Rosy-Pelican
rosy-pelican-300x225
આપણું આ સૌથી મોટું પંખી છે. આનાથી મોટું કોઈ પંખી નથી. એનીઓ લંબાઈ ચાંચની અણીથી પૂછડીના છેડા સુધીની ૬ ફૂટ ( ૧૮૩ સેન્ટીમીટર )ની આખું પંખી ધોળું. એમાં અમુક બાજુથી જોતા પાંખમાં ગુલાબી રંગ દેખાય. ચાંચ અને પગ પીળા, ચાંચ નાની, નીચલા પાંખિયામાંથી મોટી કોથળી બહાર લટકે ત્યારે મોટી ત્રિકોણાકાર થેલી લાગે. ચાંચ જ આશરે બે ફૂટની હશે. ડોક એકથી દોઢ ફૂટની હોય છે. શરીર બે થી અઢી ફૂટનું થાય. ૫ – ૭ પંખી અર્ધ ચંદ્રાકાર રીતે ગોઠવાઈને ચાંચ અને કોથળી પાણીમાં ખુલ્લી રાખીને કાંઠા તરફ તરવા માંડે. અને કાંઠે ત્યાં સુધીમાં માછલી એ જે એમની વચ્ચે આવી ગઈ હોય એ બધી જ કોથળીમાં આવી જાય. ને પેટમાં જાય.
ખોરાક મુખ્ય માછલી અને બાકી પાણીની ગીલી જીવાત. એની ઊંડાણ સરસ હોય છે. ઉંચે આકાશમાં તરતા આસાનીથી ચકરાવા લેતા હોય એ જોવા જેવું હોય છે. ઉપરાંત એની ઉત્તમ ઊંડાણ તો એ નીચે પાણી ઉપર ઉતરે ત્યારે હોય છે. છોકરા ત્રાંસા પાટિયા પર લસરતા હોય એમ પાણીને કાંઠેથી પંખો બંધ કરીને ત્રાંસુ સરકતું આવે ને આસાનીથી સાવ હળવેથી પાણી પર બેસી જાય. આ અદભૂત ઊંડાણ હોય છે.
આવી ૩ જતો ભારતમાં આવે છે. તે પૂર્વ યુરોપ ને મધ્ય એશિયાથી આવે છે. તે માળા ત્યાં જ કરવા જતા રહે છે. પણ આ એક જાત કચ્છમાં માળા કરે છે. એમ શ્રી સલીમ અલીએ શોધી કાઢ્યું છે. ખૂબ માનીતું પંખી છે. પગના આંગળા હલેસાની જેમ ચામડીથી જોડાયેલા હોય છે.

rosy-pelican-bird-150x150 rosy-pelican-birds-150x150

જવાબ છોડો