SKIN CARE IN GUJARATI
એક જૂની કહેવત છે કે, ‘ સાચું સૌંદર્ય તો આંતરિક સૌંદર્યમાં છે, બાહ્ય સૌંદર્ય તો માત્ર ક્ષણિક છે.’ પરંતુ આ બાહ્ય સૌંદર્યની પણ પોતાની ભૂમિકા હોય છે. એ વાત પણ સાચી છે કે જો આપણે આપણી આંતરિક સુંદરતામાં વધારો કરીએ તો આપણી બાહ્ય સુંદરતામાં પણ ગજબનો નિખાર આવે છે. પરંતુ આજકાલ પ્રદૂષણ ભર્યા વાતાવરણને કારણે આપણું બાહ્ય સૌંદર્ય વધારે સમય સુધી ટકી શકતું નથી, પરિણામે સુંદરતા નષ્ટ થઇ જાય છે. માટે આ બાહ્ય સૌંદર્યને ખીલવવા તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે.

 

સ્કિનની યોગ્ય માવજત કરવા માટે સ્કિન વિશેની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. સ્કિનમાં નવા સેલ્સ (કોષોનું) સર્જન સતત ચાલુ રહે છે. જેમ જેમ નવા સેલ્સ ઉત્પન્ન થાય તેમ તેમ જુના સેલ્સ સ્કિનમાં ઉપરની તરફ જઈને નીકળી જાય છે. આ સેલ્સનું સર્જન ઉપરની સ્કિનના સૌથી નીચેના લેયરમાં સતત ચાલુ રહે છે. સ્કિન હેર, સેલ્સ, પરસેવાની ગ્રંથિઓ, તૈલીય ગ્રંથિઓ, રક્તવાહિનીઓ વગેરેની બનેલી છે.

 

સ્કિન શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરવામાં બહુ જ અગત્યનો ભાગ ભજવી શરીરના અંદરના તાપમાનને એકસરખું રાખે છે. સ્કિન શરદી, ગરમી, ઠંડી, સૂક્ષ્મ જંતુઓ, વધારાના દ્રાવણ તથા પર્યાવરણની અમુક આડઅસરથી શરીરનું રક્ષણ કરે છે. સ્કિન શરીરમાંના ક્ષારો અને અન્ય અશુદ્ધિઓને પરસેવારૂપે બહાર કાઢે છે. નોર્મલ સ્કિનમાં એસિડ અને આલ્કલાઈન રહેલા હોય છે, જેમાં એસિડનું પ્રમાણ થોડું વધારે હોય છે. આથી, સ્કિન પર સુક્ષ્મ જંતુઓની હાનિકારક અસર નિવારી શકાય છે. જયારે ઓઈલી સ્કિન અને ડ્રાય સ્કિનમાં વધારે પ્રોબ્લમ્સ થતા હોય છે.

 

સ્કિનના પ્રકાર :

  • નોર્મલ સ્કિન
  • ઓઈલી સ્કિન
  • ડ્રાય સ્કિન
  • કોમ્બિનેશન સ્કિન
  • ડિહાઈડ્રેડ સ્કિન
  • સેન્સિટીવ સ્કિન
  • સેલો સ્કિન
  • મેચ્યોર અથવા એજેડ સ્કિન

 

તમારી સ્કિનનો પ્રકાર જાણવા આટલું કરો :

સાબુથી ફેઈસ વોશ કર્યા પછી 5 થી 10 મિનિટમાં જ જો ફેઈસ પર ચીકાશ લાગે તો સ્કિન ઓઈલી છે, તેમ સમજવું.

 

સાબુથી ફેઈસ વોશ કર્યા બાદ જો સ્કિન ખેંચાયેલી લાગે તો સ્કિન ડ્રાય છે, તેમ સમજવું.

 

સાબુથી ફેઈસ વોશ કર્યા પછી સ્કિનમાં બહુ ખાસ ફેર ન લાગે અને સ્કિન ફ્રેશ લાગે તો તમારી સ્કિન નોર્મલ છે. કેમકે નોર્મલ સ્કિન યથાવત જ રહે છે.

 

સવારે ફેઈસ વોશ કરતા પહેલા ટીસ્યુ પેપર ફેઈસ પર મૂકી થોડું દબાવો. જો પેપર પર ચીકાશ ન આવે તો સ્કિન ડ્રાય છે તેમ સમજવું.

 

સવારે ફેઈસ વોશ કરતા પહેલા ટીસ્યુ પેપર ફેઈસ પર મૂકી થોડું દબાવતા જો પેપર પર ચીકાશ આવે તો સ્કિન ઓઈલી છે તેમ સમજવું.

 

ટીસ્યુ પેપર પર અમુક જગ્યાએ ચીકાશ આવે અને અમુક જગ્યાએ ચીકાશ ન આવે તો સ્કિન મિક્સ પ્રકારની છે તેમ સમજવું.

 

આ ઉપરાંત ફેઈસ પર લિટમસ પેપર મુકવાથી જો લિટમસ પેપરનો કલર બ્લૂમાંથી રેડ થઇ જાય તો તમારી સ્કિન ડ્રાય છે.

 

જો લિટમસ પેપરનો કલર રેડમાંથી બ્લૂ થઇ જાય તો સ્કિન ઓઈલી છે તેમ સમજવું.

 

જો તમારી સ્કિન નોર્મલ હશે તો લિટમસ પેપરનો કલર બદલાશે નહિ.

 

જવાબ છોડો