીને થાણામાં લઇ આવ્યો. ફોજદારે એનું કારણ પૂછ્યું.
'એ દારૂ પીને બકવાસ કરતો હતો.'
'ના, મેં દારૂ પીધો નથી.' આરોપીએ કહ્યું.
'તમને કઈ રીતે ખબર પડી કે એણે દારૂ પીધો છે ?' ફોજદારે પોલિસને પૂછ્યું.
'એ બસ ડ્રાઈવર સાથે ઝઘડતો હતો. અને એના પર હુમલો કરવા જતો હતો.'
'પણ એથી એણે દારૂ પીધો છે, એ સાબિત થતું નથી.'
'પણ, સાહેબ ! ત્યાં નહોતો ડ્રાઈવર કે નહોતી બસ !'
'કેમ અલ્યા, મહેશ !' પોસ્ટ ઓફિસમાંથી બહાર નીકળતા પુત્રને લોભી પિતાએ પૂછ્યું : 'શાની પાછળ પૈસા બગાડવા અંદર ગયો હતો ? નવી બહાર પડેલી સ્ટેમ્પ લેવા, કોઈ સંબંધીને ફોન કરવા કે મિત્રના લગ્ન પ્રસંગે શુભેચ્છાનો તાર કરવા ?'
'ના, પપ્પા !'  પિતા જેવા જ પુત્રે જવાબ આપ્યો, 'મારી ફાઉન્ટન પેનમાં પોસ્ટ ઓફિસમાં શાહી ભરવા ગયો હતો.'
'બેટા, પીન્ટુ ! પેલી ટોપલીમાં ચાર કેરી હતી. અત્યારે એક જ છે. આમ કેવી રીતે બન્યું ?'
'મમ્મી ! ત્યાં અંધારું ઘણું જ હતું. આથી ચોથી મને દેખાણી જ નહિ.'
મહેશ : 'તમારી હોટલમાં ગ્રાહકની સરભરા તો સારી થાય છે ને ?'
મેનેજર : ' સાહેબ ! ચિંતા ન કરો. અહી તમને ઘર જેવી જ સગવડ મળશે.'
મહેશ : ' અરે, મારા બાપ ! ઘરના ત્રાસથી કંટાળીને તો હું અહિયાં હોટલમાં રહેવા આવ્યો છું.'
એકવાર એક ફિલ્મનું શુટીંગ ચાલી રહ્યું હતું. તેના મુખ્ય નાયકે ઝાડ ઉપરથી ભૂસકો મારીને તળાવમાં પડવાનું હતું અને મુખ્ય અભિનેત્રીને બચાવી લેવાની હતી.
મુખ્ય નાયક : 'પણ ધારો કે સાહેબ ! હું ઝાડ ઉપરથી પાણીમાં પડું અને ડૂબી ગયો તો ?'
ડાયરેક્ટર : 'તમે એની ચિંતા કરશો નહિ. કારણ કે ફિલ્મનો આ છેલ્લો જ સીન છે.'
પ્રવાસી : 'તમારી હોટલમાં જમવાનો સમય શું છે ?'
વેઈટર: 'સાહેબ ! નાસ્તો 7 થી 11 વાગ્યે. બપોરનું જમવાનું 12 થી 3 અને રાતનું ખાણું 6 થી 10.'
પ્રવાસી : 'તો પછી મારી પાસે હરવા - ફરવાનો સમય બહુ ઓછો રહેશે, નહિ ?'
નરેશ : 'તને ખબર છે, મહેશ ! હું મારા વાળ હંમેશા બીયરથી જ ધોઉં છું.'
'એનાથી શું ફરક પડે છે ?' મહેશ બોલ્યો.
'કેમ નહિ ?' નરેશ બોલ્યો : 'આથી મારા માથાની જૂ અને લીખો હંમેશા નશામાં રહે છે.'
હમણાં હમણાં પીન્ટુ અને વૈશાલી બહુ તોફાન કરતા હતા. એક દિવસ રમતાં રમતાં બંને પડી ગયા. અને થોડું વાગ્યું પણ ખરું.
આ જોઇને સરોજ બોલી, ' સારું થયું. હજી તોફાન કરો. હવે મળી ગયું ને તોફાનનું ફળ ?'
આ સાંભળીને પીન્ટુ અને વૈશાલી તરત જ બોલી ઊઠ્યા : ' નહિ, મમ્મી ! હજી અમને લોકોને ફળ મળ્યા જ ક્યાં છે ? ફળ તો કબાટ ઉપર ટોપલીમાં મૂકેલા છે.'
બે યુવક યુવતીને પરસ્પર ખૂબ જ પ્રેમ હતો. આથી યુવકે યુવતી પાસે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. જે યુવતીએ તરત જ સ્વીકારી લીધો.
