BHRAMAR MUDRA

મુદ્રા બનાવવાની રીત :-

હાથના અંગૂઠા પછીની પહેલી આંગળીને તેના મૂળ તરફ હાથની હથેળીમાં વાળી દો. ત્યારબાદ તેની પછીની વચલી આંગળીને નખની બાજુમાં અંગૂઠાના ટેરવાથી જોડી દો, બાકીની બે આંગળીઓ સીધી ટટ્ટાર ઊભી રાખો. બંને હાથે એકસાથે મુદ્રા કરવી.

 

વિશેષ :-

આ મુદ્રા કરતી વખતે સાથે સાથે બની શકે તો વહેલી સવારે અથવા સાંજે દોડવાની કસરત કરવી. તેમ ન બને તો ઓછામાં ઓછું 48 મિનિટ સુધી ચાલવાની ટેવ રાખવી. થાક લાગી જાય તો દોડવાનું અથવા ચાલવાનું ઓછું કરી નાખવું.

 

આ મુદ્રા કરતી વખતે આ પ્રમાણે આંખો બંધ કરી ધ્યાન ધરવું _”હું નિર્મળ પ્રેમને ચાહું છું અને સૌ તરફ તે સતત પ્રસરાવું છું.

 

સમયની સીમા :-

આ મુદ્રા દરરોજ દિવસમાં ચાર વખત સાત – સાત મિનિટ માટે કરવી. વધુ સમય હોય અને જરૂર જણાય તો આ મુદ્રા દિવસમાં આઠ વખત દરેક વખતે વીસ મિનિટ સુધી કરવી.

 

લાભ :-

કોઈપણ જાતની એલર્જી હોય તો તેમાં આ મુદ્રા કરવાથી ખૂબ રાહત થાય છે. સાધારણ રીતે એલર્જી એટલે અમુક બાબતમાં શરીરની પ્રતિકાત્મક શક્તિ ઓછી થઇ જવી તેવું મનાય છે. એલર્જીમાં મોટા ભાગે કોઈ પણ દવા કામ આપતી નથી.

 

કેટલીક વાર શરીરમાં કચરો જમા થઇ જાય છે. અને તે પછી કબજિયાત અથવા સાયનસ વગેરે રોગો લાગુ પડે છે. ત્યારે આ એલર્જી મુદ્રા કરવાથી લાભ થાય છે.

 

ઋતુમાં ફેરફાર, મુસાફરીમાં સ્થાનનો ફેરફાર, હવામાં ફેરફાર (જેમકે ભેજવાળી હવામાંથી સુક્કી હવામાં સ્થાનફેર) થાય ત્યારે તકલીફ ઊભી થાય છે. આ તકલીફ કોઈ કાયમી રોગ નથી, છતાં દરેક વ્યક્તિ પર આની તત્પૂરતી અસર પહોંચે છે. અને કેટલીક વાર લાંબો સમય ચાલે છે. ત્યારે એલર્જી મુદ્રા કરવાથી લાભ થાય છે.

 

જવાબ છોડો