ધ્યાન મુદ્રા

0
132
DHYAN MUDRA GUJRATI

મુદ્રા બનાવવાની રીત :-

પદ્માસનમાં બેસીને જમણા હાથની હથેળી પર ડાબા હાથની હથેળીને ( ઉલટા હાથ પર સીધા હાથને ) સહેજ હલકા દબાણથી રાખવાથી ધ્યાન મુદ્રા બને છે.

 

ધ્યાન રાખવું કે શીર – ગર્દન, રીઢનું હાડકું વગેરે સીધા રહે, આંખો અને હોઠ સહજતાથી બંધ રહે. ધ્યાન પોતાના ઈષ્ટદેવના સ્વરૂપ પર સ્થિર કરવું. અથવા કાર્યોત્સર્ગ કરવો. શરીરથી શાંત રહી થોડા સમયને માટે વિચાર રહિત અવસ્થામાં રહેવાનો પ્રયાસ કરવો.

 

વિશેષ :-

અષ્ટાંગ યોગ ( યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ) નું એક અંગ ધ્યાનની સાધનામાં આ મુદ્રા વિશેષરૂપથી સહાયક સિદ્ધ થઇ છે.

 

સહજ ધ્યાન મુદ્રા :- જે વ્યક્તિ પદ્માસન કરી શકતા નથી એમણે ધ્યાન મુદ્રા સુખાસન અથવા સ્વસ્તિક અથવા પલાઠી આસનમાં બેસીને કરવી જોઈએ. આ સહજ ધ્યાન મુદ્રા છે. સહજ ધ્યાન મુદ્રાને સાધારણ વ્યક્તિ અધિક લાંબા સમય સુધી સરળતાથી કરી શકે છે.અને ધ્યાન મુદ્રાના લાભ પણ મળી જાય છે.

 

ધ્યાન યોગ મુદ્રા :- ધ્યાન મુદ્રામાં જોં જમણી હથેળી પર ડાબી હથેળી રાખીને બંને હાથના અંગૂઠાને પરસ્પર મેળવીને રાખવામાં આવે તો એક એવી યોગ મુદ્રા બની જાય છે જે લાંબા ધ્યાનને માટે ઉપયોગી છે. અને લાંબા અભ્યાસથી સાધકના મુખમંડળ પર દિવ્ય આકર્ષણ કે ઓરા(તેજસ) નું અજ્ઞાત, અદ્રશ્ય, આભામંડળ એની પાસે આવવાવાળા લોકોને પ્રભાવિત કરવા લાગે છે.

 

ધ્યાન મુદ્રામાં જો હથેળીઓ એક-બીજા પર રાખ્યા બાદ બંને હથેળીઓ જ્ઞાન મુદ્રાની સ્થિતિમાં રાખવામાં આવે તો ધ્યાન મુદ્રા તથા જ્ઞાન મુદ્રાના સમ્મિલીત લાભની સાથે પ્દ્માંસનના લાભ પણ મળી જાય છે.

 

સમયની સીમા :-

સાધકને માટે ધ્યાન મુદ્રામાં સમયની કોઈ સીમા નથી. સહજતાની સાથે પદ્માસન કરવાની ક્ષમતાના અનુરૂપ ધ્યાન મુદ્રાનો અભ્યાસ કરવો જોઈએ. સાધારણ વ્યક્તિએ એને ધીરે-ધીરે વધારતા રહીને ઓછામાં ઓછી 20 મિનિટથી એક કલાક સુધી કરવી જોઈએ. ધ્યાન મુદ્રા ન કરી શકવાની અવસ્થામાં સહજ ધ્યાન મુદ્રા કરીને લાભ ઉઠાવવો જોઈએ.

 

લાભ :-

ધ્યાન મુદ્રાથી માનસિક શાંતિ મળે છે. અને સ્નાયુ મંડળને બળ મળે છે.

 

મનની ચંચળતા શાંત થઇને ચિત્તની એકાગ્રતા વધે છે. સાત્વિક વિચારોથી ઉત્પત્તિ થાય છે. એન પ્રભુ ભજનમાં મન લાગે છે.

 

સાધકને ધ્યાનના પ્રભાવથી ધ્યાનની ઉચ્ચતર સ્થિતિમાં પહોંચાડવામાં સહાયતા મળે છે.

 

આત્મ સાક્ષાત્કાર અને ઈશ્વરના સાક્ષાત્કારમાં આ મુદ્રા સહાયક છે.

 

જવાબ છોડો