બંને મંદિરમાં ગયા. લગ્ન વિધિ પતી ગયા પછી બ્રાહ્મણે યુવતીને જીવનરાહ બતાવતા કહ્યું :
'સદાય તારા પતિના પગલે પગલે ચાલજે !'
' ઓહ ! એ કઈ રીતે બને ?' યુવતીએ પોતાની મુશ્કેલી દર્શાવતા કહ્યું : ' મારા પતિ તો પોસ્ટમેન છે !'
પોતાના ભાવિ જમાઈ સાથે પ્રાથમિક ચર્ચા પછી શેઠે તેને પૂછ્યું, ' તો લગ્ન માટે કઈ તિથી નક્કી કરીશું ?'
'એનો નિર્ણય કરવાનું હું આપની પુત્રી પર છોડું છું.'
જમાઈએ કહ્યું : ' ઠીક, હવે લગ્ન સાદાઈથી કરવા કે ધામધુમથી ?'
'એ નિર્ણય હું તમારા ભાવિ સાસુ ઉપર છોડું છું.'
શેઠે જમાઈને કહ્યું, ' અને આપની આજીવિકા માટે આપે શું વિચાર્યું છે ?'
'એનો નિર્ણય હું આપના પર છોડી દુ છું.' જમાઈએ હસતાં હસતાં કહ્યું.
'આ મારી નવી રેશમની સાડી જોઈ?' મીનાએ સહેલીને કહ્યું , 'કહે છે કે એક કીડની સખત મહેનતનું ફળ છે'
'અને તને ખબર છે?' ખૂણામાં બેઠેલો મીનાનો પતિ બોલી ઉઠ્યો કે એ કીડો હું છું.'
પતિ : 'મેં આજે સપનામાં જોયું કે મને નોકરી મળી ગઈ છે.'
પત્ની : 'એટલા માટે જ તમે થાકેલા દેખાઓ છો.'
પત્ની: 'ઓફિસમાં મોડા, સિનેમામાં મોડા, કોઈપણ કામ હોય, દરેક જગ્યાએ મોડા જ પાડો છો મને યાદ છે તમે લગ્ન વખતે પણ મોડા આવ્યા હતા.'
પતિ: 'હા, પણ એટલો મોડો ન હોતો પડ્યો કે જેટલું મારે પડવું જોયતું હતું.'
વીમા એજન્ટે લંબાણપૂર્વક વીમાના લાભ સમજાવ્યા પછી એક મોટા કારખાનાના માલિકે વિમાનીપોલીસી ખરીદી લીધી.
પોલીસી પર સહી કરીને એજન્ટને તેને ગર્વથી કહ્યું: 'તમે નશીબદાર છો.'એટલે જ મેં તમારી પાસેથી પોલીસી ખરીદી છે. નહીતર આજે આઠ વીમા એજન્ટને ના પડી ચુક્યો છું.
'મને ખબર છે.' વીમા એજન્ટે જવાબ આપ્યો.' હું વેશપલટો કરીને નવમી વાર આવ્યો છું.'
'તમે મારા માટે કાગળના ફૂલ કેમ બનાવ્યા?' પ્રેમિકાએ પૂછ્યું.
'શું કરે?' પ્રેમીએ જવાબ આપ્યો, 'તારી રાહ જોતા સાચા ફૂલો હંમેશા કરમાઈ જાય છે.'
એક સરદારે બંને પગમાં બે જુદા - જુદા રંગના મોજા પહેર્યા હતા.
એ જોઇને તેના ઓળખીતાએ પુછુયું: 'સરદારજી.......આ.......શું ?'
જવાબમાં સરદારજી બોલ્યા: 'દુકાનદારે મને છેતરી લીધો છે. હરામખોર દુકાનદારે આવી એક નહિ પણ બે જોડી મોજાની મને આપી છે, આવી જ એક બીજી જોડ હજી ઘેર પડી છે.'
એક તાજું પરણેલું યુગલ હતું. નવદંપતી બંને એકલા જ રહેતા હતા.
એક દિવસ પત્નીએ પોતાના પતિના હાથની બનાવેલી રસોઈની તારીફ કરતા કહ્યું : ' શ્યામ ! તમને રાંધતા તો ખરેખર સરસ આવડે છે. હવે હું કદી હોટલમાં જમવા જવાની ઈચ્છા નહિ કરું.તમે જ હંમેશા ઘરમાં રાંધતા રહેજો.'
એટલું કહી પત્નીએ પૂછ્યું - 'એ તો કહો કે આટલું સરસ રાંધતા તમે તમારી માં પાસેથી શીખ્યા?'
'માં પાસેથી નહિ મારા પિતા પાસેથી.' પતિએ કહ્યું.
