ફેશિયલ સ્ટેપ્સ

0
102
FACIAL STEP
ફેશિયલ એ સૌન્દર્ય માટેની ખૂબ જ મહત્વની ટ્રીટમેન્ટ છે. તે તન મનને આરામ આપે છે. ફેશિયલ કરાવવાથી સ્કિન ફ્રેશ અને ડેલીકેટ લાગે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. તે મસલ્સને ટોન અપ કરે છે. તે નિષ્ક્રિય ગ્રંથીઓને સક્રિય કરે છે. ફેશિયલ ડ્રાય સ્કિન અને કરચલીવાળી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્કીનનું મોઈશ્ચર લેવલ બેલેન્સ કરે છે. તે સ્કિનને યંગ રાખવામાં મદદ કરે છે.

 

ફેશિયલ, સ્ટેપ બાય સ્ટેપ :-

ક્લીનઝિંગ (ક્લીનઝિંગ મિલ્કથી) 2 થી 3 મિનિટ
ડીપ ક્લીનઝિંગ (સ્ક્રબથી) 3 થી 5 મિનિટ
નરિશિંગ ક્રીમથી મસાજ 20 થી 25 મિનિટ
ક્રીમ લૂછી બ્લેકહેડ્સ કાઢવા 3 થી 5 મિનિટ
અસ્ટ્રીન્જ્ન્ટ લગાવવું 1 થી 2 મિનિટ
ફેસ પેક લગાવવો 10 થી 15 મિનિટ
કોલ્ડ સ્ટીમ (ઓક્સિલેશન) 2 થી 3 મિનિટ
પ્રટેક્શન (સ્કિન ટોનરથી) 1 થી 2 મિનિટ

 

ફેશિયલ સ્ટેપ્સ :-

1. જનરલ સ્ટેપ્સ

ચહેરા અને ડોક પર આંગળીની મદદથી ક્રીમ લગાવવું. પછી ઠંડુ પાણી હાથમાં લઇ નીચે પ્રમાણેના મસાજ સ્ટેપ્સ લેવા.

 

ચાર આંગળીની મદદથી દાઢીથી શરુ કરી નાક પાસેથી કપાળ પર લઇ જઈ કાન પાસે લાવી પાછા દાઢી પર જવું.

 

ગાલ પર ઉપરની દિશામાં આંગળીની મદદથી મસાજ કરવો.

 

દાઢીની ઉપર અને નીચે પહેલી બે આંગળી ગોઠવી કાતરની જેમ ફેરવવી.

 

હોઠની ફરતે કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

પછી હોઠની ફરતે એક જ દિશામાં સર્કલ બનાવવું.

 

લાફ્ટર લાઈનની જગ્યાએ હાફસર્કલ કરવું.

 

નાકની નીચે કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

આઇબ્રો – સેન્ટરથી થોડું નીચે નાક પાસે બે આંગળીથી પ્રેશર આપવું.

 

આઇબ્રો – કોર્નર્સ પર બે આંગળીથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

બંને હાથની પહેલી આંગળીથી નાકના ટીપ પર ઉપરની તરફ મસાજ કરવો.

 

2. ગાલના સ્ટેપ્સ :

બંને હાથની એક આંગળીને નીચેથી ઉપરની તરફ લઇ જઈ રોલપેટિંગ કરવું.

 

ત્રણ આંગળીથી રોલપેટિંગ કરવું.

 

બંને હાથથી ચપટીથી મસાજ કરવો.

 

ગાલ પર આંગળીથી થપથપાવવું.

 

અંગૂઠાથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

બધી જ આંગળીથી વાઈબ્રેશન મસાજ કરવો.

 

પલ્સ પોઈન્ટ પર ત્રણ આંગળીથી પ્રેશર આપવું.

 

3. આંખના સ્ટેપ્સ :

આંખની ફરતે કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

આંખની નીચે આંગળીથી વાઈબ્રેશન કરવું.

 

આંખની ઉપર ત્રીજી આંગળીથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

ક્રીસલાઈન પર એક આંગળીથી મસાજ કરવો.

 

આંખના કોર્નરમાં અંગ્રેજીના ‘S’ કે ‘8’ શેપમાં મસાજ કરવો.

 

આઈબ્રોઝને ચપટીથી મસાજ કરવો.

