પ્રેમની અનુભૂતિ

0
79
LOVE STORY IN GUJRATI

શ્રી એન.કે.પટેલ આર્ટસ & કોમર્સ કોલેજમાં નવા સત્રનો પ્રથમ દિવસ હતો. ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ પહેલી જ વાર કોલેજમાં પ્રવેશતા હતા.ચારે બાજુ કોલેજનું વાતાવરણ નિહાળતા ને વાતચીતમાં મશગૂલ વિદ્યાર્થીઓના ટોળાથી વેકેશનમાં બંધ રહેલી કોલેજ આજે ગુંજી ઉઠી હતી.

કેટલાક તો નવા આવેલા છોકરા-છોકરીઓને જોવા પાળી પર ચડીને બેસી ગયા હતા. કેટલાકને નવા વર્ગો જોવામાં રસ હતો તો કેટલાક ગાર્ડન ને કેન્ટીનમાં જ ઘૂમતા હતા.

ફર્સ્ટ યરના ક્લાસમાં વિદ્યાર્થીઓ પોતાની જગ્યા લઇ રહ્યા હતા. ત્યાં અચાનક ધક્કો લગતા એક છોકરો એક છોકરી સાથે અથડાયો.બંનેની નજર એકબીજા પર પડી. બંને શરમાળ પ્રકૃતિના હોવાથી કંઈ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા. પણ બંનેના હૃદયના ધબકારા વધી ગયા. અને પહેલા ક્યારેય પણ ન અનુભવેલી અનુભૂતિ થઇ. વારંવાર એક-બીજાને જોવાની ઈચ્છા હૃદયમાં પ્રબળ થવા લાગી. પણ બંનેની જેવી નજર મળે છે કે નજર નીચી કરી શરમાઈ જાય છે.

બે-ત્રણ દિવસ પછી પેલો છોકરો બાઇક પર જતો હોય છે ત્યાં સિગ્નલ આવતા દસેક મિનીટ ઉભો હોય છે. તેની જ બાજુમાં પેલી છોકરી સ્કુટી પર ઉભી હોય છે. બંનેમાંથી કોઈનું ધ્યાન નથી. સિગ્નલ ખુલે છે ત્યારે બંનેની નજર એકબીજા પર એકસાથે પડે છે. એકટક જોઈ રહે છે અને ચાલ્યા જાય છે.

એક દિવસ પેલી છોકરી તેના મમ્મી સાથે મોલમાં શોપિંગ માટે જાય છે. તેના મમ્મી આગળ નીકળી જાય છે અને તે વસ્તુઓ લઇ આવતી હોય છે. ત્યાં તેની સાથે કોઈ અથડાય છે અને બધી જ વસ્તુઓ વેર-વિખેર થઇ જાય છે. તે પરેશાન થઇ વસ્તુઓ એકઠી કરે છે અને જે અથડાયો હતો તે વ્યક્તિ પણ sorry sorry કહી તેને વસ્તુ લેવામાં મદદ કરે છે. વસ્તુઓ આપે છે ત્યારે બન્ને એક-બીજા સામે જુએ છે. અને આશ્ચર્યથી જોતા જ રહી જાય છે.

પેલા છોકરાએ કહ્યું: “ઈશ્વરે આપણી ત્રીજી વાર મુલાકાત કરાવી છે.”

પેલી છોકરી કંઈ પણ બોલ્યા વગર આગળ ચાલે છે. તેને અટકાવતા છોકરાએ કહ્યું: “હું તમારું નામ જાણી શકું?”

“શ્રુતિ…….અને તમારું નામ?”

“શ્રેયસ “

એટલું કહી શ્રુતિ ચાલવા માંડે છે પણ વારંવાર પાછળ ફરીને જુએ છે.

 

શ્રેયસ ત્યાં જ ઉભો રહે છે. શ્રુતિનો અવાજ તેના કાનમાંથી સીધો જ તેના અંતરમાં કેદ થઇ જાય છે. કોલેજમાં મળે છે ત્યારે કંઈ બોલવાની હિંમત નથી કરી શકતા. ફક્ત સામે જોઇને સ્મિત આપે છે.

એક દિવસ શ્રેયસ લાઈટ બિલ ભરવા જાય છે. અને તેને ઉતાવળ પણ હોય છે. બારી પાસે જઈને બિલ આગળ કરી બોલે છે: “પેલા મારું બિલ સ્વીકારો, મારે ઉતાવળ છે.” તેની સાથે એક બીજો હાથ પણ બિલ આગળ કરી બોલે છે: “ના, પેલા મારું બિલ લઇ લો. મારે વધારે ઉતાવળ છે.”