ગુજરાતીની પરીક્ષા હતી, તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો.
'આળસ કોને કહેવાય ?'
ટપુ આળસુ વિષય જોઇને હસ્યો અને એ જ વિષય પર નિબંધ લખી નાખ્યો.
વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. ટપુની નોયમાં પહેલા બે પાના કોરા હતા. અને તદ્દન નીચે એક લીટી લખી હતી. 'આને આળસ કહેવાય.'
દિપક: 'મારા હાથમાં બેટ આવે એટલે ખલાસ ! સી....ધો છગ્ગો જ જાય.'
અનિલ: 'બસ! અને મારા હાથમાં બેટ આવે તો બોલ મળે જ નહિ. ખોવાઈ જાય.'
પિતા: અગર તું એક્ઝામમેં ફેઈલ હુઆ તો મુજે પાપા મત બોલના..
પિતા તેના બાળકને: ક્યાં રીઝલ્ટ આયા?
બાળક: દિમાગ કા દહીં મત કર રામલાલ તુને પાપા હોને કા હક ખો દિયા હૈ..
ટીચર: સાત રીંગણાને દશ લોકો વચ્ચે કેવી રીતે વહેચાશો?
છોકરો માથું ખંજવાળતા બોલ્યો – ઓળો બનાવીને
માં ના આંસુ અને પત્નીના આંસુ વચ્ચે શું ફરક છે?
માં ના આંસુની અસર તમારા દિલ પર થાય છે,
જયારે પત્નીના આંસુની અસર તમારા પાકીટ પર થાય છે.
છગન: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?
ડોક્ટર: બે લાખ થાય
છગન: અને સાહેબ પ્લાસ્ટિક હું મારા ઘરે થી લઇ આવું તો?
મુંગેરીલાલ પાગલોના ડોક્ટર પાસે ગયો અને કહ્યું: 
ડોક્ટર સાહેબ મારી પત્ની પાગલ થઇ ગઈ છે
ડોક્ટર: તમારી પત્નીના પાગલપણાના બે ચાર લક્ષણો બતાઓ
મુંગેરીલાલ: આજે સાંજે જયારે હું ઓફિસમાંથી ઘરે પહોચ્યો તો એને મુસ્કુરાઈને મારું સ્વાગત કર્યું ખુબજ પ્રેમથી ચાનો કપ આપ્યો જયારે આજે પહેલી તારીખ પણ ન હતી.
ઘરાક: આ તમે કેવો સાબુ આપ્યો હતો? બધા કપડા સંકોચાઈ ગયા
દુકાનદાર: એવું કરો તમે પણ એ સાબુથી નહિ લો. એટલે તમને કપડા બરાબર આવી જશે.
એક ડોકટરે પોતાના ઘરે થી પોતાની હોસ્પિટલ પર નંબર લગાવ્યો. 
ભૂલથી નંબર હોસ્પિટલ પર લાગવાને બદલે ક્રિકેટ ક્લબ માં લાગી ગયો.
ડોકટરે પૂછ્યું: “શું સ્થિતિ છે?” 
“બસ ! છેલ્લા બે બચ્યા છે. એ પણ જવાની તૈયારીમાં છે.” ક્રિકેટ કલબના મેનેજરે જવાબ આપ્યો.
જ્યોતિષ: તમારા પતિનું મોત ઝેર ખાવાથી થશે.
સ્ત્રી: ઓહ! અને હું નિર્દોષ છૂટી પણ જઈશ ને?
ડોક્ટર: બેટા તને નાક-કાનથી શું તકલીફ છે?
બબલુ: સ્વેટર ઉતરતી વખતે ખુબ નડે છે.
બે ચોર રેડીમેડ સ્ટોરમાં ચોરી કરવા માટે ઘુસ્યા.
શર્ટ પર ભાવની કાપલી જોઈ એકે બીજાને કહ્યું: “જો તો ખરો? લુંટવા જ બેઠા છે ને?”
અલ્યા ઢીચણે અત્તર કેમ લગાડે છે?
સાહેબ’ ઠંડીના લીધે અડધી રાતે ઢીંચણ જ નાક પાસે આવશે.. સમજ્યા?
ગઈ કાલે લાલ લાઈટને અડીને પાછા આવવાની સજા કહી હતી. તો તું અત્યારે આવ્યો છે?
એ લાલ લાઈટ વડોદરાના ખટારાની હતી, સર!!
નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- પાસબુક
પતિઃ તું આજકાલ વધારે સુંદર થતી જાય છે.
પત્નીઃ એ કેવી રીતે
પતિઃ જો ને, તને જોઈને આજકાલ રોટલીઓ પણ જલી જાય છે.
માણસની બે વાસ્તવિકતાઓ યાદ રાખો :
(1) કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી.
