dwadash jyotirling
પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શંકરની પૂજા – ભક્તિનો માસ. આખો મહિનો સૌ કોઈ વ્રત – ઉપવાસ કરી, પૂજા – અર્ચના કરી ભગવાન શંકરને રીઝવે છે. કારણ કે ભગવાન શંકર એના ભક્તોને ખૂબ જ ચાહે છે. ભોલેનાથ મહાદેવનું મંદિર ગામે ગામ હોય છે. તમારા ગામમાં આવેલા શિવમંદિરે તમે પણ દર્શન કરવા જતા હશો, ખરું ને!

 

શિવ મંદિરમાં ગર્ભગૃહની બરાબર મધ્યમાં એક લિંગ હોય છે. જેના પર દૂધ કે પાણીનો અભિષેક કરવામાં આવે છે. ભક્તોના ભક્તિભાવથી પ્રભાવિત થઇ મહાદેવજી જે ક્ષેત્ર એટલે કે વિસ્તારમાં પ્રગટ થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થિર થયા, તેમાંના પ્રથમ મુખ્ય 12 ની ગણના જ્યોતિર્લિંગના રૂપમાં કરવામાં આવે છે. આ બાર જ્યોતિર્લિંગ સચિત્ર નીચે પ્રમાણે છે.

 

1. સોમનાથ :-

Somnath-Jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના વેરાવળ ખાતે આવેલું છે.
મહત્વ / કથા : દક્ષ પ્રજાપતિના શાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રમાંએ આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

 

2. મલ્લિકાર્જુન :-

mallikarjun-Jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કુર્નુલ જિલ્લામાં આવેલું છે.
મહત્વ / કથા : ભગવાન શિવજી પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વામી કાર્તિકેયને મનાવવા માટે માતાજી સાથે આવ્યા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહી બિરાજમાન થયા.

 

3. મહાકાળેશ્વર :-

Mahakaleshwar-Jyotirling1
સ્થાન: આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે.
મહત્વ / કથા : ઉજ્જૈન ભારતની સાત પુરીઓમાંની (નગરીઓમાંની) એક છે. ભગવાન શિવજીએત્રિપુરાસુરનો વધ અહી કર્યો હતો.

 

4. ઓમકારેશ્વર :-

omkareswar-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે મધ્ય ભારતમાં આવેલું છે.
મહત્વ / કથા : ઈક્ષ્વાકુ વંશીય રાજા માંધાતાએ અહી ભગવાન શિવની પૂજા કરી હતી. તેથી પ્રસન્ન થઈનેશિવજીએ અહી લિંગ રૂપે રહેવાનું પસંદ કર્યું.

 

5. કેદારનાથ :-

kedarnath-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ હિમાલય પ્રદેશમાં આવેલું છે.
મહત્વ / કથા : નર – નારાયણે ભગવાન શિવજીની આરાધના કરી. તેમણે માંગેલા વરદાનની પૂર્તિ માટેભગવાન શિવ અહી પ્રતિષ્ઠિત થયા.

 

6. ભીમાશંકર :-

bhimashankar-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ અસમ રાજ્યના ગુવાહાટી નજીક બ્રહ્મપુર પર્વત પર આવેલું છે.
મહત્વ / કથા : અહીંના શિવ ભક્ત રાજાને હેરાન કરનાર ભીમક નામના રાક્ષસનો ભગવાન શિવે વધ કર્યો.રાજાની વિનંતીથી શિવજી લિંગ સ્વરૂપે બિરાજમાન થયા.

 

7. વિશ્વનાથ :-

vishvanath-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ કાશીમાં આવેલું છે.
મહત્વ / કથા : ભગવાન શિવને કાશી સૌથી વધુ પ્રિય છે. સાત નગરીમાંની કાશી એક નગરી છે.

 

8. ત્ર્યંબકેશ્વર :-

tryambakeshwar-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાશિક પાસે આવેલું છે.
મહત્વ / કથા : ગૌતમ ઋષિ તેમજ ગૌતમીની પ્રાર્થના અનુસાર ભગવાન શિવે અહી વાસ કર્યો.

 

9. વૈદ્યનાથ :-

vaidynath-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ બંગાળ રાજ્યના સંથાલ પરગણામાં આવેલું છે.
મહત્વ / કથા : હિમાલયથી વિગ્રહ લઇ લંકા જતા રાવણને લઘુશંકા જવું પડ્યું. પાસે ઉભેલા એક ગોવાળનેવિગ્રહ સોંપીને લઘુશંકા કરવા ગયો. ગોવાળથી આ વિગ્રહનો ભાર સહન ન થતા તેને જમીનપર મૂકી દીધું. રાવણે પાછા આવી શિવલિંગ ઉપાડવા અથાગ પ્રયત્નો કર્યા. છતાં તે ઉચકી નશક્યો. પછી દેવોએ પૂજા, અર્ચના કરી વિધિવત ત્યાં શિવલિંગની સ્થાપના કરી.

 

10. નાગેશ્વર :-

nageshwar-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દ્વારકા પાસે આવેલું છે.
મહત્વ / કથા : સુપ્રિય નામના વેપારીને વરદાન મળતા દ્વારક નામના રાક્ષસને તે મારી શક્યો. આથી આજ્યોતિર્લિંગની સ્થાપના થઇ.

 

11. રામેશ્વર :-

rameshwar-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતમાં સમુદ્ર કિનારે તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.
મહત્વ / કથા : ભગવાન શ્રી રામે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી શિવજીની પૂજા કરી હતી. આથી તેનુંનામ રામેશ્વર પડ્યું છે.

 

12. ધુશ્મેશ્વર :-

ghushmeshwar-jyotirling
સ્થાન : આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના દૌલતાબાદ ( દેવગિરિ ) પાસેના વેરુલ ગામે આવેલું છે.
મહત્વ / કથા : ધુશ્માં નામની પતિપરાયણ તથા ધર્મપરાયણ સ્ત્રી હતી. તેની શોક્ય સુદેહાના ષડયંત્રનોશિકાર બનેલો ધુશ્માનો બાળક જીવતો થયો. ધુશ્માની ભક્તિથી પ્રભાવિત થઇ ભગવાન શિવજ્યોતિર્લિંગ સ્વરૂપે અહી બિરાજમાન થયા.

 

જવાબ છોડો