BLACK HEADED ORIOLE

શ્યામશિર પીળક(BLACK HEADED ORIOLE)

BLACK-HEADED-ORIOLE

‘પીળક’ પંખી એ તો સાવ સોનાનો જ લાગે. સોનું તો પીળું જ હોય ને ! પણ પીળક તો સોના કરતાંય સુંદર છે. પીળક એટલે પીળક. એના જેવું સુંદર પંખી જાણે દુનિયામાં બીજું કોઈ નથી.
પીળક પંખીમાં એક બીજો કાળા માથાનો પીળક પણ થાય છે. જેની ઘણી રીત ભાત આના જેવી જ છે. શ્યામશિર પીળકના માથું ને ડોક કાળા હોય છે. બાકી બીજા પીળક જેમ જ પાંખ ને પુંછડીમાં કાળો રંગ ને તે સિવાય સાવ સોનેરી પીળો રંગ હોય છે.
તેની ચાંચ ઘેરી ગુલાબી, આંખ લાલ હોય છે. નર અને માદા સરખા જ લાગે છે. તે ઝાડીવાળા પ્રદેશમાં રહે છે. સૌરાષ્ટ્રમાં ગીરમાં જોવા મળે છે. બાકી ગુજરાતમાં દક્ષિણ ભાગમાં જોવા મળે છે.
તેની લંબાઈ 9 ઇંચ(22 સે.મી.) છે. જોકે માદાના રંગ ઝાંખા ને લીલાશ પડતી રેખાઓ એના માથે હોય છે.

BLACK-HEADED-ORIOLE1-150x150 BLACK-HEADED-ORIOLE2-150x150 BLACK-HEADED-ORIOLE3-150x150 BLACK-HEADED-ORIOLE4-150x150

જવાબ છોડો