લોભ

0
281
LOBH GUJRATI SUVAKYO

લોભ એ પાપનું મૂળ છે એટલું જ નહિ પણ તે જાતે જ પાપરૂપ છે.

 

રાગદ્વેષથી લોભ જન્મે છે.

 

પાપ, અધર્મ અને કપટનું મૂળ લોભ જ છે.

 

મનુષ્ય વૃદ્ધ થાય છે પણ લોભ વૃદ્ધ થતો નથી.

 

ગરીબાઈ થોડીક વસ્તુઓ માંગે છે, વિલાસવૈભવ ઘણી વસ્તુઓ માંગે છે, પરંતુ લોભ તો બધું જ માંગે છે.

 

લોભીને કોઈ ગુરુ કે મિત્ર હોતા નથી.

 

સંસારમાં સર્વ સુખ પ્રાપ્ત થયા હોય તો પણ લોભી માણસને સંતોષ થતો નથી.

 

ક્રોધ પ્રીતિનો નાશ કરે છે,માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લોભ સર્વ ગુણોનો નાશ કરે છે.

 

લાલચ એ એવી આગ છે, જે કદી શાંત થતી નથી. જેમ જેમ તેને સેવતા જઈએ, તેમ તેમ તે વધુ પ્રજ્વલિત થતી જાય છે.

 

ગુલામને તો એક જ માલિક હોય છે, પણ લાલ્ચુને તો પોતાને મદદરૂપ નીવડે એવા બધાની જ ગુલામી ઉઠાવવી પડે છે.

 

ઉદાર માનવી છેવટ સુધી આનંદપૂર્વક જિંદગી ગુજારે છે, જયારે કંજૂસ છેવટ સુધી દુ:ખમાં રહે છે.

 

જવાબ છોડો