OILY SKIN GUJARATI TIPS
ચહેરો આપણા વ્યક્તિત્વનો અરીસો હોય છે. અને આ અરીસાની માવજત કરવી એ આપણી ફરજ છે. એવું કોને ન ગમે કે પોતાનો ચહેરો સુંદર અને કાંતિવાન લાગે ? તો પછી થોડો સમય કાઢીને ચાંદ જેવા ચહેરાની એવી માવજત કરીએ કે સુંદરતા તમારી મુઠ્ઠીમાં કેદ થઇ જાય !

 

ઓઈલી સ્કિન માટે ઘરેલું પેક :-

સામગ્રી :-તાજું ઓરેંજ જ્યૂસ, કાજૂ
વિધિ :- કાજૂના મોટા-મોટા ટુકડા કરી તેને પીસી લેવા. આ પીસેલા કાજૂમાં ઓરેંજ જ્યૂસ મેળવીને તેની પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ કાજૂ અને ઓરેંજ જ્યૂસની પેસ્ટના પેકને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ પેક ત્વચાની તૈલીયતાને દૂર કરે છે. અને રોમછીદ્ર ખોલે છે. તેમજ ત્વચામાં તાજગી પણ લાવે છે.

 

સામગ્રી :-ઈંડા, મધ અને બદામ
વિધિ :- બદામને પીસી લેવી. ઈંડાના પીળા ભાગને દૂર કરી બાકી રહેલી વસ્તુમાં બદામનો પાઉડર અને મધ મેળવીને પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવવી. 10 મિનિટ સુધી આ પેકને ચહેરા પર લગાવી રાખો. અને ત્યારબાદ પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ પેકથી ત્વચાની તૈલીયતા ધીમે-ધીમે ઓછી થાય છે. અને ચહેરા પર ગ્લો આવે છે.

 

સામગ્રી :-ખીરા ( કાકડી ), નારિયેળ પાણી, અને કેળા
વિધિ :- ખીરાને એકદમ પાતળા-પાતળા નાના-નાના ટુકડામાં કાપી લો. કેળાની છાલ કાઢી તેને મસળી નાખવું. હવે આ ખીરાના ટુકડા અને મસળેલા કેળાને મિક્સ કરી દેવા. પછી તેમાં નારિયેળ પાણી નાખી પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ પેસ્ટને ચહેરા પર અને આંખોની નજીક લગાવો. 15 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો. ત્યારબાદ તેને પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ પેકથી તૈલીય ત્વચાવાળાની ખીલની સમસ્યા બંધ થઇ જાય છે.

 

સામગ્રી :-માખણ, બેસન, હળદર અને બદામ
વિધિ :- આખીરાત બદામને પાણીમાં પલાળી રાખો. સવારે પાણી નીતારી બદામને પીસી લો. આ પીસેલી બદામમાં બેસન, હળદર, અને માખણ નાખી બરાબર મેળવી પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ પેકને તમે ચહેરા પર અને આખા શરીરમાં પણ લગાવી શકો છો.
ફાયદો :- આ પેકથી ચહેરા પર ગ્લો આવે છે અને મેકઅપ વધારે રેલાઈ જતો નથી.

 

જવાબ છોડો