શ્રુષ્ટિના આ સચરાચરમાં

હું ગોપી કહેલાવું

 

જો કાના તું આવે પાસમાં

તો મુરલી હું બની જાઉં

 

જો આવે તો ઉષ્ણ ઋતુમાં

તો ક્ષણિક વૃક્ષ બની જાઉં

 

અને આવે જો શિશિરમાં

તો તારી હુંફ બની જાઉં

 

તારી ઇચ્છા હોય મુરલીમાં

તો રોમે રોમ વિંધાઉં

 

ગોકુળની ચરતી ધેનુમાં

કંઠઘંટડી બની જાઉં

 

વહેતી શીતળ સરીતામાં

તારી નાવ હું બની જાઉં

 

જો તને હોય પ્રિત પંખીમાં

તો તારી પાંખ હુ બની જાઉં

 

તારુ મન હોય મટુકીમાં

તો તવ મુખનું નવનીત બની જાઉં

 

તને પ્રિત જો ગોવાળિયામાં

તો તારો મિત્ર બની જાઉં

 

જવાબ છોડો