બોડિ મસાજ – Body Massage Tips And Trick

0
219
BODY MASSAGE GUJARATI TIPS
બોડિ મસાજ તન મનના સ્વાસ્થ્ય તથા સૌંદર્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી સ્કિન સોફ્ટ અને મોઈશ્ચરવાળી બને છે. બોડિ મસાજથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. અને શરીરને આરામ મળે છે. બોડિ મસાજ જમી ગયેલી ચરબીના સેલ્સને ઓછા કરે છે અને મસલ્સના રેસાઓને ઉત્તેજિત કરી તંગ રાખે છે. બોડિ મસલ્સ અને સાંધાના દુખાવામાં બોડિ મસાજ રાહત આપે છે. તે તણાવ અને થાક દૂર કરે છે.

 

બોડિ મસાજ ઉનાળામાં બોડી લોશન અથવા મસાજ ક્રીમથી કરી શકાય. શિયાળામાં અરોમા ઓઈલ, બદામનું તેલ, તલનું તેલ, વગેરે ઓઈલમાં અરોમા ઓઈલ મિક્સ કરી મસાજ કરવો. સામાન્ય રીતે મસાજનો સમય 60 થી 80 મિનિટનો હોય છે. બોડિ મસાજ કર્યા પછી હોટ-ટોવલ કરી શકાય, જેનાથી સ્કિનના પોર્ઝ ખુલી ઓઈલ અથવા લોશન સ્કિનમાં ઉતરી સ્કિનમાં વોટર અને ઓઈલનું બેલેન્સ કરે છે. આનાથી થાક ઉતરે છે અને શરીરને વધુ રિલેકસેશન મળે છે. બોડિ મસાજના સ્ટેપ્સ નીચે પ્રમાણે છે :

 

1 . વાળના મૂળની મસાજના સ્ટેપ્સ :

હર્બલ ઓઈલ હુંફાળું ગરમ કરી વાળના મૂળમાં (સ્કેલ્પમાં) બરાબર લગાવવું.

 

બંને હાથની આંગળીઓથી સર્કલ મસાજ કરવો.

 

આંગળી અને અંગૂઠાની મદદથી આખા સ્કેલ્પમાં રોટેશન મસાજ કરવો.

 

પિંચિંગ (ચપટીથી) મસાજ કરવો. તેમજ ટેપિંગ અને રબિંગ કરવું.

 

ત્યારબાદ વાળના મૂળને હલકા હાથે ખેંચવા. અને અંગુઠાથી ક્રિસ-ક્રોસ મસાજ કરવો.

 

કાનની પાછળ ઓસિપટલ બોન પર આંગળીથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

શોલ્ડર પર બટરફ્લાય સ્ટ્રોક આપવો.

 

વાઈબ્રેશન અને ફ્રિકશન મસાજ કરવો. તથા એક્યુપ્રેશરના પોઈન્ટ્સ પર પ્રેશર આપવું.

 

આંગળીની મદદથી વાળને ઓળતા (કોમ્બ કરતા) હોઈએ તે રીતે મસાજ કરવો.

 

2 . ડોકની મસાજના સ્ટેપ્સ :

બંને હાથની આંગળીઓથી ડોકની ઉપર તરફ મસાજ કરવો. સાથે બટરફ્લાય સ્ટ્રોક આપવો.

 

બંને હાથથી વાઈબ્રેશન અને ફ્રિકશન કરવું.

 

પિંચિંગ અને ટેપિંગ મસાજ કરવો.

 

એક હાથ ડોક પર રાખી બીજા હાથથી ‘S’ અને ‘8’ શેપમાં મસાજ કરવો.

 

કોલર બોનને પિંચિંગ અને પ્રેસિંગ કરવું.

 

શોલ્ડર પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

3 . બ્રેસ્ટ મસાજના સ્ટેપ્સ :

કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

બંને હાથથી વારાફરતી ઉપરની તરફ મસાજ કરવો.

 

બંને હાથે હલકેથી પ્રેસ કરી છોડી દેવું.

 

4 . હાથની મસાજના સ્ટેપ્સ :

બંને હાથથી વારાફરતી હાથની ઉપર તરફ મસાજ કરવો.

