FACE ECERCISE GUJARATI
જો તમારી આંખ નીચે ડાર્ક સર્કલ હોય અથવા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી હોય તો નીચે બતાવેલ થોડી કસરતો થી તમે ઘણા સુંદર દેખાવા લાગશો. નીચે બતાવેલ એક્ષરસાઈઝ શ્રદ્ધા પૂર્વક કરવાથી તમે સુંદર અને યુવાન દેખાવા લાગશો અને તે પણ કોઈ જાતના ઓપરેશન વગર. તો ચાલો કપાળથી ચાલુ કરીએ. આ કસરત રોજની ૧૦ વખત કરવાની.

 

કપાળ:

૧. બંને હાથની બધી આંગળીઓ અંગુઠા સાથે ભેગી કરીને કપાળ નજીક ભ્રમર(eyebro) ની ઉપર મુકો અને ઉપરની સાઈડ દબાવો અને ભ્રમર(eyebro) ને ઉપર કરો અને એક, બે ત્રણ, ચાર, પાંચ અને છ ગણો અને છોડી દો.
ફાયદા: આ કસરત તમારા ભ્રમર ઉપરની લાઈન ને દુર કરશે. આ કસરત કપાળની નસો ને ટાર્ગેટ કરે છે
૨. બંને હાથની વચ્ચેની આંગળીની ટોચ બંને ભ્રમર પર રાખો. બંને આગળીઓથી બંને ભ્રમર વિરુદ્ધ દિશામાં ધીમેથી ખેચો અને એ જ સમયે તમારી ભ્રમરોને ઉંચી કરો. અને છ ગણો અને છોડી દો. હવેનું સ્ટેપ કર્યું તેના કરતા ઉલટું કરવાનું છે. બંને આંગળીઓથી ભ્રમરો અંદર તરફ ધીમેથી ખેચો અને એ જ સમયે ભ્રમરોને ઉંચી કરો.
ફાયદા: આ કસરત તમારા કપાળ અને ભ્રમરો વચ્ચેની જગ્યાના માર્ક્સ દુર કરશે. આ કસરત ભ્રમરો ઉપરની નસોને ટાર્ગેટ કરે છે.

 

આંખો:

૧. બંને હાથની વચ્ચેની ત્રણ આંગળીઓ આંખો નીચે રાખો અને ધીમેથી નીચેની તરફ ખેચો. અને એજ સમયે આંખો બંધ કરવાની કોશીશ કરો. હવે છ સુધી ગણો અને પછી છોડી દો.
ફાયદા: આ કસરત આંખ નીચેના ફૂલેલા ભાગને ઓછા કરે છે કારણકે તે આંખો નીચેની નસોને ટાર્ગેટ કરે છે.
૨. બંને હાથોની રીંગ અને વચ્ચેની આંગળીને બંને આંખના છેડે રાખો અને આંખના છેડાને કાનની દિશામાં ધીમેથી ખેચો અને એજ સમયે આંખો બંધ કરો. એક થી છ ગણો અને પછી છોડી દો.
ફાયદા: આ કસરત આંખની આજુબાજુની કરચલીઓને દુર કરશે.

 

ગાલ:

તમારું માથું પાછળની તરફ નમાવો, તમારા બંને હાથની વચ્ચેની ત્રણ આંગળીઓને ગાલના ઉપરના ભાગમાં રાખો અને ધીમેથી નીચેની તરફ ખેચો. હવે બની શકે એટલી મોટી સ્માઈલ આપો.
ફાયદા: આ કસરત તમારા ગાલની નસોને ટાર્ગેટ કરે છે.

 

હડપચી:

વચ્ચેની ત્રણ આંગળીઓથી હડપચીને ધીમેથી નીચે તરફ ખેચો અને તમારા નીચેના હોઠને ઉપરના દાંત સાથે અડાડવાની કોશિશ કરો.
ફાયદા: આ કસરત તમારી હડપચીની નસોને ટાર્ગેટ કરે છે.

 

જવાબ છોડો