BUDDHI AAGAL BAL PANI BHARE

બુદ્ધિ આગળ બળ પાણી ભરે

ઘણા સમય પહેલાની વાત છે. પરેશભાઈ તેના કુટુંબ સાથે ખુશીથી રહેતા હતા. પણ હવે તેની ઉંમર થઇ ગઈ હતી. તેમને બે દીકરા હતા, જેમણે પરેશભાઈનું બધું જ કામકાજ સંભાળી લીધું હતું. બંને દીકરા બહુ જ હોંશિયાર અને કહ્યાગરા હતા. વહુઓ પણ સારી રીતે તેમને સાચવતી. આખો પરિવાર સુખેથી અને શાંતિથી રહેતો હતો. પરંતુ હવે તેઓ વૃદ્ધ થઇ ગયા હતા. તેથી તેને વિચાર આવ્યો કે મારી બધી જ પ્રોપર્ટીની જવાબદારી હું કોને સોંપું? બેનને દીકરામાંથી કોણ વધારે સારી રીતે આ જવાબદારી નિભાવશે ? એવી કુનેહ ક્યાં દીકરામાં છે_મોટા દીકરા મહેશમાં કે નાના દીકરા સુરેશમાં?

પરેશભાઈએ તો નાના અને મોટા બંને દીકરાને તેમની પાસે બોલાવ્યા. અને કહ્યું કે, ” હું તમને બંનેને આ એક રૂપિયો આપું છું. તેનાથી આખું ઘર ભરાય તેવી વસ્તુ લઇ આવો. ” જેથી બંને ભાઈ પહેલા તો વિચારમાં પડી ગયા કે આ એક રૂપિયાની એવી કઈ વસ્તુ આવે કે જેનાથી આખું ઘર ભરાય જાય ! બંને ભાઈઓએ ખૂબ વિચાર કરીને બીજે દિવસે ગામમાં વસ્તુ લેવા ગયા.

મોટો ભાઈ મહેશ ઘાસનું ખડ લઇ આવ્યો. તે તો મનમાં ખૂબ ખુશ હતો કે એક રૂપિયાનું ખડ તો કેટલું બધું આવ્યું. તેનાથી ચોક્કસ આખું ઘર ભરાય જશે. એક રૂપિયામાં આટલું બધું ખડ સિવાય બીજી કોઈ વસ્તુ આવી શકે જ નહિ.

જયારે નાનો ભાઈ સુરેશ સમજી ગયો કે પિતાજીએ પરીક્ષા લેવા માટે એક રૂપિયો આપ્યો છે. તે ખુબજ ચતુર અને સમજદાર હતો. જેથી તે એક રૂપિયાની મીણબત્તી લઇ આવ્યો.

સાંજે પરેશભાઈએ બંને દીકરાને પોતાની પાસે બોલાવ્યા. અને કહ્યું : ‘ તમે એક રૂપિયાની જે વસ્તુ લાવ્યા હોય તે લાવો અને તેનાથી આખું ઘર ભરી દો.’ મોટો દીકરો તો દોડ્યો અને મોટી ઘાસની ગાંસડી લઇ આવ્યો. ઘરમાં ઘાસનો ઢગલો કરી દીધો. પણ તેનાથી ઘર ભરાયું નહિ.

પછી નાના દીકરાએ પડીકું છોડીને મીણબત્તી કાઢી. બરાબર ઘરની વચ્ચે એક ટેબલ મુક્યું અને તેના પર મીણબત્તી રાખી તેને સળગાવી. તો આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું !! પરિવારના બધા જ લોકો જોતા જ રહી ગયા. પરેશભાઈ તો રાજીના રેડ થઇ ગયા. અને નાના દીકરાને ભેટીને આશીર્વાદ આપ્યા.

પછી પરેશભાઈએ ઘરની અને પ્રોપર્ટીની બધી જ જવાબદારી નાના દીકરા સુરેશને સોંપી દીધી. અને પોતે મુક્ત થઇ ગયા.

જવાબ છોડો