ફેશિયલના પ્રકાર – ગોલ્ડ ફેશિયલ

0
106
GOLD FACIAL GUJARATI TIPS
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

ગોલ્ડ ફેશિયલ :

ગોલ્ડ ફેશિયલ એ આજકાલ ખુબ જ ચર્ચિત ફેશિયલ છે. સોનું પ્રકૃતિમાં ગરમ હોય છે એન રક્ત શોધકની જેમ કામ કરે છે. તથા ચહેરાનું પ્રદુષણ દુર કરવા માટે પણ સારું છે.

 

તેમાં ૨૪ કૈરેટ ગોલ્ડ ડસ્ટનો પ્રયોગ થાય છે ત્યારે પૂરો ફાયદો મળે છે, પરંતુ તે ખુબ જ મોંઘુ પડે છે.

 

નાના પાર્લરમાં કેટલીકવાર ગોલ્ડ ફેશિયલ કરે છે, પરંતુ તેમાં શુદ્ધ સોનાની ડસ્ટનો પ્રયોગ નથી કરતા. તે ફક્ત સોનેરી રંગની ડસ્ટ નાખે છે.

 

તેની ઓળખાણ એ છે કે જો શુદ્ધ સોનું હશે તો તે ત્વચામાં પૂરી રીતે જતું રહેશે, નકલી ગોલ્ડ ડસ્ટ ઉપર દેખાશે.

 

આ ફેશિયલ ડ્રાય, નોર્મલ, કે મચ્યોર સ્કિન માટે હોય છે.

 

ગોલ્ડ ફેશિયલ કરવા માટે ગોલ્ડ ક્લીન્ઝરથી ફેઈસ ક્લીન કરવો.

 

પછી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

ગોલ્ડ – મેટલિક પીલને ગોલ્ડડસ્ટ સાથે લગાવવું. ડસ્ટને પ્રોબ્લમેટિક એરિયા પર લગાવવું.

 

ગોલ્ડ પીલ ૭ થી ૧૦ મિનિટ રહેવા દીધા પછી ફ્રિકશન મસાજથી રીમુવ કરવું.

 

પછી હાઈડ્રોસ્કિન પોલિશરથી ૫ થી ૭ મિનિટ મસાજ કરવો. આ મસાજ કરતી વખતે પાણીનો ઉપયોગ કરવો નહિ.

 

આ જેલને લૂછ્યા વગર જ ગોલ્ડ ક્રીમથી ૨૦ થી ૨૫ મિનિટ મસાજ કરવો.

 

જો સ્કિન વધારે ડ્રાય હોય તો સ્કિનબટરથી ૫ મિનિટ મસાજ કરી, ફેઈસને લુછીને ગોલ્ડ-મેટલિક જેલ લગાવવી.

 

ગોલ્ડ જેલ પર ગેલ્વનિક અથવા અલ્ટ્રાસોનિક મશીનથી ૭ મિનિટ મસાજ આપવો. પછી એ જ જેલને હથ્હતી ૫ મિનિટ મસાજ કરી, સ્કિનમાં ઉતારવી.

 

પછી તેના પર ગોલ્ડ માસ્ક લગાવવો. તેને ૧૫ થી ૨૦ મિનિટ રાખવો.

 

ફેઈસ લુછીને સન પ્રટેકશન લોશન લગાવવું. આ ફેશિયલ કરતા લગભગ દોઢ થી બે કલાકનો સમય લાગે છે.

 

જવાબ છોડો