ginseng pearl facial
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

જિનસિંગ ફેશિયલ :

જિનસિંગ ચીનની જડી-બુટી છે, તેના માટે એવી કહેવત છે કે તેનાથી મરતી વ્યક્તિ પણ જીવતી થઇ જાય છે.

 

જિનસિંગના કેટલાક ટીપા ફેશિયલ ક્રીમમાં મિક્સ કરી, ફેશિયલ કરવામાં આવે છે.

 

તેનાથી ત્વચા એકદમ ખીલી ઉઠે છે અને સુંદર દેખાય છે.

 

આ ફેશિયલ થોડું મોંઘુ પડે છે, કારણ કે જિનસિંગ બહારથી આવે છે.

 

પર્લ ફેશિયલ :

આ ફેશિયલ નોર્મલ અને ડેલિકેટ સ્કિન માટે ફાયદાકારક છે.

 

પર્લ ફેશિયલથી ઠંડક મળે છે. તેમાં વપરાતી બધી જ પ્રોડક્ટ્સ એન્ટીએલર્જિક હોય છે.

 

સૌ પ્રથમ પર્લ ક્લીન્ઝરથી ૫ થી ૭ મિનિટ મસાજ કરવો.

 

સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

ત્યારબાદ પર્લ ક્રીમથી મસાજ કરવો.

 

આગળ બતાવેલા સ્ટેપ્સ પ્રમાણે એકવાર મસાજ કરવો. પછી આ મસાજ બીજી વાર કરતી વખતે પર્લકીટમાં આપેલા ઓઈલથી ફેઈસ પર મસાજ કરવો.

 

મસાજ કર્યા પછી ફેઈસ લૂછીને પર્લ માસ્ક લગાવવો.

 

સુકાયા બાદ પર્લ માસ્ક લૂછીને સન પ્રટેકશન લોશન લગાવવું.

 

જવાબ છોડો