સૌન્દર્ય

0
130
SONDARIYA GUJRATI STATUS

સુંદરતા શૃંગાર વિના પણ મનને મોહિત કરે છે.

 

સૌન્દર્ય આત્મદેવની ભાષા છે.

 

સૌન્દર્ય શોભે છે શીલથી, ચારિત્ર્ય શોભે છે સંયમથી.

 

સુંદરતાની શોધમાં આખી પુથ્વી ખુંદી વળીએ તો પણ એ જો આપણી અંદર નહિ હોય તો હાથ લાગશે નહિ.

 

સૌન્દર્ય તો જોનારની દ્રષ્ટિમાં રહેલું છે.

 

સદગુણ વિના સુંદરતા અભિશાપ છે.

 

સૌન્દર્યનો આદર્શ સાદગી અને શાંતિ છે.

 

સુંદર વસ્તુ અવિરત પ્રસન્નતા પ્રસરાવે છે.

 

સૌન્દર્ય એ જગન્નીયતાની સૃષ્ટિનું શ્રેષ્ઠ સર્જન છે.

 

સૌન્દર્ય એ સ્ત્રીનું લક્ષણ છે અને તેની રક્ષા એ વીરનું ભૂષણ છે.

 

સત્ય, સદાચાર, શીલ અને સહિષ્ણુતાનો સરવાળો એટલે સૌન્દર્ય.

 

જવાબ છોડો