GUJRATI HASYA DARBA
એક  સ્ત્રી એક મોટરની નીચે આવી ગઈ પણ તેને વધારે વાગ્યું નહિ. મોટર ચલાવવાવાળી સ્ત્રી ત્યાંથી ભાગી ગઈ. આથી પોલીસે પેલી સ્ત્રીને પૂછ્યું : 'શું તમે મોટરનો નંબર જોયો છે ?'
 'જી નહિ, કારણ કે મોટર તો આંધીની જેમ આવીને ચાલી ગઈ. પરંતુ તેણે લીલી સાડી, સફેદ બ્લાઉઝ અને કાનમાં સુંદર ઝૂમખાં પહેર્યા હતા. તેના ગળાનો નેકલેસ ખૂબ જ સુંદર હતો. કપાળ પર સુંદર બિંદી અને હાથની ચૂડી ખૂબ જ સુંદર હતી અને.........'
કારકુન (ફોન પર): 'માફ કરજો મેડમ! ખન્ના સાહેબ એમની પત્ની સાથે હોટલમાં નાસ્તો કરવા ગયા છે.'
 મિસિસ ખન્ના: 'એમ? તો એમને કહેજો કે એમની સ્ટેનોગ્રાફરનો ફોન હતો.'
એક છોકરીએ તેના બોય ફ્રેન્ડને પૂછ્યું: 'જો હું તારી સાથે લગ્ન કરું તો તું સિગારેટ પીવાનું છોડી દઈશ?'
 બોયફ્રેન્ડ: 'હા.....'
 'શરાબ.....?'
 'હા, એ પણ છોડી દઈશ.'
 'તારા દોસ્તારોની સંગત?'
 'છોડી દઈશ.'
 'એ સિવાય બીજું શું છોડી દઈશ?'
 'વિવાહ કરવાનો ઈરાદો.'
એ દારૂડિયો બસમાં મુસાફરી કરી રહ્યો હતો. પોતાના હાથમાંના સમાચારપત્રના એક ઝીણા ઝીણા ટુકડા કરી રહ્યો હતો. અને તેને બારીની બહાર ફેંકતો હતો.
 એની બાજુમાં બેઠેલી સ્ત્રી - મુસાફરે એને પૂછ્યું, 'મહેરબાની કરીને મને સમજાવશો કે સમાચારપત્રના આવા ટુકડા કરીને બારીની બહાર ફેંકવાનો શો અર્થ?'
 'એનાથી હાથીઓ ગભરાઈને નાસી જાય છે.' દારૂડિયો બોલ્યો.
 'મને તો અહી કોઈ હાથી દેખાતો નથી. 'હસીને પેલી બાઈએ કહ્યું.
 'ત્યારે તો મારો નુસખો ઘણો અસરકારક છે, ખરું?' જવાબ મળ્યો.
બનાર્ડ શોને કોઈએ પૂછ્યું, 'કોઈ વિષયમાં આપ જાણતા ન હોય તો શું કરો?'
 'તો તે વિષયમાં હું પુસ્તક લખી નાખું.'
એક મિત્ર: 'આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે પ્રાર્થના કરવી હોય તો કઈ દિશામાં મોં રાખવું?'
 બીજો: 'આપણા સમાન તરફ.'
રોજ ઝડપથી સ્ટેશને આવતા પડધમદાસ નવ ને પચીસની ફાસ્ટ ચુકી જતા. એક દિવસ સમયસર સ્ટેશને આવી પહોચ્યા. અને તે ગાડી મળી જાય તેમ હતી, છતાં ગાડીમાં ચડ્યા નહિ ત્યારે એક મિત્રે પૂછ્યું,
 'તમારે જ્યાં જવું છે ત્યાં આ ગાડી ઉભી રહેતી નથી? કેમ ચડ્યા નહિ?'
 'રોજ ગાડી મને દગો દે છે. 'પડધમદાસે કહ્યું,
 'આજે મેં ગાડીને દગો દીધો.'
અંગ્રેજી શાળાના એક શિક્ષકે છોકરાઓને પ્રશ્ન કર્યો, 'જો તમને ફક્ત એક જ બુક પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કઈ બુક પસંદ કરશો?'
 એક ચબરાક વિદ્યાર્થી: 'ચેકબુક સાહેબ. '
દુકાન પર લગાડેલું જાહેરાતનું પાટિયું કાઢી નાખવું હતું. વેપારીએ તેને કાઢી નાખવા ખૂબ મહેનત કરી પણ નીકળ્યું નહિ ત્યારે તેણે બળથી નહિ પણ કળથી કામ લેવાનું વિચાર્યું.
 તેણે બોર્ડ પર મોટા અક્ષરે લખ્યું, 'આ પાટિયાને કોઈએ અડકવું નહિ.'
 બીજે દિવસે બોર્ડ ત્યાં ન હતું.
એક સ્ત્રી વીમા એજન્ટ પાસે ગઈ અને કહ્યું, 'મારા પતિ મરણ પામ્યા છે એમના વીમાના નાણા મને આપો.'
 વીમા એજન્ટે કહ્યું, 'પણ વીમો ન મળે, એમણે તો આગનો વીમો ઉતરાવ્યો હતો.'
 સ્ત્રી કહે ! 'પણ મારા પતિનો અગ્નિસંસ્કાર થયો છે.
બસમાં ઊભેલા પ્રોફેસરની દયા આવતા એક પેસેન્જરે કહ્યું, 'સાહેબ ઊભા ઊભા થાકી જશો, બેસોને ?'
 પ્રોફેસરે કહ્યું, ' માફ કરજો, મારે બહુ ઉતાવળ છે.'

જવાબ છોડો