અવાજ સાંભળી બંને સામે જુએ છે તો શ્રુતિ અને શ્રેયસ. બંને હસી પડે છે. શ્રેયસ શ્રુતિનું બિલ લઇ પેલા ભાઈને આપે છે. ફરી ફરી મુલાકાતથી હૃદયથી બંને નિકટ આવી ગયા હતા.હવે તો તેઓ ગમે તે જગ્યાએ જાય છે ત્યાં આજુ બાજુ નજર કરી શ્રેયસ શ્રુતિને અને શ્રુતિ શ્રેયસને શોધી રહી હોય છે.

શ્રેયસના દુરના રિલેશનમાં લગ્ન હતા. શ્રેયસને ત્યાં જવાની ઈચ્છા નહોતી પણ તેના પપ્પાના કહેવાથી તેને જવું પડે છે. શ્રેયસનું મન ક્યાંય પણ લાગતું ન હતું. તે જમીને ઘરે જવાની ઉતાવળમાં હતો. શ્રેયસ પ્લેટ લેવા જાય છે ત્યારે તે પ્લેટ પર એ જ સમયે બીજા કોઈએ પણ હાથ મૂક્યો. સામે જોયું તો શ્રુતિ.

શ્રેયસ શ્રુતિને જોઇને ખુબ જ ખુશ થઇ જાય છે. હસીને કહે છે: “હાઈ શ્રુતિ !”

શ્રુતિ કંઈ પણ બોલ્યા વગર નજર ફેરવીને ત્યાંથી જતી રહે છે. શ્રેયસ ઉદાસ થઇ જાય છે. તેને થાય છે કે મેં કંઈ ખોટું તો નથી કર્યું ને? બધાની સામે આ રીતે તેને બોલાવી એ તેને નહિ ગમ્યું હોય કે પછી હૃદયની હલચલ, વારંવાર જોવાની તડપ, અંતરની અનુભૂતિ એ ફક્ત મને જ થાય છે. આવા વિચારોથી શ્રેયસનું મન વિમાસણમાં પડી જાય છે.

શ્રેયસને તેના મિત્રો આ વિમાસણમાંથી બહાર આવવા શ્રુતિને એકવાર મળવાનું કહે છે. પણ શ્રેયસ તેવી હિંમત કરી શકતો નથી. એક દિવસ શ્રુતિ શ્રેયસ પાસે બુક લેવા આવે છે, ત્યારે શ્રેયસ હિંમત કરી તેને કોફી પીવાનું આમંત્રણ આપે છે. અને શ્રુતિ પણ તૈયાર થઇ જાય છે.

બંને નજીકના કોફી-હાઉસમાં પહોંચે છે. ત્યાં થોડીવાર તો શ્રેયસ કંઈ બોલી શકતો નથી. ફક્ત શ્રુતિની વાતો સાંભળે છે. પછી શ્રેયસે કહ્યું: “તે દિવસે લગ્નમાં મારે બધાની વચ્ચે તને ના બોલાવવી જોઈએ. sorry , પણ હું…….હું તને જોઉં છું ત્યારે મારા અંતરની ઊર્મિઓને હું રોકી શકતો નથી.મેં તને જયારેપહેલીવાર જોઈ ત્યારે ખબર નહિ પણ મને કંઈક અલગ જ અનુભૂતિ થઇ. હજુ પણ તને જયારે જોઉં છું ત્યારે એ જ હૃદયના ધબકારાની તેજ ગતિ, સ્થિર આંખો અને અંતરમાં જાણે બધા જ સુખની અનુભૂતિઓ અનુભવું છું. ખોટું ના લગાડીશ, હું ફક્ત મારી લાગણી કહું છું. મારી તારી પાસેથી કોઈ અપેક્ષા નથી. પણ મારી ઊર્મિઓ મારા કાબુમાં નથી. I love you shruti ……..”

શ્રેયસ તો શું બોલી ગયો તેનું તેને ભાન જ ના રહ્યું. મોં નીચે રાખીને શરમથી ઝૂકી ગયો. થોડીવાર બંને નિ:સ્તબ્ધ થઇ ગયા. શ્રેયસની તો નજર ઉંચી કરવાની હિંમત જ નહોતી.

ત્યાં તો શ્રુતિએ કહ્યું: ” I love you too shreyas .”

જવાબ છોડો