ઈન્ટરનેટનું માળખું કેવું હોય છે એ જાણીએ..

જયારે તમે તમારા બ્રાઉઝર(Internet Explorer, Mozilla Firefox, અથવા Google Crome) થી જયારે કોઈ website નું અડ્રેસ ટાઇપ કરો છો ત્યારે તે website કઈ રીતે તમારા બ્રાઉઝરમાં ઉપલબ્ધ થઇ જાય છે? આપણે intenet connection માટે boradband, leased line, dial up, અને 3G અથવા GSM data-card વાપરીએ છીએ એ શું છે અને તેમાં શું તફાવત છે? તો વળી ડોમેઈન, વેબ સ્પેસ, ઈમેઈલ અને બ્લોગ આ બધું શું છે તેવો સવાલ ઘણાને થતો હશે, આ લેખમાં આ બધું સરળ ભાષામાં આવરી લેવાની કોશિશ કરી છે.
ઈન્ટરનેટ એ આખી દુનિયાના કોમ્પુટરને (કે જેમાં internet કનેક્શન છે) જોડતું એક મોટું network છે. તો પહેલા આ network શું છે એ જાણીએ.
સામાન્ય રીતે આપણા ઘરમાં અથવા ઓફિસમાં એક કરતા વધારે કોમ્પ્યુટર હોય છે ત્યારે આપણે network કરતા હોઈએ છીએ. જેથી એક કોમ્પ્યુટર માંથી બીજા કોમ્પ્યુટરમાં અથવા network માં જોડાયેલા બધા કોમ્પ્યુટર માં data(ફાઈલ, ફોટા, ગીત, વિડીઓ વગેરે.)ની આપ-લે કરી શકાય. ટેકનીકલી network માં data sharing કઈ રીતે થાય છે તે સમજવા તેને ૭ તબક્કામાં વહેચેલું છે. જેને આપણે વિગતવાર આગળ સમજીશું. પરંતુ એ પહેલા આપણે network માં મહત્વનો ભાગ ભજવતા બીજા પોઈન્ટ્સ જોઈ લઈએ.

IP Address:

network માંના દરેક કોમ્પ્યુટરને એક IP address આપેલું હોય છે. અને આ જ IP Addess તેની netowork ઓળખાણ બને છે. જેવી રીતે દરેક માણસના નામ હોય છે અને આપણે તેને તેના નામથી ઓળખીએ છે એવીજ રીતે IP Addess કોમ્પ્યુટરની ઓળખાણ હોય છે. આ IP Addess આપણને આપણા ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આપે છે. અને એ DHCP નામની સર્વિસ થી automatic મળે છે. તેથી આપણે એમાં કશું કરવાનું હોતું નથી.

Router :

router અથવા gateway એ કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ ને જોડવાનું કામ કરે છે. સરળ રીતે સમજીએ તો તે એક postoffice અથવા ટપાલી જેવું કામ કરે છે. સામાન્ય રીતે તે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર ની ઓફીસ માં હોય છે. એ કઈ રીતે કામ કરે છે તે આપણે આગળ જોઈશું.

DOMAIN NAME:

આપણે આગળ જોયું કે IP Addess એ કોમ્પ્યુટરની ઓળખાણ છે, પરંતુ એ માત્ર આંકડાઓ છે જે આપણે યાદ રાખી શકતા નથી. હવે હું તમને એક કહું કે મારી સાઈટનું નામ ૫૦.૬૩.૬૯.૧ છે તો તમને એ યાદ રહેશે? તમે કહેશો આ તે વળી કેવી સાઈટ? ખરુંને? પરંતુ તમને કહું કે GULLAL.COM તો તમે તેને યાદ રાખી શકશો. તેથી જ દરેક IP Addess ને માણસ યાદ રાખી શકે તેવું હુલામણું નામ આપવામાં આવે છે જેને ડોમેઈન નેમ કહે છે. તમે એવું માની શકો છે કે IP address એ pincode નંબર છે અને DOMAINNAME એ ગામનું નામ છે

DNS :

હવે માણસ તો ફક્ત કોઈપણ કોમ્પ્યુટર કે વેબ સાઈટ ના હુલામણા નામ જ જાણે છે. તે તો તેના બ્રાઉઝરમાં ફક્ત જે તે વેબ સાઈટ નું નામ જ લખે છે IP Addess નહિ. જેમકે તમે ગૂગલ.કોમ ટાઇપકરો છો ત્યારે કોમ્પ્યુટર અને રાઉટર તે નામ ને સમજી ના શકે. તો એને કેવી રીતે ખબર પડે કે તમે ગૂગલ ખોલવા માગો છો. તે તો ગૂગલ ને ૭૪.૧૨૫.૨૩૬.૧૨૮ જેવા નામ થી ઓળખે છે. અહી DNS SERVICE કામ કરે છે. DNS એ DOMAIN NAME SERVICE નું short form છે. DNS એક સર્વિસ છે અને તે DNS SERVER માં ઇન્સ્ટોલ કરેલી હોય છે. આ server માં IP address અને તેનું હુલામણું નામ બંને સેવ થયેલા હોય છે. તેથી DNS એ એવી સર્વિસ છે જે માણસે લખેલા હુલામણા નામ ને IP Addess માં બદલી શકે છે. અને કોમ્પ્યુટર તેને સમજી શકે છે.

web space :

વેબ સ્પેસ એ બીજું કંઈજ નહિ પરંતુ કોમ્પ્યુટરના હાર્ડડિસ્ક ની જગ્યા છે. પરંતુ એવા કોમ્પ્યુટર કે જે ઈન્ટરનેટ સાથે live ip થી જોડાયેલા છે