(2)કોઈ પણ માણસ પોતાની ફેસબુક ના ફોટા જેટલો રૂપાળો હોતો નથી.
ઇન્ટરવ્યું લેનારે પૂછ્યું: હાડપિંજર એટલે શું?
મગન: સર હાડપિંજર એટલે એવો માણસ જે ડાયેટીંગ શરુ કર્યા પછી ખાવાનું ભૂલી ગયો હોય.
શિક્ષક: તમે એવા વ્યક્તિ ને શું કહેશો જે કશું સાંભળી શકતો નથી?
કનુભા: તમે એને કઈ પણ કહી શકો છો, કારણ કે એ કઈ જ સાંભળવાનો નથી.
મગન ડોક્ટરને: જયારે હું ઊંઘી જાઉં છું ત્યારે મારા સ્વપ્નામાં વાંદરાઓ ક્રિકેટ રમે છે.
ડોક્ટર: આ દવા સુતા પહેલા લેવાથી સ્વપ્ના નહિ આવે.
મગન: કાલ થી ખાઇશ આજે તેઓની ફાઈનલ છે.
શિક્ષકે વર્ગમાં બધા વિદ્યાર્થીઓને ક્રિકેટ મેચ પર નિબંધ લખવાનું કહ્યું.
મનુભા સિવાય બધા નિબંધ લખવામાં વ્યસ્ત થઇ ગયા.
મનુભાએ લખ્યું, વરસાદ ને કારણે મેચ બંધ છે.
જજ: તમે શું ગુનો કર્યો છે?
સંતા: મેં વહેલા શોપિંગ કરી કીધું હતું
જજ: એ તો કઈ ગુનો નથી, પણ કેટલા વહેલા તમે શોપિંગ કર્યું?
સંતા: દુકાન ખુલવાના પહેલા.
પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?
પતિ:  હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છુ
પત્ની: સાંભળ્યું છે કે શ્રોતાઓ સભામાં હવે તમારા પર જોડા ફેકવા લાગ્યા છે.
પતિ: એવું બને પણ ખરું.
પત્ની: તો તમારા ખિસ્સા માં હું કાગળો મુકું છું.
તેમાં રમેશ, ભાવેશ અને ઈલા તથા મારા પગના માપ છે.
એક મંદિરની બહાર બેસેલો એક ભિખારી બુમો મારતો હતો –
બહેન , થોડા પૈસા આપી મદદ કરો.
એક ભાઈ ને દયા આવી, તેને પર્સ ખોલ્યું પણ છુટ્ટા પૈસા ના મળ્યા,
તેથી બોલ્યો ભાઈ આજે છુટ્ટા નથી કાલે આપીશ.
ભિખારી: આ ઉધારીમાં જ મને હજારોનું નુકશાન થઇ ગયું છે.
એક દિવસ એક ભિખારીએ મગનલાલ સામે બે વાડકા મૂકી દીધા,
મગનલાલે વાડકામાં સિક્કો નાખી ભિખારી ને પૂછ્યું , “બીજો વાડકો શેના માટે છે?”
“આ મારી કંપની ની બીજી બ્રાંચ છે!” ભિખારીએ ખુલાસો કર્યો.
પુત્ર: પપ્પા કોકા પીવો લાભદાયક છે કે હાનીકારક?
પપ્પા: જો પીવા મળે તો લાભદાયક અને પીવડાવવો પડે તો હાનીકારક.
રિદ્ધિ: રસોઈયણ કરતા આપના હાથની રસોઈથી ઘણો ફાયદો તેમજ કરકસર પણ થાય છે ખરું ને?
રીમા: હા.. જો ને, મારા પતિ પહેલા જેટલું ખાતા હતા તેના કરતા અરધું પણ હવે ખાતા નથી.
મુન્નાભાઈ: અરે યાર સર્કીટ, હું મારી ગર્લફ્રેન્ડ ને કઈક ગીફ્ટ આપવા માંગું છું.
શું આપું?
સર્કીટ: ભાઈ, સોના ની રીંગ આપી દો..
મુન્નાભાઈ: કઈક મોટી વસ્તુ બતાવ..
સર્કીટ: ભાઈ તો એમ.આર.એફ. નું ટાયર આપી દો..
પોલીસ: જેલરસાહેબ, કાલે કેદીઓએ જેલમાં રામાયણ ભજવેલી.
જેલર: એ તો બહુ સારી વાત છે. તું રાજી થવાને બદલે આટલો ચિંતામાં કેમ છે?
પોલીસ: સાહેબ, હનુમાન બનેલો કેદી હજી સુધી સંજીવની લઈને પાછો નથી આવ્યો! શું કરીશું?

જવાબ છોડો