SKIN NE SUNDAR BNAVO
ચહેરો આપણા વ્યક્તિત્વનો અરીસો હોય છે. અને આ અરીસાની માવજત કરવી એ આપણી ફરજ છે. એવું કોને ન ગમે કે પોતાનો ચહેરો સુંદર અને કાંતિવાન લાગે ? તો પછી થોડો સમય કાઢીને ચાંદ જેવા ચહેરાની એવી માવજત કરીએ કે સુંદરતા તમારી મુઠ્ઠીમાં કેદ થઇ જાય!

 

નોર્મલ સ્કિન માટે ઘરેલું પેક :-

સામગ્રી :- પપૈયું અને ચંદન પાઉડર
વિધિ :- પપૈયાની છાલ ઉતારી તેના નાના-નાના ટુકડા કાપી લો. પછી તેમાં ચંદન પાઉડર મેળવીને પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ પપૈયા અને ચંદન પાઉડરના મિશ્રણને ચહેરા અને ગરદન ઉપર લગાવવું. 20 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખો, ત્યારપછી ચહેરાને ધોઈ લો.
ફાયદો :- આ પેકથી ચહેરાની મૃત ત્વચા દૂર થાય છે. ચહેરો સાફ થઇ જાય છે અને ચહેરા ઉપર ગ્લો પણ આવી જાય છે.

 

સામગ્રી :- બે મોટા કેળા, એક મોટી ચમચી મધ
વિધિ :- કેળાની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કાપી લો. પછી તેમાં મધ મેળવીને હાથોથી મસળી નાખવું.
ઉપયોગ :- આ પેસ્ટને ચહેરા અને ગરદન ઉપર લગાવવી. 20 મિનિટ સુધી આ પેસ્ટ ચહેરા ઉપર લગાવી રાખવી. ત્યારપછી તેને હુંફાળા પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ પેસ્ટથી ચહેરા પર બદલાતા વાતાવરણની અસર થતી નથી અને ચહેરો કાંતિમાન બને છે.

 

સામગ્રી :- બદામ, અખરોટ અને મગફળી
વિધિ :- બદામ, અખરોટ અને મગફળી આ ત્રણેય વસ્તુને પીસી લેવી. અને તેને દૂધમાં મેળવીને પેસ્ટ બનાવી લો.
ઉપયોગ :- આ પેકને ચહેરા પર લગાવવું. 5 મિનિટ સુધી રહેવા દેવું. 5 મિનિટ પછી ધીમે ધીમે ઘસીને પેસ્ટને હટાવવી. અને પછી પાણીથી ચહેરાને ધોઈ લો.
ફાયદો :- આ પેસ્ટથી ચહેરાની મૃત ત્વચા દૂર થાય છે. અને ચહેરા પર ચમક આવે છે.

 

સામગ્રી :- બે મોટી ચમચી મધ, એક ચમચી તાજી મલાઈ (ક્રીમ), અને બે બદામ
વિધિ :- બદામને પીસી લેવી અને તેમાં મલાઈ, મધ મેળવીને પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ પેસ્ટને ગરદન અને ચહેરા પર હળવા હાથે લગાવવી. 5 મિનિટ સુધી આ પેસ્ટને ચહેરા પર લગાવી રાખવી. ત્યારબાદ ચહેરાને પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ પેક ચહેરાની બધી જ ગંદકીને સાફ કરે છે.

 

જવાબ છોડો