 

હાડકાના ઉપસેલા ભાગ પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

વાઈબ્રેશન અને ફ્રિકશન મસાજ કરવો. પિંચિંગ અને ટેપિંગ મસાજ કરવો.

 

બંને હાથને બંગડીની જેમ ગોળ કરી ઉપરની તરફ લઇ જઈ નીચે લાવી મસાજ કરવો. તેને ચાઇનીઝ બેંગલ મસાજ કહેવાય છે.

 

જોઈન્ટ પર ક્રિસ-ક્રોસ અને કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

અન્ડર આર્મ્સમાં ઉપરથી નીચે તરફ મસાજ કરવો.

 

અન્ડર આર્મ્સમાં પિંચિંગ અને ટેપિંગ કરવું.

 

અન્ડર આર્મ્સમાં વાઈબ્રેશન અને ફ્રિકશન કરવું. તેમજ કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

આંગળી પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

બધી આંગળીનું વારાફરતી રોટેશન કરવું. અને ત્યારબાદ તેમને એક પછી એક ખેંચવી.

 

કાંડાને એક હાથમાં પકડી બીજા હાથથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

હથેળીમાં અંગૂઠાથી ઉપર તરફ મસાજ કરવો.

 

5 . પેટની મસાજના સ્ટેપ્સ :

નાભિની આજુબાજુ કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

આખા પેટ પર બંને હાથથી કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

વાઈબ્રેશન અને ફ્રિકશન મસાજ કરવો. પિંચિંગ અને ટેપિંગ મસાજ કરવો.

 

બંને હાથથી વચ્ચેથી કમર તરફ મસાજ કરવો.

 

પેટને નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

6 . પીઠની મસાજના સ્ટેપ્સ :

બંને હાથથી ઉપરથી નીચે તરફ મસાજ કરવો.

 

વાઈબ્રેશન અને ફ્રિકશન મસાજ કરવો. પિંચિંગ અને ટેપિંગ મસાજ કરવો.

 

કમરથી પેટ તરફ મસાજ કરવો.

 

બંને હાથના અંગૂઠાથી ઉપર તરફ ક્રિસ-ક્રોસ મસાજ કરવો.

 

બધી જ આંગળીથી વારાફરતી કરોડરજ્જુ પર નીચેથી ઉપરની તરફ ક્રિસ-ક્રોસ મસાજ કરવો.

 

બંને હાથની મુઠ્ઠી વાળી પ્રેસ કરી મસાજ કરવો.

 

હથેળીથી ડોક પર નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

7 . પગની મસાજના સ્ટેપ્સ :

બંને હાથથી નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

બધા જ જોઈન્ટ પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

પગની પાની પકડીને ધીમેથી ખેંચવી.

 

પગના પંજાને પકડીને રોટેશન આપવું.

 

જોઈન્ટ પર ક્રિસ-ક્રોસ મસાજ કરવો.

 

પગની પાની પર કલોકવાઈઝ – એન્ટિકલોકવાઈઝ મસાજ કરવો.

 

પગના ટોઝ હલકા હાથે ખેંચવા. અને પગના ટોઝ પર રબિંગ કરવું.

 

વાઈબ્રેશન અને ફ્રિકશન મસાજ કરવો. પિંચિંગ અને ટેપિંગ મસાજ કરવો.

 

પગની પાની પર મુઠ્ઠીથી થપથપાવવું.

 

ઘૂંટણની નીચે ક્રિસ-ક્રોસ મસાજ કરવો.

 

પગના પાછળના મસલ્સને નીચેથી ઉપર તરફ મસાજ કરવો.

 

નોંધ : બોડિ મસાજ કરતી વખતે ઓઈલને હુંફાળું ગરમ કરવું. પ્રેશર-પોઈન્ટ પર જ વધારે પ્રેશર આપવું. બાકી બધે વધારે પ્રેશર આપવું નહિ. બોડિ મસાજ પછી ઈચ્છો તો મડમાસ્ક લગાવી શકાય.

 

જવાબ છોડો