fruit facial GUJARATI
જયારે આપણે પાર્લરમાં જઈએ છીએ ત્યારે કેટલીકવાર દુવિધા થાય છે કે કયું ફેશિયલ કારાવવું ? એમાયે જયારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે સ્કિન કેર વિષે ખાસ વિચારતા હોઈએ છીએ. તેના માટે જરૂરી છે આપણી ત્વચાની જરૂરિયાત સમજવી તથા આપણા બજેટને ધ્યાનમાં રાખવું. ફક્ત નામ સાંભળીને કે કોઈએ તે ફેશિયલ કરાવ્યું હોય તે પ્રમાણે ફેશિયલ કરાવવું ઠીક નથી. તો અહી ફેશિયલના પ્રકાર અને કઈ સ્કિન માટે કયું ફેશિયલ કરાવવું તેની માહિતી જોઈએ.

 

ફ્રૂટ ફેશિયલ :

ફ્રૂટ ફેશિયલનો અર્થ ફક્ત ફ્રૂટ ક્રીમથી મસાજ નથી, તેમાં આપણી ત્વચા અનુસાર ફ્રેશ ફ્રૂટનો પણ પ્રયોગ કરવો જોઈએ.

 

આ ફેશિયલમાં પેક બનાવવા ફળોનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં જરૂરી છે કે જેવી સ્કિન હોય તે અનુસાર ફળો પસંદ કરવા.

 

ડ્રાય સ્કિન માટે કેળાનો, ઓઈલી સ્કિન માટે સાઈટ્રસ ફળો (સંતરા વગેરે…), શુષ્ક ત્વચા માટે સ્ટ્રોબેરી, પિગમેન્ટેશન ઠીક કરવા માટે પપૈયાનો પ્રયોગ કરવો જોઈએ.

 

આ ફેશિયલ કરવા માટે સૌ પ્રથમ સ્કિનના પ્રકાર પ્રમાણે ક્લીનઝીંગ કરવું.

 

સ્ક્રબથી ડીપ ક્લીન્ઝીંગ કરી બ્લેકહેડ્સ – વાઈટહેડ્સ દૂર કરી અસ્ટ્રીન્જન્ટ લગાવવું.

 

નારંગી કે મોસંબીનો ફ્રેશ ફ્રૂટ જ્યૂસ લઇ, તેનો ગેલ્વનિકના પ્લસ કરંટથી ૭ મિનિટ મસાજ કરવો.

 

ત્યારબાદ સ્કિનના પ્રકાર પ્રમાણે મસાજ કરવો. ફ્રૂટ માસ્ક લગાવવો.

 

છેલ્લે પેક લૂછીને સન પ્રટેકશન લોશન લગાવવું.

 

જવાબ છોડો