HOSTING :

સરળ ભાષા માં સમજીએ તો હોસ્ટીંગ એ બીજું કંઈજ નહિ પરંતુ એક કોમ્પ્યુટર છે જેને ભાડે લઇ શકાય છે, આ કોમ્પ્યુટર ઈન્ટરનેટ સાથે જોડાયેલું છે. અને તેમાં રહેલી માહિતીને શેર કરવા માટે તેમાં ખાસ પ્રોગ્રામ જેવાકે IIS અથવા apache જેવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરેલા છે જેનાથી આ માહિતી કે વેબસાઈટ જોઈ શકાય છે. અને તેની હાર્ડ ડિસ્ક એટલે કે વેબ સ્પેસ ને પણ ભાડે લઇ શકાય છે અને તેમાં વેબસાઈટ લોડ કરી શકાય છે. બીજી રીતે કહું તો તમારી માહિતી તમારે ઈન્ટરનેટમાં રાખવી છે જેથી લોકો તે જોઈ શકે તો તમારે કોઈ એવું કોમ્પ્યુટર જોઈએ કે જેમાં ૨૪ કલાક હાઈસ્પીડ ઈન્ટરનેટ મળે અને હજારો લોકો એકજ સમયે તમારી માહિતી જોઈ શકે. તો હોસ્ટીંગ કંપની આવા સર્વર અને સર્વીસ પ્રોવાઈડ કરે છે. અને સાથે DNS સર્વિસ પણ આપે છે.

website :

વેબસાઈટ એ કોઈ કોમ્પ્યુટરમાં પડેલી એવી માહિતી છે જે લોકો માટે વાંચવા માટે મુકાયેલી છે. અને આ માહિતી તે જે કોમ્પ્યુટરમાં છે તે જ કોમ્યુટરના ip address ને પોતાની ઓળખ માટે વાપરે છે.
હવે જો આપણે એક નવી માહિતી માટે એક વેબસાઈટ બનવાની હોય તો આપણે html માં લખી અને તે પાનાને index.html એવું નામ આપી દઈએ. અને કોઈ હોસ્ટીંગ કંપની પાસેથી ડોમેઈનનેમ અને વેબસ્પેસ ભાડે લઈએ તો તે આપણને ftp અડ્રેસ આપશે. (FTP એ સર્વિસ છે. સામાન્ય રીતે આપણે એક ફોલ્ડર માંથી બીજા ફોલ્ડર માં ફાઈલ કોપી કરીએ છીએ તેમ ઈન્ટરનેટ માં ફાઈલ કોપી કરવા માટે FTP વાપરવું પડે છે. જેના ફાઈલઝીલા જેવા સોફ્ટવેર આવે છે જ્યાં તમારે તમારી FTP નું અડ્રેસ લખી અને તે ફોલ્ડરને ખોલી શકો છો. હવે તમારી index.html ફાઈલ ત્યાં કોપી કરી દો. હવે તમે લીધેલું ડોમેઈનનેમ બ્રાઉઝરના અડ્રેસ બાર માં ટાઇપ કરો તો તે ખુલી જશે.

હવે આપણે જોઈએ ઈન્ટરનેટ પર આ બધું કઈ રીતે કામ કરે છે.

હવે થોડું વધારે સમજવા માટે ઉદાહરણ જોઈએ, માનો કે આપણે કોઈ એક વેબસાઈટ જોવી છે. તો ઉપરના મુદ્દા ધ્યાનમાં લઈને જોઈએ. પરંતુ થોડું જુદી રીતે. આપણે GULLAL.COM માં રહેલા સુવિચારો કે કહેવતો વાચવી છે. તો આપણે આપણા બ્રાઉઝર ખોલી અને ત્યાં અડ્રેસ બાર માં આપણે GULLAL.INલખીશું (આપણે http:// અને www લખવાની કોઈ જરૂર નથી, અને તમે ફક્ત GULLAL લખી અને ctrl + Enter કરશો તો પણ તે http://www.GULLAL.IN લખાઈ જશે. ટ્રાઈ કરી જુઓ) તો તમારું કોમ્પ્યુટર તમારી GULLAL.IN જોવાની વિનંતીને ૦૧૦૧ જેવા બાઈનરી કોડ અને કોમ્પ્યુટરની ભાષામાં તેને રૂપાંતર કરી અને ઈન્ટરનેટ મોડમ મારફતે તે ISP માં રહેલા રાઉટર સુધી મોકલશે, હવે રાઉટર ફક્ત ip address જ ઓળખે હુલામણું નામ નહિ. એટલે એ DNS server ને આ વિનંતી ફોરવર્ડ કરી દેશે. dns server તે રાઉટરને હુલામણા નામનું IP address આપશે, રાઉટરને હવે ખબર છે કે આ IP Adress ધરાવતું કોમ્પ્યુટર ક્યાં રાઉટર સાથે જોડાયેલું છે. તેથી તે આ વિનંતી આગળના રાઉટર સુધી પહોચાડશે આમ છેલ્લે તમારી વિનંતી GULLAL.COM સુધી પહોચી જશે અને પછી જે ક્રિયા થઇ તેનાથી ઉલટી ક્રિયા થશે અને GULLAL.INમાં રહેલી માહિતી તમારા કમ્પ્યુટરના બ્રાઉઝરમાં તમને વાંચવા મળી જશે.

dns

જવાબ છોડો