beauty tips for dry skin
ચહેરો આપણા વ્યક્તિત્વનો અરીસો હોય છે. અને આ અરીસાની માવજત કરવી એ આપણી ફરજ છે. એવું કોને ન ગમે કે પોતાનો ચહેરો સુંદર અને કાંતિવાન લાગે ? તો પછી થોડો સમય કાઢીને ચાંદ જેવા ચહેરાની એવી માવજત કરીએ કે સુંદરતા તમારી મુઠ્ઠીમાં કેદ થઇ જાય!

ડ્રાય સ્કિન માટે ઘરેલું પેક :-

સામગ્રી :- બદામ, પાંખડીવાળું ગુલાબ, ગુલાબજળ
વિધિ :- બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે બદામને પાણીમાંથી કાઢીને પીસી લેવી. તેમાં પાંખડી સહિતના ગુલાબને પણ સાથે પીસી લેવું. હવે તેમાં ગુલાબજળ નાખીને પેસ્ટ બનાવવી.
ઉપયોગ :- આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર હળવા હાથે લગાવવી. 10 મિનિટ સુધી આ પેસ્ટ ચહેરા પર લગાવી રાખવી. સુકાય જાય પછી પાણીથી ધોઈ લો.
ફાયદો :- બદામમાં વિટામીન ‘A ‘ હોય છે, જે ત્વચાને મુલાયમતા પ્રદાન કરે છે. અને ગુલાબજળ ચહેરામાં ઠંડક પ્રદાન કરે છે.
સામગ્રી :- મધ અને ટમેટા
વિધિ :- ટમેટાનો અંદરનો ગર્ભ કાઢી લઇ, તેમાં મધ મેળવીને બરાબર મિક્સ કરી, તેની પેસ્ટ બનાવો.
ઉપયોગ :- આ પેસ્ટને ચહેરા પર અને ગરદનની આગળ-પાછળ લગાવો.15 મિનિટ આ પેસ્ટને લગાવી રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ પેક બ્લીચિંગનું કામ કરે છે. જેનાથી ત્વચા સાફ થઇ જાય છે.
સામગ્રી :- કેળા અને દૂધ
વિધિ :- કેળાની છાલ ઉતારી, તેને દૂધમાં મેળવીને પેસ્ટ બનાવો.
ઉપયોગ :- આ દૂધ અને કેળાની પેસ્ટને ચહેરા પર લગાવો. 20 મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
ફાયદો :- આ પેસ્ટ ચહેરા પર ચમક પ્રદાન કરે છે.
સામગ્રી :- કૉફીના બીજ અને મિલ્ક પાઉડર
વિધિ :- મિલ્ક પાઉડર અને કૉફીના બીજને લો, તેને ગુલાબજળમાં મેળવીને પેસ્ટ બનાવો.
ઉપયોગ :- આ પેકને ચહેરા પર, ગરદન પર અને હાથોમાં લગાવો. 15 મિનિટ સુધી આ પેસ્ટને લગાવી રાખો. ત્યારબાદ પાણીથી ધોઈ લો.
ફાયદો :- આ ફેઈસ પેકથી ચહેરા પરના બ્લેક હેડ્સ સાફ થઇ જાય છે.

જવાબ છોડો