ચકી આવીને એક ડાળ પર બેથી

કપરા ઉનાળે તડકાથી તપતી

છાયડામાં ‘ઈ’ ઘર એનું શોધતી

ત્યાં તો આવી પવનની એક લહેરખી

લાવી એ તો ઝીણી વાસની એક તીરખી

માળો બનાવી ચકી ખુશી થી બેઠી

થોડીવાર થઇ ત્યાં તો કાબરબાઈ રોતી

પોતાની વાત ‘ઈ’ ચકીને કહેતી:

“ઘર વિનાની હું તો આમતેમ ફરતી

નથી મારે પપ્પા કે નથી મમ્મી

તડકામાં તપતી હું તો એકલી અટૂલી”

કાબરની વાત થી દુ:ખી થઇ ચકી

ચકી બોલી આજથી તું મારી સહેલી

ભેલી પાંગરશે હવે આપણી જીંદગી.

જવાબ છોડો