FACIAL TIPS IN GUJARATI
ફેશિયલથી જોડાયેલી કેટલીક ખોટી માન્યતાઓ લોકોના મનમાં હોય છે. તો ચાલો જાણીએ આ ભ્રમ શું છે અને એનાથી જોડાયેલું સત્ય.

 

ભ્રમ : વધારે ફેશિયલ કરાવવાથી કરચલીઓ પડી જાય છે.
સત્ય : કરચલીઓ વધારે ફેશિયલ કરાવવાથી નહિ, ખોટી રીતે ફેશિયલ કરાવવાથીપડે છે. સાચી રીતથી ફેશિયલ કરવાથી કરચલીઓ દૂર થાય છે. ફેશિયલ હંમેશા પ્રશિક્ષિત બ્યુટીશિયન પાસે જ કરાવવું જોઈએ.

 

ભ્રમ : ખૂબ જ નાની ઉંમરમાં ફેશિયલ કરાવવું ન જોઈએ.
સત્ય : એ વાત સાચી છે કે નાની ઉંમરમાં ત્વચા ચમકદાર રહે છે, પરંતુ કેટલાક લોકોની ત્વચા પર કરચલીઓ નાની ઉંમરમાં થવા લાગે છે. ડાર્ક સર્કલ કે ડાઘ પડી જતા હોય છે. આવી સ્થિતિમાં નાની ઉંમરમાં પણ ફેશિયલ કરાવી શકાય છે.

 

ભ્રમ : એક વાર ફેશિયલ કરાવીએ તો હંમેશા કરાવવું પડે છે.
સત્ય : એક વાર ફેશિયલ કરાવવાનો કોઈ અર્થ હોતો નથી, ફેશિયલ તો થોડા – થોડા સમયના અંતરે કરાવી શકાય. અને ન કરવાથી કરચલીઓ પડવા લાગશે, એટલે આપણી ત્વચાની જરૂરિયાત પ્રમાણે થોડા -થોડા દિવસોના અંતરે ફેશિયલ કરાવવું જોઈએ.

 

ભ્રમ : ફેશિયલમાં લેઝરના પ્રયોગથી ત્વચા ખરાબ થઇ જાય છે.
સત્ય : લેઝરના પ્રયોગથી ત્વચા ખરાબ નથી થતી, તે ત્વચાને પ્રદૂષણ, ધૂળ વગેરેથી સાફ કરે છે. પરંતુ લેઝરનો પ્રયોગ કેવી રીતે અને કેટલીવાર સુધી કરવામાં આવે છે તે વધારે મહત્વપૂર્ણ છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રશિક્ષિત બ્યુટીશિયન પાસે જ કરવો.

 

ભ્રમ : ફેશિયલ પછી સ્ટીમ લેવી જરૂરી છે.
સત્ય : ફેશિયલ કરાવ્યા બાદ હંમેશા સ્ટીમ લેવી જરૂરી નથી, પણ જો ત્વચા પર બ્લેક હેડ્સ હોય તો સ્ટીમ લેવી જોઈએ. બહુ વધારે સ્ટીમ લેવાથી ત્વચાના છિદ્રો ખુલી જાય છે, જે ફેસ પેકથી પણ બંધ થતા નથી.

 

ભ્રમ : ફેશિયલમાં હાર્ડ મસાજ ( ખૂબ ઝડપથી ) વધારે સારી છે.
સત્ય : ખૂબ ઝડપથી મસાજ કરાવવી સારી લાગી શકે છે, પરંતુ સત્ય એ છે કે ફેશિયલમાં એકદમ હળવા હાથોથી મસાજ કરવી જોઈએ. હાર્ડ મસાજથી ત્વચા ખેંચાય છે અને ઢીલી થઇ જાય છે. મસાજ ધીરે ધીરે હળવા હાથોથી થવી જોઈએ, જેનાથી રિલેક્સ અનુભવાય.

 

જવાબ છોડો