ફેશિયલ કઈ ઉંમરે અને કેટલા અંતરે કરાવવું યોગ્ય

0
165
FACIAL AGE
ફેશિયલ કરાવવું આજકાલ સાવ સામાન્ય બાબત છે. છતાં ફેશિયલના વિષયમાં લોકોને પૂરી જાણકારી હોતી નથી. કોઈ ફેશન મોડેલ હોય કે ઓફિસમાં કામ કરતી સ્ત્રી, વિદ્યાર્થી હોય કે ગૃહિણી, ફેશિયલ આજકાલ લગભગ બધા જ લોકો કરાવે છે. ફેશિયલ કરાવવા માટે બધા લોકો મોટાભાગે પાર્લરમાં આપવામાં આવેલી જાણકારી પર જ નિર્ભર રહે છે. ડાયમંડ, ગોલ્ડ, હર્બલ જેવા નામો અને તે શું છે તેના વિષે બધા લોકો જાણતા નથી હોતા. તેથી કેટલીક વાર નાના નાના પાર્લરમાં લોકો ફેશિયલના નામે પૈસા અને ચહેરો બરબાદ કરી દે છે. તેથી ફેશિયલની પ્રાથમિક માહિતી બધાને હોવી જોઈએ.
ફેશિયલ એ સૌન્દર્ય માટેની ખૂબ જ મહત્વની ટ્રીટમેન્ટ છે. તે તન મનને આરામ આપે છે. ફેશિયલ કરાવવાથી સ્કિન ફ્રેશ અને ડેલીકેટ લાગે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. તે મસલ્સને ટોન અપ કરે છે. તે નિષ્ક્રિય ગ્રંથીઓને સક્રિય કરે છે. ફેશિયલ ડ્રાય સ્કિન અને કરચલીવાળી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્કીનનું મોઈશ્ચર લેવલ બેલેન્સ કરે છે. તે સ્કિનને યંગ રાખવામાં મદદ કરે છે.

 

શું જરૂરી છે ફેશિયલ ? :-

કેટલીક ખાસ વસ્તુઓની સાથે ચહેરા પર મસાજ કરવી તે ફેશિયલ છે.

 

ચહેરાની માંસપેશીઓના ટોનિંગ માટે, કરચલીઓના બચાવ માટે ફેશિયલ કરવું જરૂરી છે.

 

એક ફાયદો એ પણ છે એક ફેશિયલ કરાવવાથી ચેહેરા પર બ્લડ સર્ક્યુલેશન વધે છે અને મસાજને લીધે આરામ પણ મળે છે. તેથી ચહેરાની સાચી મસાજ થાય તે માટે જરૂરી છે કે કોઈ પ્રશિક્ષિત બ્યુટીશિયન પાસે ફેશિયલ કરાવવું.

 

જો ફેશિયલ યોગ્ય રીતે ન થાય તો ફાયદાને બદલે નુકશાન પણ થઇ શકે છે.

 

ફેશિયલ કઈ ઉંમરમાં કરાવવું યોગ્ય :-

ફેશિયલ કરાવવા માટેની સાચી ઉંમર તો છે 20 થી 25 વર્ષ વચ્ચેની, પરંતુ ઉંમરથી વધારે જરૂરી છે ત્વચાનો પ્રકાર.

 

કેટલાક લોકોની ત્વચા એવી હોય છે કે જેના પર કરચલીઓ બહુ જ જલ્દી પડી જાય છે. આવી સ્કિન માટે ફેશિયલ કરાવવું જરૂરી બની જાય છે.

 

કેટલીક વખત ચહેરા પર FRECKELS ( ચામડી પર આછા ભૂરા રંગના ડાઘ ), કે અન્ય ડાઘ પડી જાય છે , તેના માટે પણ ફેશિયલ જરૂરી છે.

 

બહુ નાની ઉંમરમાં જો ત્વચામાં કોઈ સમસ્યા ન હોય તો ચહેરા પર ક્લીનિંગ કરવા માટે પણ ફેશિયલ જરૂરી છે.

 

ક્લીનિંગમાં ચહેરા પર સ્ક્રબિંગ કરીને ફેસ પેક લગાવી દેવામાં આવે છે. તેનાથી ત્વચા સાફ થઇ જાય છે.

 

ફેશિયલ કેટલા દિવસોના અંતરે કરાવવું :-

ફેશિયલ કેટલા દિવસોના અંતરે કરાવવું તે પણ એક મહત્વનો પ્રશ્ન છે. ફેશિયલની સમય સીમા પણ આપણી ત્વચા અને ઉંમર પર નિર્ભર છે.

 

જો સ્કિન ડ્રાય હોય તો થોડા – થોડા સમયે ફેશિયલ કરાવવું જોઈએ, જયારે ઓઈલી સ્કિનમાં ઓછું કરાવવું પડે છે.

 

સામાન્ય રીતે જો સ્કિનમાં કોઈ સમસ્યા ન હોય તો 35 વર્ષની પહેલા મહિનામાં એક વાર કરાવવું યોગ્ય છે.

 

35 થી 40 વર્ષમાં 20 દિવસમાં તથા 40 વર્ષ પછી 15 દિવસે કરાવવું યોગ્ય છે.

 

જવાબ છોડો