FACE PACK GUJARATI TIPS
ફેશિયલ કર્યા પછી ત્વચાના રોમછીદ્ર ખુલી જાય છે, માટે ફેસ પેકનો પ્રયોગ ફેશિયલ પછી જરૂરથી કરવો જોઈએ.

 

ફેસપેકનો પ્રયોગ ફેશિયલ વગર પણ કરી શકાય છે, પરંતુ નાની ઉંમરમાં વધારે ટાઈટનિંગ પેકનો ઉપયોગ ન કરવો જોઈએ.

 

ફેસ પેક ત્વચાને નિખારે છે તથા સાફ કરે છે. સાથે તેનાથી ત્વચાને પોષણ પણ મળે છે.

 

ફેસ પેકનો પ્રયોગ હંમેશા ફેશિયલ પછી કરવામાં આવે છે, પરંતુ ફેસ પેકનો પ્રયોગ ફેશિયલ વગર પણ કરી શકાય છે, તેમજ પેક આપણે ઘરે બનાવીને પણ લગાવી શકીએ છીએ.

 

ફેસ પેકમાં ફળો અને અરોમા ઓઈલનો પ્રયોગ કરવાથી રીઝલ્ટ સારું આવે છે. સારા પાર્લરમાં યંગ સ્કિન માસ્કનો પ્રયોગ કરવામાં આવે છે, જેમાં કોલેજન હોય છે.

 

પેક કેટલાયે પ્રકારના હોય છે_ વેજિટેબલ, હર્બલ, ચંદન વગેરેના ફેસ પેક ઘરે બનાવીને લગાવી શકાય છે.

 

પેકનો પ્રયોગ ત્વચા અનુસાર પણ કરી શકાય છે. ત્વચાની જરૂરતના પ્રમાણે તેમાં જિનસિંગ, અરોમા ઓઈલ કે કોલેજન નાખી શકાય છે.

 

જો ફેશિયલ પછી ફેસ પેકનો ઉપયોગ કરવો હોય તો તેની પૂરી કીટ મળે છે. ગોલ્ડ ફેશિયલના પેકમાં ગોલ્ડ ડસ્ટનો ઉપયોગ થાય છે.

 

પાર્લરમાં એન્જાઈમ અને ગ્લો પેકનો પણ પ્રયોગ થાય છે, જેમાં કેટલાક ખાસ એન્જાઈમની સાથે ચંદન અને જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે.

 

ફેસ પેકથી ત્વચા સાફ તો થઇ જાય છે, સાથે ચમકદાર, ખીલી ખીલી, એકદમ જીવંત થઇ જાય છે.

 

ખુલ્લા રોમછીદ્રો માટે :

જેમની ત્વચા તૈલીય તથા રોમછીદ્રો ખુલ્લા હોય, તેમના માટે સાઈટ્રસ ફળો કે ટામેટાનો પેક સારો રહે છે.

 

થોડા ક્રસ કરેલા ટામેટા, એક ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદનનો પાઉડર, થોડી હળદર મેળવીને પેક બનાવીને ચહેરા પર લગાવવો.

 

ખુલ્લા રોમછીદ્રો માટે ટામેટાના ટુકડાને ચહેરા પર થોડીવાર ઘસી તે ટુકડા સુકાય જાય ત્યાં સુધી રહેવા દો. ત્યારબાદ ફેઈસ વોશ કરો.

 

તૈલીય ત્વચા માટે :

જો ત્વચા તૈલીય હોય તો ઇંડાનો પેક સારો રહે છે.

 

એક ઈંડાની સફેદીમાં એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી મુલતાની માટી, એક ચમચી કેઓલીન પાઉડર (બજારમાં તૈયાર મળે છે) મેળવીને પેક લગાવો.

 

આ પેકને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ ચહેરો ધોઈ લો.

 

શુષ્ક ત્વચા માટે :

જો આપની ત્વચા શુષ્ક હોય તો કેળાનું પેક સારું રહેશે. ક્રસ કરેલા કેળામાં એક ચમચી મિલ્ક પાઉડર, એક ચમચી મુલતાની માટી, એક ચમચી ચંદન પાઉડર મેળવીને તેમાં કાચું દૂધ નાખી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો.

 

રૂખી ત્વચામાં કોમળતાની કમી હોય છે, તેના માટે સૌથી સારો ઉપાય છે થોડું મધ ચહેરા પર લગાવો. અને થોડી વાર પછી ચહેરો ધોઈ લો.

 

શુષ્ક ત્વચા માટે બદામનો પેક પણ ફાયદાકારક છે. થોડી પીસેલી બદામમાં, કાચું દૂધ અને ચંદન પાઉડર મેળવીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો.

 

સામાન્ય ત્વચા માટે :

સામાન્ય ત્વચા માટે ખીરાના રસમાં એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી મુલતાની માટી, એક ચમચી કૈલમાઈન પાઉડર મેળવીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો.

 

રંગ સાફ કરવા માટે :

ચહેરાનો રંગ સાફ કરવા માટે પપૈયાનો પ્રયોગ કરવો જોઈએ. કાચા પપૈયાનો રસ કાઢીને, તેમાં એક ચમચી ચંદન પાઉડર, એક ચમચી મુલતાની માટી મેળવીને પેક બનાવી ચહેરા પર લગાવો.

 

સોનેરી ત્વચા માટે :

જો ત્વચા વધારે તડકામાં રહેવાથી લાલ થઇ ગઈ હોય તો સંતરાનો પેક લગાવો. થોડા સંતરાના રસમાં એક ચમચી મુલતાની માટી, એક ચમચી કેઓલીન પાઉડર નાખીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો.

 

ખીલના ડાઘ માટે :

ચહેરા પર ખીલ હોય તો એન્ટીસેપ્ટિક પેક લગાવવો જરૂરી છે. તેના માટે ફુદીનાનું ફેસ પેક સારું રહે છે. એક ચમચી મુલતાની માટીમાં એક ચમચી ચંદન પાઉડર, ગુલાબ જળ તથા ફુદીનાનો રસ મેળવીને તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો.

 

જવાબ છોડો