 

આઈબ્રોઝને પ્રેસ કરવી.

 

આંખની ફરતે અંગ્રેજીના ‘S’ કે ‘8’ શેપમાં મસાજ કરવો.

 

આંખ પર થોડીક વાર માટે હથેળી મૂકી રાખો.

 

4. કપાળના સ્ટેપ્સ :

આઈબ્રોઝની વચ્ચે બંને આંગળી ક્રોસ રાખીને ઉપર તરફ મસાજ કરવો.

 

આઈબ્રોઝ પર આંગળીથી ઉપર તરફ મસાજ કરવો.

 

કપાળમાં બે આંગળીથી ‘V’ શેપ બનાવી તેની વચ્ચે એક આંગળીથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

બંને આંગળી પાસપાસે રાખી ઊભા સ્ટ્રોકમાં મસાજ કરવો.

 

અંગ્રેજીના ‘S’ કે ‘8’ શેપમાં કપાળ પર મસાજ કરવો.

 

કપાળ પર બધી આંગળીથી થપથપાવીને મસાજ કરવો.

 

એક હાથથી કપિંગ કરવું અને બીજા હાથથી ઉપરની તરફ મસાજ કરવો.

 

5. જડબાના સ્ટેપ્સ :

એક હાથ કાન પાસે રાખી બીજા હાથની હથેળીથી ડોક પર જડબાની લાઈન સુધી મસાજ કરવો.

 

જડબાની લાઈન પર દાઢીથી કાન સુધી ક્રિસ – ક્રોસ મસાજ કરવો.

 

જડબાને ચપટીથી મસાજ કરવો.

 

જડબાની લાઈન પર આંગળીથી થપથપાવવું.

 

જડબા લાઈન પર એક હાથથી કપિંગ કરી બીજા હાથથી ઉપરની તરફ મસાજ કરવો.

 

જડબા લાઈનથી ઉપર તરફ હલકા હાથે મસાજ કરવો.

 

ડોક પર ક્રિસ – ક્રોસ મસાજ કરવો.

 

6. ખભાના સ્ટેપ્સ :

બટરફ્લાય સ્ટ્રોકની જેમ હાથ રાખી સર્કલમાં મસાજ કરવો.

 

બંને હાથથી વાઈબ્રેશન કરવું.

 

કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ કરી ફ્રિકશન કરવું.

 

ખભા પર ચપટીથી મસાજ કરવો.

 

હાથથી થપથપાવવું.

 

મુઠ્ઠી વાળી તેના વળેલી આંગળીવાળા પાર્ટથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

હથેળીની ટચલી આંગળીવાળી ધારથી અંદરની તરફ મસાજ કરવો.

 

અંગ્રેજીના ‘S’ કે ‘8’ શેપમાં એક ખભાથી બીજા ખભા સુધી મસાજ કરવો.

 

કોલર બોનને પ્રેસ કરવું.

 

ખભા પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

એક હાથ ખભા પર રાખી બીજા હાથથી ખભાથી ડોકની ઉપર સુધી ઉપર તરફ મસાજ કરવો.

 

7. પીઠના સ્ટેપ્સ :

બટરફ્લાય સ્ટ્રોકથી મસાજ કરવો.

 

કરોડરજ્જુ પર એકની ઉપર એક હાથ રાખી ઉપરની તરફ સ્ટ્રોક આપવો.

 

કાનની પાછળ કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

પહોળા હાથથી પીઠ પર નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

* નોંધ :- ઉપરના બધા જ સ્ટેપ્સ કરતી વખતે વચ્ચે વચ્ચે જનરલ સ્ટેપ્સ કરતા જવા. મસાજ કરતી વખતે ક્રીમ કે વોટર લેવું હોય ત્યારે એક હાથ ફેઈસને અડકાડી રાખીને બીજા હાથથી લેવું. મસાજ કરતી વખતે માત્ર પ્રેશર પોઈન્ટ પર જ વજન આપવું; બાકી બધે હલકા હાથથી મસાજ કરવો. ક્રીમ આંખો અને મોઢામાં ન જાય તેનું ધ્યાન રાખવું. પેક સુકાય જાય ત્યાં સુધી હાથે અને પગે મસાજ કરી લેવો.

 

જવાબ છોડો