GUJRATI HASYA
પોતાની એક સહેલીને એક દિવસ ઘણી ખુશમિજાજ હાલતમાં જોઇને એની બેનપણીએ એને પૂછ્યું : 'આજે શું વાત છે ? બહુ આનંદમાં જણાય છે ને ? શાની ખુશીનો અવસર છે ?'
જવાબમાં પેલી સહેલીએ કહ્યું, ' તને ખબર નથી ? મારા પતિને ગઈકાલે વેપારમાં ઘણું મોટું નુકશાન ગયું. એથી મનને ઘણો આઘાત પહોંચ્યો છે. ડોકટરે કહ્યું કે એમને વહેલી તકે અહીંથી દૂર કોઈ સારા હિલ સ્ટેશન પર લઇ જાવ એટલે આવતીકાલે અમે સૌ દાર્જીલિંગ જઈ રહ્યાં છીએ. '
નોકર: 'શેઠજી! મને નોકરી પર રાખી લો.'
શેઠ: 'જો, તું બે - ચાર દિવસ રહીને ભાગી ન જતો.'
નોકર: 'શેઠજી ! મને તો એક ઠેકાણે જ રહેવાની આદત છે. હું પાંચ વર્ષ સુધી એક જ જગ્યાએ રહ્યો હતો.'
શેઠ:'ક્યાં ?'
નોકર:'જેલમાં'
'આજે છોડ - ઝાડને બરાબર પાણી પાયું હતું ને? 'શેઠે માળીને પૂછ્યું.
'ના જી, શેઠ! આજે વરસાદ હતો તેથી પાણી પાયું નથી.'
'કેવો મૂરખ છે ? વરસાદ હતો તો છત્રી ઓઢીને પણ પાણી પાવું જ જોઈએ ને ? '
કરોડપતિ સુરજમલ મારવાડીએ જાણ્યું કે તેની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે વેપારીઓ પાંચ લાખ રૂપિયા ઉઘરાવીને બજારમાં ચાર રસ્તા પાસે તેનું બાવલું ઊભું કરવાના છે.
આ વાત જાણતા જ સફાળા - સફાળા સુરજમલ મારવાડીએ ફાળા સમિતિના પ્રમુખને કહ્યું, ' અરે ભાઈ! તેનાથી અડધા પૈસા મને આપો તો હું જાતે જ ત્યાં ઉભો રહેવા તૈયાર છું.'
મુંબઈના પરામાં રહેતી એક બાઈએ દૂધવાળા ભૈયાને પૂછ્યું : 'જો મારો નોકર તમારા તબેલામાં દૂધ લેવા આવે તો શું ભાવ લેશો ?'
'20 રૂપિયે લીટર.' દૂધવાળાએ કહ્યું.
બાઈ: 'ઠીક છે, પણ દૂધ આપજો સારું.'
દૂધવાળો: 'તો પછી 25 રૂપિયા લીટરનો ભાવ થશે.'
બાઈ: 'ભલે, થોડા રૂપિયા વધારે. પણ દૂધ નોકર તેની સામે દોહીને લેશે.'
દૂધવાળો: 'તો પછી 30 રૂપિયા લીટર થશે.'
અભિનેતા(પોતાના મિત્રને): 'તમારી ફેકટરીમાં આગ લાગી, એ સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું. એમાં તમે શું ચીજ બનાવતા હતા?'
'આગ બુઝાવવાનું યંત્ર 'મિત્રએ ઉત્તર આપ્યો.'
ગ્રાહક: 'આ કુરકુરિયાના આજે આઠ રૂપિયા ? ગઈ કાલે તો તમે એના એંસી માંગતા હતા ?'
વેપારી: 'પણ એ દરમિયાન એણે મારી પત્નીની એક સાડીના ચીથરા ઉડાવી દીધા છે.'
એક વખત એક મુસાફરને પેટમાં ઘણું દર્દ થયું. તેણે એક માણસને પૂછ્યુ, ' અહી વૈદ્ય ક્યાં રહે છે ?'
તેણે કહ્યું, ' અહી બધા જ  વૈદ્ય છે.'
તો નજીકના ઘરમાં ગયો અને કહ્યું: 'મારા પેટમાં ઘણું દર્દ છે.'
પેલો ઘરની અંદર ગયો. મુસાફરે જોયું કે બધા જ ઘરમાં એક - બે દીવા સળગે છે. તેથી તેણે વૈદ્યને પૂછ્યું, ' આ દીવા કેમ બળે છે ?'
વૈદ્યે કહ્યું : ' જેના ઘરમાં જેટલા દર્દી મરણ પામે તે તેટલા દીવા સળગાવે.'
મુસાફરે જોયું કે વૈદ્યના ઘરમાં દીવો ન હતો. તેથી તેણે કહ્યું: 'તમે ઘણાં સારા વૈદ્ય છો.'
વૈદ્યે કહ્યું: 'આજે મારા ઘરમાં પણ એક દીવો થશે. હું તેમાં ઘી ભરવા જ ગયો હતો.'
નોકર(અભિનેત્રીના પતિને): 'બસ, શ્રીમાન ! હવે મને છૂટો કરો. હું શેઠાણી સાથે નહિ રહી શકું ?'
અભિનેત્રીનો પતિ : 'શું શેઠાણી તને ખૂબ હેરાન કરે છે ?'
'જી હા, ' નોકરે જતા - જતા કહ્યું,
'તે જાણતી નથી કે મારી નોકરી ટેમ્પરરી છે. હું ગમે તે સમયે છોડી શકું છું. એ તો મારા ઉપર એવો રોફ જમાવે છે, મને એમ હુકમ આપે છે કે જાણે હું તમે ન હોઉં?'
'શેઠ! તમારી પેઢીમાં તમે કુંવારાને કદી નોકરીએ રાખતા નથી અને ફક્ત પરણેલાઓને જ રાખો છો, એનું શું કારણ?'
'વાત એમ છે કે.......' શેઠે મંદ મંદ હસતા જવાબ વાળ્યો, ' પરણેલાઓ સામે ગમે તેટલી રાડો પાડો તો ય એ ખીજાય જતા નથી.'

જવાબ છોડો