green apple facial GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

ગ્રીન એપલ ફેશિયલ :

ગ્રીન એપલ ફેશિયલ થિન, ડ્રાય અને ડેલિકેટ સ્કિન માટે હોય છે.

 

આ ફેશિયલમાં ક્લીન્ઝર, મસાજ ક્રીમ, પેક અને ટોનરનો ઉપયોગ થાય છે.

 

સૌ પ્રથમ એપલ ક્લીન્ઝરથી ફેઈસ ક્લીન કરવો.

 

સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

પછી એપલ ક્રીમથી ૨૦ થી ૨૫ મિનિટ મસાજ કરવો.

 

આ મસાજથી સ્કિનમાં ક્રીમ ઉતરશે અને સ્કિનને મોઈશ્ચર મળશે.

 

ત્યારબાદ ક્રીમ લૂછીને એપલ માસ્ક લગાવવો. માસ્ક ૧૦ થી ૧૨ મિનિટ રાખીને ક્લીન કરવો.

 

અને છેલ્લે એપલ ટોનર લગાવવું.

 

જવાબ છોડો