FACE Bleach GUJARATI TIPS
બ્લીચિંગ ચહેરા પરની રૂંવાટીને છુપાવવાની એક રીત છે. તે સ્કિનની રૂંવાટીનો કલર લાઈટ કરી દે છે. જો રૂંવાટી ઓછી હોય અને તેને કાઢવી ન હોય તો તે બ્લીચિંગથી છુપાવી શકાય છે. બ્લીચિંગથી ચહેરાના અણગમતા વાળથી છુટકારો મળે છે તેમજ ચહેરાની ખૂબસુરતી પણ નિખરે છે. પરંતુ ચહેરાની સુંદરતા ત્યારે વધે જયારે બ્લીચિંગનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. આજે દરેક મહિલાઓ ચહેરાની રૂંવાટીથી છુટકારો મેળવવા બ્લીચનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીકવાર થોડી બેકાળજીને લીધે ખૂબસુરતી વધારવાને બદલે ચહેરાને બદસૂરત બનાવી દે છે. કેમકે મોટાભાગની મહિલાઓને બ્લીચનો યોગ્ય ઉપયોગ કરતા નથી આવડતું. માટે જરૂરી છે કે બ્લીચ કરતા પહેલા કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું.

 

1 . પહેલા ટેસ્ટ કરો :

દરેક વ્યક્તિની ત્વચા અને વાળનો રંગ અલગ હોય છે, તેથી બ્લીચ કરતા પહેલા બ્લીચને તમારી સ્કિન પર ટેસ્ટ જરૂર કરો.

 

ટેસ્ટિંગ માટે બ્લીચની પેસ્ટને તમારી કોણી કે હથેળીના પાછળના ભાગમાં લગાવો. બ્લીચ કરતી વખતે સ્કિનમાં થોડી જલન થાય છે. પરંતુ જો બ્લીચ લગાડ્યા પછી વધુ જલન થાય તો બ્લીચ કરવું નહિ.

 

2 . પેસ્ટ કેવી રીતે બનાવવી :

બ્લીચ પેસ્ટ બનાવતી વખતે તેમાં પાઉડરની માત્રા વધારે ન રાખવી, કારણ કે તેનાથી જલનની સમસ્યા પેદા થાય છે.

 

એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બ્લીચ ક્રીમમાં ચપટી જેટલો પાઉડર એક્ટીવેટરનો ઉપયોગ કરો. પાઉડર અને ક્રીમ બ્લીચને સરખી રીતે મિક્સ કરો.

 

3 . બ્લીચ કેવી રીતે લગાડવું :

બ્લીચ કરતા પહેલા ચહેરાને સારી રીતે સાફ કરી લો. પછી પેસ્ટને ચહેરા પર ઉપરથી નીચેની તરફ લગાવો.

 

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે બ્લીચ લગાવતી સમયે આંખ અને આઇબ્રોની આજુબાજુ ના લગાવો.

 

આ પેસ્ટને ચહેરા પર પેકેટમાં બતાવેલ સમયાનુસાર 20 થી 25 મિનિટ સુધી લગાવી રાખો. જયારે ક્રીમ એકદમ સુકાઈ જાય ત્યારે ભીના કોટનથી ચહેરો સાફ કરી લો. પછી ચહેરા પર કોલ્ડ ક્રીમ જરૂર લગાવો.

 

4 . બ્લીચ કરતી સમયે આ વાતોને ધ્યાનમાં રાખો :

બ્લીચ કરતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે ફેશિયલ કરાવી ચુક્યા હોય તો બ્લીચનો પ્રયોગ ક્યારેય ના કરો.

 

તેના સિવાય જો વાળનો રંગ આછો હોય અને ચહેરા પર વાળ વધારે ના હોય તો બ્લીચનો પ્રયોગ ઓછામાં ઓછો કરો.

 

બ્લીચને દૂર કરવા માટે હંમેશા સ્પંજ કે કોટનનો ઉપયોગ કરો. હાથોથી ઘસીને બ્લીચ ન કાઢો.

 

ચહેરા પર ખીલ કે કાપો હોય, બ્લીડિંગ થતું હોય તેવી જગ્યાએ બ્લીચનો ઉપયોગ ના કરો.

 

આંખોની વધારે નજીક પણ બ્લીચનો પ્રયોગ ન કરો, જો બ્લીચ લગાવતા નથી આવડતું તો કોઈ સારા બ્યુટી એક્સપર્ટ પાસે જ બ્લીચ કરાવો.

 

બ્લીચ લગાવ્યા પછી સાબુ કે ફેઈસ વોશનો ઉપયોગ ના કરો.

 

નોર્મલ પાણીથી ચહેરો સાફ કરો, ચહેરો સાફ કર્યા બાદ ક્રીમનો ઉપયોગ અવશ્ય કરો.

 

અતિશય નાજુક સ્કિન પર બ્લીચિંગ કરવું નહિ.

5 . બ્લીચિંગ ક્યાં ક્યાં થઇ શકે ?

=> ચહેરા પર
=> હાથ પર
=> આખા શરીર પર
=> માથાના વાળ પર

 

જવાબ છોડો